ગુજરાતમાં ફરી થશે મેઘમહેર: બે બે સિસ્ટમ સક્રિય થતાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Weather News : રાજ્યમાં આગામી છ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં 21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ ખાબક્યો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા અને અમદાવાદના સાણંદ તાલુકામાં 23 મિમી, મહેસાણાના વિજાપુરમાં 19 મિમી, બનાસકાંઠાના વડગામમાં 18 મિમી, મોરબીમાં 16 મિમી, પાટણના સિદ્ધપુરમાં 15 મિમી વરસાદ ખાબક્યો છે.બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઅંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 'ગુજરાતમાંથી ચોમાસાએ હજુ વિદાય લીધી નથી. આગામી ત્રણ દિવસ પછી રાજ્યમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. તેવામાં બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે અરબ સાગરમાં 20 ઓગસ્ટે સિસ્ટમ સક્રિય થતાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા કર્ણાટક સુધીમાં વરસાદ લાવી શકે છે. બીજી તરફ, બંગાળના ઉપસાગરમાં 25થી 30 ઓગસ્ટ સુધીમાં સિસ્ટમ સક્રિય થવાની તેની અસર ગુજરાતમાં જોવા મળશે.'આ પણ વાંચો : ઉદયપુર બબાલ મામલે તંત્રની આ કેવી કાર્યવાહી? આરોપી વિદ્યાર્થીના ભાડાના મકાન પર બુલડોઝર ફેરવ્યું?આ વિસ્તારમાં ખાબકી શકે છે ભારે વરસાદરાજ્યમાં બે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, સિસ્ટમ સક્રિય થવાની સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળતા ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં સપ્ટેમ્બરની શરૂઆતથી સારો એવો વરસાદ ખાબકી શકે છે.18 ઑગસ્ટની આગાહી18 ઑગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 

ગુજરાતમાં ફરી થશે મેઘમહેર: બે બે સિસ્ટમ સક્રિય થતાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rain

Gujarat Weather News : રાજ્યમાં આગામી છ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં 21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ ખાબક્યો 

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા અને અમદાવાદના સાણંદ તાલુકામાં 23 મિમી, મહેસાણાના વિજાપુરમાં 19 મિમી, બનાસકાંઠાના વડગામમાં 18 મિમી, મોરબીમાં 16 મિમી, પાટણના સિદ્ધપુરમાં 15 મિમી વરસાદ ખાબક્યો છે.

બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 'ગુજરાતમાંથી ચોમાસાએ હજુ વિદાય લીધી નથી. આગામી ત્રણ દિવસ પછી રાજ્યમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. તેવામાં બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે અરબ સાગરમાં 20 ઓગસ્ટે સિસ્ટમ સક્રિય થતાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા કર્ણાટક સુધીમાં વરસાદ લાવી શકે છે. બીજી તરફ, બંગાળના ઉપસાગરમાં 25થી 30 ઓગસ્ટ સુધીમાં સિસ્ટમ સક્રિય થવાની તેની અસર ગુજરાતમાં જોવા મળશે.'

આ પણ વાંચો : ઉદયપુર બબાલ મામલે તંત્રની આ કેવી કાર્યવાહી? આરોપી વિદ્યાર્થીના ભાડાના મકાન પર બુલડોઝર ફેરવ્યું?

આ વિસ્તારમાં ખાબકી શકે છે ભારે વરસાદ

રાજ્યમાં બે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, સિસ્ટમ સક્રિય થવાની સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળતા ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં સપ્ટેમ્બરની શરૂઆતથી સારો એવો વરસાદ ખાબકી શકે છે.

18 ઑગસ્ટની આગાહી

18 ઑગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.