Ahmedabad: ગેસ ગળતરની ઘટના બાદ તપાસનો ધમધમાટ શરૂ, થયો મોટો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક કંપનીમાં ગેસ ગળતરમાં બે શ્રમિકોના મોત બાદ નારોલ પોલીસે ફરિયાદ નોંધી ફેક્ટરીના માલિકની ધરપકડ કરી છે. જોકે ગેસ ગળતરમાં કંપનીના સુપરવાઈઝર સહિત 7 લોકો હજુ પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.કંપનીના સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહિત વિરુદ્ધ ગુનો નોંધ્યો જેમાંથી કંપનીના સુપરવાઇઝરની પણ સારવાર પૂર્ણ થયા બાદ પોલીસ ધરપકડ કરશે. અમદાવાદના નારોલ વિસ્તારમાં રવિવારે થયેલી ગેસ ગળતરની ઘટના મામલે પોલીસે ફેક્ટરી માલિક વિનોદ અગ્રવાલ અને કંપનીના સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહિત વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જે બે આરોપી પૈકી કંપની માલિક વિનોદ અગ્રવાલની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીની મંગલસિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બે શ્રમિકોને ગંભીર અસર થવાના કારણે મોત થયા રવિવારે 27મી ઓક્ટોબરના રોજ નારોલ વિસ્તારની દેવી સિન્થેટિક ટેક્સટાઈલ કંપનીમાં કેમિકલ ખાલી કરતા સમયે ગેસ ગળતરની ઘટના બની હતી. જેના કારણે 9 જેટલા શ્રમિકોને અસર પહોંચી હતી. જેમાં બે શ્રમિકોને ગંભીર અસર થવાના કારણે મોત થયા હતા. અન્ય લોકો ગંભીર રીતે ગેસ ગળતરની અસર થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. શ્રમિકો માટે સુરક્ષાની નહતી કોઈ વ્યવસ્થા ઘટનાની ગંભીરતાને જોતા નારોલ પોલીસે દેવી સિન્થેટિક કંપનીના સંચાલક વિનોદ અગ્રવાલની ધરપકડ કરી લીધી છે. જ્યારે કંપનીના સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહિત હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, કારણ કે તેમને પણ ગેસ ગળતરના કારણે અસર પહોંચી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે કંપની દ્વારા કામ કરતા કર્મચારીઓને માટે સુરક્ષા બાબતે કંઈ પણ કાળજી રાખવામાં ન આવી હતી, મતલબ કે માસ્ક, બુટ, મોજા વગેરે પ્રકારે કોઈ પણ પ્રકારની સુવિધા હતી નહીં. જેના કારણે કામ કરતા કર્મચારીઓના જીવના જોખમે કામ કરાવવામાં આવતું હતું. જે બેદરકારી ના કારણે કમલ યાદવ અને લવકુશ શર્મા નામના યુવકનું મોત થયું હતું. પોલીસે આ કેસમાં તપાસમાં ધમધમાટ શરૂ કર્યો નારોલ પોલીસે દેવી સિન્થેટિકમાં બનેલી ઘટના બાદ તપાસમાં ધમધમાટ શરૂ કર્યો છે. સાથે જ વધુ પુરાવા એકઠા કરવા માટે એફએસએલ, જીપીસીબી અને ફેક્ટરી ઈન્સ્પેક્ટર સહિત અન્ય એજન્સીઓમાંથી રિપોર્ટ મગાવ્યા છે. જેથી આરોપીઓ વિરુદ્ધ વધુ પુરાવા એકઠા કરી કાયદાકીય પગલા લીધા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક કંપનીમાં ગેસ ગળતરમાં બે શ્રમિકોના મોત બાદ નારોલ પોલીસે ફરિયાદ નોંધી ફેક્ટરીના માલિકની ધરપકડ કરી છે. જોકે ગેસ ગળતરમાં કંપનીના સુપરવાઈઝર સહિત 7 લોકો હજુ પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
કંપનીના સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહિત વિરુદ્ધ ગુનો નોંધ્યો
જેમાંથી કંપનીના સુપરવાઇઝરની પણ સારવાર પૂર્ણ થયા બાદ પોલીસ ધરપકડ કરશે. અમદાવાદના નારોલ વિસ્તારમાં રવિવારે થયેલી ગેસ ગળતરની ઘટના મામલે પોલીસે ફેક્ટરી માલિક વિનોદ અગ્રવાલ અને કંપનીના સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહિત વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જે બે આરોપી પૈકી કંપની માલિક વિનોદ અગ્રવાલની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીની મંગલસિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બે શ્રમિકોને ગંભીર અસર થવાના કારણે મોત થયા
રવિવારે 27મી ઓક્ટોબરના રોજ નારોલ વિસ્તારની દેવી સિન્થેટિક ટેક્સટાઈલ કંપનીમાં કેમિકલ ખાલી કરતા સમયે ગેસ ગળતરની ઘટના બની હતી. જેના કારણે 9 જેટલા શ્રમિકોને અસર પહોંચી હતી. જેમાં બે શ્રમિકોને ગંભીર અસર થવાના કારણે મોત થયા હતા. અન્ય લોકો ગંભીર રીતે ગેસ ગળતરની અસર થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
શ્રમિકો માટે સુરક્ષાની નહતી કોઈ વ્યવસ્થા
ઘટનાની ગંભીરતાને જોતા નારોલ પોલીસે દેવી સિન્થેટિક કંપનીના સંચાલક વિનોદ અગ્રવાલની ધરપકડ કરી લીધી છે. જ્યારે કંપનીના સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહિત હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, કારણ કે તેમને પણ ગેસ ગળતરના કારણે અસર પહોંચી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે કંપની દ્વારા કામ કરતા કર્મચારીઓને માટે સુરક્ષા બાબતે કંઈ પણ કાળજી રાખવામાં ન આવી હતી, મતલબ કે માસ્ક, બુટ, મોજા વગેરે પ્રકારે કોઈ પણ પ્રકારની સુવિધા હતી નહીં. જેના કારણે કામ કરતા કર્મચારીઓના જીવના જોખમે કામ કરાવવામાં આવતું હતું. જે બેદરકારી ના કારણે કમલ યાદવ અને લવકુશ શર્મા નામના યુવકનું મોત થયું હતું.
પોલીસે આ કેસમાં તપાસમાં ધમધમાટ શરૂ કર્યો
નારોલ પોલીસે દેવી સિન્થેટિકમાં બનેલી ઘટના બાદ તપાસમાં ધમધમાટ શરૂ કર્યો છે. સાથે જ વધુ પુરાવા એકઠા કરવા માટે એફએસએલ, જીપીસીબી અને ફેક્ટરી ઈન્સ્પેક્ટર સહિત અન્ય એજન્સીઓમાંથી રિપોર્ટ મગાવ્યા છે. જેથી આરોપીઓ વિરુદ્ધ વધુ પુરાવા એકઠા કરી કાયદાકીય પગલા લીધા છે.