અહો આશ્ચર્યમ ! ગણિતની પરીક્ષામાં શિક્ષક નાપાસ, વિદ્યાર્થી આ રીતે બચ્યો

પેપર ચેકિંગની એક એવી ઘટના સામે આવી છે, જેમાં શિક્ષકોને શર્મસાર થવુ પડ્યુ છે. એક શિક્ષકે પેપર ચેક કરતી વખતે માર્સની ગણતરીમાં ભુલો કરી છે. જેના કારણે ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નાપાસ થયો હતો. નવાઈની વાત તો એ છે કે, આ ભુલ ગણિતના જ શિક્ષકે કરી છે. ત્યારે વાલીઓમાં ચિંતા છે કે, જો ગણિતના જ શિક્ષક ગણતરીમાં ભુલ કરે છે તો બાળકોના ભાવી ઘડતરનુ શું? આવો જાણીએ શું છે સમગ્ર મામલોગણિતના શિક્ષકે ગણતરીમાં કરી ભુલગણિતના એક શિક્ષક, જેમણે પેપર ચેક કરતી વખતે માર્ક્સની ગણતરીમાં કુલ 30 માર્ક્સની ભૂલ કરી હતી, જેના કારણે એક વિદ્યાર્થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો હતો. આ શિક્ષકને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગુજરાતના 4000 થી વધુ શિક્ષકોને બોર્ડની પરીક્ષામાં થયેલી કુલ ભૂલોને કારણે કુલ 64 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રી-ચેકીંગ બાદ મામલો પ્રકાશમાં આવ્યોપ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ 10 માં ભણતા એક વિદ્યાર્થીને ગણીતમાં ધાર્યા કરતા ઓધા માર્ક્સ આવ્યા હતા. જેથી તે નાપાસ થયો હતો. નાપાસ થતા તેણે પેપર રી-ચેકીંગ માટેની અરજી કરી હતી. જેમાં તેના 30 માર્ક્સ વધ્યા હતા. ત્યારબાદ, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) ને જાણવા મળ્યું કે, ગણિતના જ શિક્ષકે કુલ માર્ક્સની ગણતરી કરતી વખતે ભૂલ કરી હતી. તમને જણાવી દઈએ કે, આવી ભુલો કરનારા શિક્ષકોમાં 100 થી વધુ શિક્ષકો એવા છે. જેમણે 10 કે તેથી વધુ માર્કસની ગણતરીની ભૂલો કરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ તમામ ગણિતના શિક્ષકો છે, આ વિગત GSEBના અધિકારીઓએ સમાચાર એજન્સીને આપી હતી. શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યોધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પેપરો તપાસનારા કુલ 1,654 શિક્ષકોને ગુણની ગણતરીમાં ભૂલો બદલ 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એક માર્કના પ્રશ્નમાં દરેક ભૂલ બદલ શિક્ષકોને 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પેપર તપાસનાર 1,404 શિક્ષકોને 24.31 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પેપરનું મૂલ્યાંકન કરનારા 1,430 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે. ગુજરાત હાયર સેકન્ડરી ટીચર્સ એસોસિયેશનના પ્રમુખ ભરત પટેલે જણાવ્યું હતું કે કુલ માર્કસ દરમિયાન ભૂલો કરવા બદલ કુલ રૂ. 19.66 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, કુલ ગણતરી કરતી વખતે ઘણા શિક્ષકો માર્ક્સને આગળ ન લઈ જવાની ભુલ કરે છે. ચોક્કસ જવાબોના માર્કસની અવગણના અને અડધા માર્કસને રાઉન્ડ ન કરવા જેવી બાબતોનોને કારણે 10 થી વધુ માર્ક્સની ગણતરીની ભૂલો થઈ હતી. ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, કેટલાક શિક્ષકોએ અંતિમ ગણતરી કરતી વખતે અડધા માર્કસ, જેમ કે 2.5 અથવા 5.5 પૂર્ણ કર્યા ન હતા, જેના કારણે ભૂલ થઈ હતી. શિક્ષકોની આ ભુલ વિદ્યાર્થીઓ માટે સમસ્યાGSEBના વાઇસ ચેરમેન પટેલે જણાવ્યું હતું કે, ઘણા વિદ્યાર્થીઓએ પેપર રી ચેકીંગ માટે અરજી આપ્યા બાદ માર્ક્સની ગણતરીમાં ભૂલો હોવાનુ પ્રકાશમાં આવ્યુ છે. શિક્ષકોની આ ભુલ વિદ્યાર્થીઓ માટે સમસ્યા ઉભી કરે છે. કારણ કે આગામી વર્ગમાં પ્રવેશ ધોરણ 10 માં મેળવેલા ગુણના આધારે મળે છે.

અહો આશ્ચર્યમ ! ગણિતની પરીક્ષામાં શિક્ષક નાપાસ, વિદ્યાર્થી આ રીતે બચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પેપર ચેકિંગની એક એવી ઘટના સામે આવી છે, જેમાં શિક્ષકોને શર્મસાર થવુ પડ્યુ છે. એક શિક્ષકે પેપર ચેક કરતી વખતે માર્સની ગણતરીમાં ભુલો કરી છે. જેના કારણે ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નાપાસ થયો હતો. નવાઈની વાત તો એ છે કે, આ ભુલ ગણિતના જ શિક્ષકે કરી છે. ત્યારે વાલીઓમાં ચિંતા છે કે, જો ગણિતના જ શિક્ષક ગણતરીમાં ભુલ કરે છે તો બાળકોના ભાવી ઘડતરનુ શું? આવો જાણીએ શું છે સમગ્ર મામલો

ગણિતના શિક્ષકે ગણતરીમાં કરી ભુલ

ગણિતના એક શિક્ષક, જેમણે પેપર ચેક કરતી વખતે માર્ક્સની ગણતરીમાં કુલ 30 માર્ક્સની ભૂલ કરી હતી, જેના કારણે એક વિદ્યાર્થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો હતો. આ શિક્ષકને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગુજરાતના 4000 થી વધુ શિક્ષકોને બોર્ડની પરીક્ષામાં થયેલી કુલ ભૂલોને કારણે કુલ 64 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રી-ચેકીંગ બાદ મામલો પ્રકાશમાં આવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ 10 માં ભણતા એક વિદ્યાર્થીને ગણીતમાં ધાર્યા કરતા ઓધા માર્ક્સ આવ્યા હતા. જેથી તે નાપાસ થયો હતો. નાપાસ થતા તેણે પેપર રી-ચેકીંગ માટેની અરજી કરી હતી. જેમાં તેના 30 માર્ક્સ વધ્યા હતા. ત્યારબાદ, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) ને જાણવા મળ્યું કે, ગણિતના જ શિક્ષકે કુલ માર્ક્સની ગણતરી કરતી વખતે ભૂલ કરી હતી.

તમને જણાવી દઈએ કે, આવી ભુલો કરનારા શિક્ષકોમાં 100 થી વધુ શિક્ષકો એવા છે. જેમણે 10 કે તેથી વધુ માર્કસની ગણતરીની ભૂલો કરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ તમામ ગણિતના શિક્ષકો છે, આ વિગત GSEBના અધિકારીઓએ સમાચાર એજન્સીને આપી હતી.

શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો

ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પેપરો તપાસનારા કુલ 1,654 શિક્ષકોને ગુણની ગણતરીમાં ભૂલો બદલ 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એક માર્કના પ્રશ્નમાં દરેક ભૂલ બદલ શિક્ષકોને 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પેપર તપાસનાર 1,404 શિક્ષકોને 24.31 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પેપરનું મૂલ્યાંકન કરનારા 1,430 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે. ગુજરાત હાયર સેકન્ડરી ટીચર્સ એસોસિયેશનના પ્રમુખ ભરત પટેલે જણાવ્યું હતું કે કુલ માર્કસ દરમિયાન ભૂલો કરવા બદલ કુલ રૂ. 19.66 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અહેવાલ મુજબ, કુલ ગણતરી કરતી વખતે ઘણા શિક્ષકો માર્ક્સને આગળ ન લઈ જવાની ભુલ કરે છે. ચોક્કસ જવાબોના માર્કસની અવગણના અને અડધા માર્કસને રાઉન્ડ ન કરવા જેવી બાબતોનોને કારણે 10 થી વધુ માર્ક્સની ગણતરીની ભૂલો થઈ હતી. ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, કેટલાક શિક્ષકોએ અંતિમ ગણતરી કરતી વખતે અડધા માર્કસ, જેમ કે 2.5 અથવા 5.5 પૂર્ણ કર્યા ન હતા, જેના કારણે ભૂલ થઈ હતી.

શિક્ષકોની આ ભુલ વિદ્યાર્થીઓ માટે સમસ્યા

GSEBના વાઇસ ચેરમેન પટેલે જણાવ્યું હતું કે, ઘણા વિદ્યાર્થીઓએ પેપર રી ચેકીંગ માટે અરજી આપ્યા બાદ માર્ક્સની ગણતરીમાં ભૂલો હોવાનુ પ્રકાશમાં આવ્યુ છે. શિક્ષકોની આ ભુલ વિદ્યાર્થીઓ માટે સમસ્યા ઉભી કરે છે. કારણ કે આગામી વર્ગમાં પ્રવેશ ધોરણ 10 માં મેળવેલા ગુણના આધારે મળે છે.