કચરાના કન્ટેનરો હટાવી દેતા સ્વચ્છતાના આગ્રહી લોકો મુશ્કેલીમાં: પુનઃ મૂકવા માગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Corporation : વડોદરા શહેરમાં દિવસ દરમિયાનમાં ઘરગથ્થુ ભેગો થતો કચરો નજીકમાં મૂકવામાં આવેલા કન્ટેનરમાં લોકો નાખીને સ્વચ્છતા રાખતા હતા પરંતુ કોર્પોરેશનના વહીવટી તંત્રના તઘલઘી નિર્ણયને કારણે કન્ટેનરો હટાવી દેવાતા લોકો દિવસ દરમિયાનમાં ભેગો થયેલો કચરો ક્યાં નાખશે તે એક સવાલ ઉભો થયો છે. આ અંગે વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણી એડવોકેટ શૈલેષ અમીને મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુને પત્ર લખી કન્ટેનર મૂકવાની માંગણી કરી છે. ઘરગથ્થું કચરો નાખવાના તમામ કન્ટેઈનરો ઉઠાવી લીધા તો દિવસ દરમ્યાન નાગરીકો એ સ્વમેળે કચરો નાખવો હોય તો કચરો નાખવો ક્યા..?
નગરજનોને સ્વચ્છતાનું પાલન કરવું છે, ઘરઘથ્થુ નીકળેલો કચરો, વિવિધ સ્થળોએ મુકેલા કચરાના કન્ટેઈનરોમાં નાખવા જતા હતા, પરંતુ વડોદરા કોર્પોરેશનના તઘલઘી શાશન અને વહીવટ દ્વારા કચરો નાખવાના કન્ટેઈનરો ઉઠાવી લઇને નગરજનોને રસ્તા ઉપર ઘરગથ્થું કચરો નાખવા મજબુર કરવામાં રસ લાગે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

