કિશનવાડી વુડા આવાસમાં સીલીંગના પોપડા પડતાં દંપતીને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કિશનવાડી વુડા આવાસ યોજનામાં આજે એક મકાનમાં સીલીંગના પોપડા પડતા દંપતીને ઇજા પહોંચી હતી. મોટાભાગના આવાસો ખખડધજ બન્યા હોય સ્થાનિકોએ રીનોવેશનની માંગ કરી હતી.
કિશનવાડી વિસ્તારમાં આવેલી વુડા આવાસ યોજનામાં સવારે બ્લોક નં. 37ના મકાન નં. 16માં સીલીંગના પોપડા પડતાં દંપતીને ઈજા પહોંચી હતી. બેડરૂમમાં બેસેલા ઉમેશભાઈ સિસોદિયા અને તેમની પત્ની રોમાબેન પર અચાનક સીલીંગનો ભાગ તૂટીને પડતાં ઘાયલ થયા હતા. રોમાબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પતિ ઉમેશભાઈને કમર અને પગમાં હળવી ઈજા થઈ હતી.
What's Your Reaction?






