ગાંધીનગર પોલીસે સાક્ષીઓ પર કેસમાં સમાધાન માટે દબાણ કરાયાનો આક્ષેપ

અમદાવાદ,ગુરૂવારમહિલા સાથે દુષ્કર્મ મામલે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ ગાંધીનગરના સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની તપાસને લઇને ફરિયાદી દ્વારા  પોલીસ પર ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. જેમાં કેસના સાક્ષીઓના નિવેદનની કામગીરી દરમિયાન ગજેન્દ્રસિંહના પિતા ઉદેસિંહ પરમારના કહેવાથી પોલીસ દ્વારા કેસના ફરિયાદી સમધાન કરે તે માટે દબાણ ઉભુ કરવામાં આવી રહ્યું  છે. બીજી તરફ દુષ્કર્મનો ગુનો નોંધાયા બાદ ગજેન્દ્રસિંહ પરમાર ફરાર છે.  જો કે હજુ સુધી તેની શોધખોળ કરવા  માટે પોલીસે કોઇ કામગીરી કરી ન હોવાનોે પણ આરોપ લગાવવામાં આવ્યો છે.અમદાવાદમાં રહેતી અને ભાજપની મહિલા સભ્ય સાથે મિત્રતા કેળવ્યા બાદ લગ્નની લાલચ આપ્યા બાદ ગાંધીનગર સેક્ટર-૨૧માં આવેલા સદસ્ય નિવાસમાં આવેલા સત્તાવાર ક્વાટર્સમાં બોલાવીને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે શારિરીક સબધ બનાવ્યા  હતા. જો કે ત્યારબાદ મહિલા સાથે વાત કરવાનું બંધ કરવાની સાથે સંબધ કાપી નાખ્યા હતા.

ગાંધીનગર પોલીસે સાક્ષીઓ પર કેસમાં સમાધાન માટે દબાણ કરાયાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

મહિલા સાથે દુષ્કર્મ મામલે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ ગાંધીનગરના સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની તપાસને લઇને ફરિયાદી દ્વારા  પોલીસ પર ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. જેમાં કેસના સાક્ષીઓના નિવેદનની કામગીરી દરમિયાન ગજેન્દ્રસિંહના પિતા ઉદેસિંહ પરમારના કહેવાથી પોલીસ દ્વારા કેસના ફરિયાદી સમધાન કરે તે માટે દબાણ ઉભુ કરવામાં આવી રહ્યું  છે. બીજી તરફ દુષ્કર્મનો ગુનો નોંધાયા બાદ ગજેન્દ્રસિંહ પરમાર ફરાર છે.  જો કે હજુ સુધી તેની શોધખોળ કરવા  માટે પોલીસે કોઇ કામગીરી કરી ન હોવાનોે પણ આરોપ લગાવવામાં આવ્યો છે.અમદાવાદમાં રહેતી અને ભાજપની મહિલા સભ્ય સાથે મિત્રતા કેળવ્યા બાદ લગ્નની લાલચ આપ્યા બાદ ગાંધીનગર સેક્ટર-૨૧માં આવેલા સદસ્ય નિવાસમાં આવેલા સત્તાવાર ક્વાટર્સમાં બોલાવીને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે શારિરીક સબધ બનાવ્યા  હતા. જો કે ત્યારબાદ મહિલા સાથે વાત કરવાનું બંધ કરવાની સાથે સંબધ કાપી નાખ્યા હતા.