ગિરનાર જંગલમાંથી તરૂણી અને યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

મૃતક તરૂણીનું આધારકાર્ડ મળી આવ્યું, યુવકની ઓળખ મેળવવા તજવીજબંનેના મૃતદેહ કોહવાઈ ગયા હોવાથી માથું ઝાડ પર અને ધડ નીચે પડી ગયું, બંને તા.૧૩ના ઘરેથી નીકળ્યાનું અનુમાનજૂનાગઢ: જૂનાગઢના ગિરનાર જંગલ વિસ્તારમાંથી આજે એક તરૂણી અને યુવકનો ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બંને મૃતદેહ કોહવાઇ જતા એક મૃતદેહનું માથું શરીરથી અલગ થઈ ગયું હતું. આ અંગે જાણ થતાં પોલીસે મૃતદેહને પી.એમ.માં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગેની વધુ વિગત મુજબ શહેરના ધરાનગર પાછળના વિસ્તારમાં આવેલા ગિરનાર જંગલ વિસ્તારમાં આજે બે મૃતદેહ ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ અંગે જાણ થતાં પોલીસ, વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોચ્યો હતો. તપાસ કરતા બંનેના મૃતદેહ કોહવાયેલી હાલતમાં હતા. એક મૃતદેહનું માથું ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં હતું. અનવ ધડ નીચે પડયું જોવા મળ્યું હતું. આ દ્રશ્ય જોઈને કર્મચારીઓની કંપારી છૂટી ગઈ હતી.આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે  સ્થળ પરથી  દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નવા ફળીયાના સરનામાં વાળું તરૂણનું આધારકાર્ડ મળ્યું છે. જ્યારે યુવકની ઓળખ થઈ નથી. યુવક તરૂણીના ગામની નજીકનો હોવાનું તેમજ બંને ગત તા.૧૩ ઓગસ્ટના ઘરેથી નીકળી ગયા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. કોઈ સુસાઇડ નોટ મળી નથી. હાલ પોલીસે બંનેના મૃતદેહને પી.એમ.માં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ગિરનાર જંગલમાંથી તરૂણી અને યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


મૃતક તરૂણીનું આધારકાર્ડ મળી આવ્યું, યુવકની ઓળખ મેળવવા તજવીજ

બંનેના મૃતદેહ કોહવાઈ ગયા હોવાથી માથું ઝાડ પર અને ધડ નીચે પડી ગયું, બંને તા.૧૩ના ઘરેથી નીકળ્યાનું અનુમાન

જૂનાગઢ: જૂનાગઢના ગિરનાર જંગલ વિસ્તારમાંથી આજે એક તરૂણી અને યુવકનો ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બંને મૃતદેહ કોહવાઇ જતા એક મૃતદેહનું માથું શરીરથી અલગ થઈ ગયું હતું. આ અંગે જાણ થતાં પોલીસે મૃતદેહને પી.એમ.માં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વધુ વિગત મુજબ શહેરના ધરાનગર પાછળના વિસ્તારમાં આવેલા ગિરનાર જંગલ વિસ્તારમાં આજે બે મૃતદેહ ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ અંગે જાણ થતાં પોલીસ, વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોચ્યો હતો. તપાસ કરતા બંનેના મૃતદેહ કોહવાયેલી હાલતમાં હતા. એક મૃતદેહનું માથું ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં હતું. અનવ ધડ નીચે પડયું જોવા મળ્યું હતું. આ દ્રશ્ય જોઈને કર્મચારીઓની કંપારી છૂટી ગઈ હતી.

આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે  સ્થળ પરથી  દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નવા ફળીયાના સરનામાં વાળું તરૂણનું આધારકાર્ડ મળ્યું છે. જ્યારે યુવકની ઓળખ થઈ નથી. યુવક તરૂણીના ગામની નજીકનો હોવાનું તેમજ બંને ગત તા.૧૩ ઓગસ્ટના ઘરેથી નીકળી ગયા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. કોઈ સુસાઇડ નોટ મળી નથી. હાલ પોલીસે બંનેના મૃતદેહને પી.એમ.માં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.