ગેરકાયદે રેતી ખનન પર સાંસદનો રોષ, કહ્યું 'અધિકારીઓને મળે છે મોટા હપ્તા'
સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં ફરી એક વખત પોસ્ટ કરીને રોષ વ્યક્ત કર્યો છે. તેમને કહ્યું કે અધિકારીઓ અને ભૂ માફિયાઓની મિલીભગતથી ખનીજ ચોરી થાય છે. ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે રેત માફિયાઓ દ્વારા ઊંડાણથી રેતી કાઢવાના કારણે ઊંડા ખાડા પડી ગયા છે, જેના કારણે એમાં ડૂબી જવાથી ચાર લોકોના મૃત્યુ પામ્યા હતા.સાંસદ મનસુખ વસાવાએ X પોસ્ટમાં કર્યા આક્ષેપો જેને લઈને જિલ્લાના ધારાસભ્યો તથા મેં જાતે જિલ્લા સંકલનની મિટીંગમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. સમગ્ર નર્મદા કાંઠે, નર્મદા જિલ્લા, વડોદરા જિલ્લા અને ભરૂચ જિલ્લામાં આવા ખાડામાં ડૂબી જવાથી અનેક લોકોના મૃત્યુ થાય છે. ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં 25-30 મોટી મશીન બોટ ત્રણેય જિલ્લામાં ચાલે છે, જે બંધ કરાવવું જોઈએ. સંકલનમાં આટલી ચર્ચા થવા છતાં હજુ પણ બેરોકટોક ગેરકાનૂની રીતે રેતી કાઢવાનું કામ ચાલુ છે. અધિકારીઓ, નેતાઓની મિલીભગતથી ચાલે છે નેટવર્ક ગઈકાલે મેં ઝઘડિયા તાલુકાના ઈન્દોર તથા નાના વાસણા ગામના સ્થાનિક લોકોની રજૂઆતને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોર્યું છે. કલેક્ટરની સૂચનાથી ખાણ ખનિજ અધિકારી, મામલતદાર ઝઘડિયા અને સ્થાનિક પોલીસ વહેલી સવારે 6 વાગ્યાથી ઘટના સ્થાને પહોંચીને આ રેત માફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે, ગઈકાલે પણ નાના વાસણામાં જ્યાં લીઝ મંજૂર નથી થઈ તેવી જગ્યાએથી મોટા પ્રમાણમાં રેતી કાઢી રહ્યા હતા અને તેઓ તમામ વડોદરા જિલ્લાના હતા અને ભરૂચ જિલ્લાની હદમાંથી રેતી કાઢી રહ્યા હતા. ગઈ કાલે પણ નાના વાસણા ગામે કલેકટરે ખાણ ખનીજ, પ્રાંત અને મામલતદારની ટીમને મોકલ્યા હતા પણ આ ટીમે કાર્યવાહી કરવાના બદલે એમને ભગાડી મૂક્યા હતા. ખનીજ વિભાગના અધિકારીઓને મળે છે લાખોનો હપ્તો ત્યારે સાંસદે કહ્યું કે મારું સ્પષ્ટ માનવું છે ત્રણેય જિલ્લાના કલેકટર, પ્રાંત, ખાણ ખનીજ અધિકારી, પોલીસ અધિકારીઓ, તાલુકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા કેટલાક રાજકીય નેતાઓની મિલીભગતથી આ રેત માફિયાઓ બેરોકટોક આ રેતીનું ગેરકાયદેસરની પ્રવૃત્તિને તેઓ સમર્થન કરી રહ્યા છે. CMને પત્ર લખી રાજ્ય લેવલની ટીમ બનાવવા કરી માગ નર્મદા નદીમાં ઠેરઠેર ગેરકાયદેસર પૂલિયાઓ બનાવી દીધા છે, જેના પરથી ડમ્પરો દ્વારા રેતી વહન કરે છે, આ બધી બાબતની વારંવાર આ ત્રણેય જિલ્લાના વહીવટી અધિકારીઓને અને રાજ્ય સરકારના ખાણ ખનીજ અધિકારીઓને પણ જાણ છે પણ આ બધાને રેત માફિયાઓ દર મહિને લાખો રૂપિયાના હપ્તા આપે છે, જેના કારણે આ રેત માફિયાઓ બેફામ બની ગયા છે અને એમની મરજી મુજબ મન ફાવે ત્યાંથી રેતી કાઢે છે. આ બાબતે હું મુખ્યમંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરીશ કે રાજ્ય લેવલની ટીમ બનાવીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી થાય.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં ફરી એક વખત પોસ્ટ કરીને રોષ વ્યક્ત કર્યો છે. તેમને કહ્યું કે અધિકારીઓ અને ભૂ માફિયાઓની મિલીભગતથી ખનીજ ચોરી થાય છે. ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે રેત માફિયાઓ દ્વારા ઊંડાણથી રેતી કાઢવાના કારણે ઊંડા ખાડા પડી ગયા છે, જેના કારણે એમાં ડૂબી જવાથી ચાર લોકોના મૃત્યુ પામ્યા હતા.
સાંસદ મનસુખ વસાવાએ X પોસ્ટમાં કર્યા આક્ષેપો
જેને લઈને જિલ્લાના ધારાસભ્યો તથા મેં જાતે જિલ્લા સંકલનની મિટીંગમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. સમગ્ર નર્મદા કાંઠે, નર્મદા જિલ્લા, વડોદરા જિલ્લા અને ભરૂચ જિલ્લામાં આવા ખાડામાં ડૂબી જવાથી અનેક લોકોના મૃત્યુ થાય છે. ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં 25-30 મોટી મશીન બોટ ત્રણેય જિલ્લામાં ચાલે છે, જે બંધ કરાવવું જોઈએ. સંકલનમાં આટલી ચર્ચા થવા છતાં હજુ પણ બેરોકટોક ગેરકાનૂની રીતે રેતી કાઢવાનું કામ ચાલુ છે.
અધિકારીઓ, નેતાઓની મિલીભગતથી ચાલે છે નેટવર્ક
ગઈકાલે મેં ઝઘડિયા તાલુકાના ઈન્દોર તથા નાના વાસણા ગામના સ્થાનિક લોકોની રજૂઆતને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોર્યું છે. કલેક્ટરની સૂચનાથી ખાણ ખનિજ અધિકારી, મામલતદાર ઝઘડિયા અને સ્થાનિક પોલીસ વહેલી સવારે 6 વાગ્યાથી ઘટના સ્થાને પહોંચીને આ રેત માફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે, ગઈકાલે પણ નાના વાસણામાં જ્યાં લીઝ મંજૂર નથી થઈ તેવી જગ્યાએથી મોટા પ્રમાણમાં રેતી કાઢી રહ્યા હતા અને તેઓ તમામ વડોદરા જિલ્લાના હતા અને ભરૂચ જિલ્લાની હદમાંથી રેતી કાઢી રહ્યા હતા. ગઈ કાલે પણ નાના વાસણા ગામે કલેકટરે ખાણ ખનીજ, પ્રાંત અને મામલતદારની ટીમને મોકલ્યા હતા પણ આ ટીમે કાર્યવાહી કરવાના બદલે એમને ભગાડી મૂક્યા હતા.
ખનીજ વિભાગના અધિકારીઓને મળે છે લાખોનો હપ્તો
ત્યારે સાંસદે કહ્યું કે મારું સ્પષ્ટ માનવું છે ત્રણેય જિલ્લાના કલેકટર, પ્રાંત, ખાણ ખનીજ અધિકારી, પોલીસ અધિકારીઓ, તાલુકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા કેટલાક રાજકીય નેતાઓની મિલીભગતથી આ રેત માફિયાઓ બેરોકટોક આ રેતીનું ગેરકાયદેસરની પ્રવૃત્તિને તેઓ સમર્થન કરી રહ્યા છે.
CMને પત્ર લખી રાજ્ય લેવલની ટીમ બનાવવા કરી માગ
નર્મદા નદીમાં ઠેરઠેર ગેરકાયદેસર પૂલિયાઓ બનાવી દીધા છે, જેના પરથી ડમ્પરો દ્વારા રેતી વહન કરે છે, આ બધી બાબતની વારંવાર આ ત્રણેય જિલ્લાના વહીવટી અધિકારીઓને અને રાજ્ય સરકારના ખાણ ખનીજ અધિકારીઓને પણ જાણ છે પણ આ બધાને રેત માફિયાઓ દર મહિને લાખો રૂપિયાના હપ્તા આપે છે, જેના કારણે આ રેત માફિયાઓ બેફામ બની ગયા છે અને એમની મરજી મુજબ મન ફાવે ત્યાંથી રેતી કાઢે છે. આ બાબતે હું મુખ્યમંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરીશ કે રાજ્ય લેવલની ટીમ બનાવીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી થાય.