ગુજરાતમાં 28 લાખ વિદ્યાર્થીના ડિજિટલ રેકોર્ડ માટે APAAR -ID બનશે, જાણો શું થશે ફાયદો
One Nation, One Student Scheme : કેન્દ્ર સરકારની વન નેશન,વન સ્ટુડન્ટ યોજના અંતર્ગત નવી શિક્ષણ નીતિના અમલ સાથે હાલ દેશમાં સ્કૂલ શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓના યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના ગત વર્ષથી એકેડેમિમ બેંક ઓફ ક્રેડિટ આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી સ્કૂલોના વિદ્યાર્થીઓના અપાર (ઓટોમેટેડ પરમેન્ટન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી) આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.વાલીની સંમંતિ બાદ આઈડી બનાવાશેજે હેઠળ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયાના આદેશથી રાજ્યની કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ગુજરાત બોર્ડ હેઠળની તમામ માઘ્યમિક-ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોના ધો.9 થી 12ના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ કરાયો છે.કમિશનર ઓફ સ્કૂલના 2022ના સ્ટેસ્ટિકલ રિપોર્ટ મુજબ ધો.9 થી 12માં રાજ્યની ગુજરાત બોર્ડ હેઠળ નોંધાયેલી સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં વિવિધ ધોરણમાં કુલ મળીને 28 લાખ વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ થાય છે. 28 લાખ જેટલા વિદ્યાર્થીઓને હવે અપાર આઈડી બનશે. અપાર આઈડી એ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ડિજિટલ રેકોર્ડ માટેની વન નેશન-વન સ્ટુડન્ટ યોજના છે.આ પણ વાંચો: 2.5 કરોડ વિદ્યાર્થીને મળી 'AADHAR' જેવી 'APAAR' ID, જાણો વન નેશન, વન સ્ટુડન્ટ્સ યોજના શું છે?ધો.9 થી 12ના વિદ્યાર્થીઓના અપાર આઈડીને ડિજિલોકર અને આગળ જતા ઉચ્ચ શિક્ષણના એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સાથે લિંક કરવામા આવશે.આ અપાર આઈડી વિદ્યાર્થી પાસે આજીવન રહેશે અને શૈક્ષણિક સંશાધનોને એક્સેસ કરવામા મદદરૂપ બનશે. આ આઈડી ડિજિલોકર એક્સસ કરવા માટેનું ગેટવે બનશે.આ પણ વાંચો: 'વન નેશન-વન આઈડી'ની જેમ હવે શાળાના વિદ્યાર્થીઓની બનશે APAAR ID, જાણો તેનો ફાયદા અને ઉદ્દેશ્યજે વિદ્યાર્થીઓને તેઓના પરિણામો, સર્વાગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ, રમતગમત એવોડ્ર્સ, સ્કીલ ટ્રેનિંગ સહિત વિવિધ પ્રકારના રેકોર્ડને ડિજિટલી બનાવશે. વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે અને રોજગાર માટે આ ક્રેડિટ સ્કોરનો ઉપોયગ કરી શકે છે. ઉપરાંત ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તથા સ્કૂલ બહારના બાળકોનું ટ્રેકિંગ હવે શક્ય બનશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
One Nation, One Student Scheme : કેન્દ્ર સરકારની વન નેશન,વન સ્ટુડન્ટ યોજના અંતર્ગત નવી શિક્ષણ નીતિના અમલ સાથે હાલ દેશમાં સ્કૂલ શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓના યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના ગત વર્ષથી એકેડેમિમ બેંક ઓફ ક્રેડિટ આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી સ્કૂલોના વિદ્યાર્થીઓના અપાર (ઓટોમેટેડ પરમેન્ટન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી) આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
વાલીની સંમંતિ બાદ આઈડી બનાવાશે
જે હેઠળ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયાના આદેશથી રાજ્યની કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ગુજરાત બોર્ડ હેઠળની તમામ માઘ્યમિક-ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોના ધો.9 થી 12ના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ કરાયો છે.
કમિશનર ઓફ સ્કૂલના 2022ના સ્ટેસ્ટિકલ રિપોર્ટ મુજબ ધો.9 થી 12માં રાજ્યની ગુજરાત બોર્ડ હેઠળ નોંધાયેલી સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં વિવિધ ધોરણમાં કુલ મળીને 28 લાખ વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ થાય છે. 28 લાખ જેટલા વિદ્યાર્થીઓને હવે અપાર આઈડી બનશે. અપાર આઈડી એ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ડિજિટલ રેકોર્ડ માટેની વન નેશન-વન સ્ટુડન્ટ યોજના છે.
આ પણ વાંચો: 2.5 કરોડ વિદ્યાર્થીને મળી 'AADHAR' જેવી 'APAAR' ID, જાણો વન નેશન, વન સ્ટુડન્ટ્સ યોજના શું છે?
ધો.9 થી 12ના વિદ્યાર્થીઓના અપાર આઈડીને ડિજિલોકર અને આગળ જતા ઉચ્ચ શિક્ષણના એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સાથે લિંક કરવામા આવશે.આ અપાર આઈડી વિદ્યાર્થી પાસે આજીવન રહેશે અને શૈક્ષણિક સંશાધનોને એક્સેસ કરવામા મદદરૂપ બનશે. આ આઈડી ડિજિલોકર એક્સસ કરવા માટેનું ગેટવે બનશે.
આ પણ વાંચો: 'વન નેશન-વન આઈડી'ની જેમ હવે શાળાના વિદ્યાર્થીઓની બનશે APAAR ID, જાણો તેનો ફાયદા અને ઉદ્દેશ્ય
જે વિદ્યાર્થીઓને તેઓના પરિણામો, સર્વાગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ, રમતગમત એવોડ્ર્સ, સ્કીલ ટ્રેનિંગ સહિત વિવિધ પ્રકારના રેકોર્ડને ડિજિટલી બનાવશે. વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે અને રોજગાર માટે આ ક્રેડિટ સ્કોરનો ઉપોયગ કરી શકે છે. ઉપરાંત ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તથા સ્કૂલ બહારના બાળકોનું ટ્રેકિંગ હવે શક્ય બનશે.