અમદાવાદ: સરદારનગરમાં PCBના દરોડા, વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો, મકાન માલિક સહિત બે ફરાર

Apr 23, 2026 - 14:00
અમદાવાદ: સરદારનગરમાં PCBના દરોડા, વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો, મકાન માલિક સહિત બે ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Illegal Liquor In Ahmedabad: અમદાવાદમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ સરદારનગર વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. રહેણાંક મકાનમાં ચાલતા દારૂના વેપલા પર ત્રાટકેલી પોલીસે વિદેશી દારૂ અને બિયરની કુલ 598 બોટલો સાથે એક શખસને રંગેહાથ ઝડપી પાડ્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખસોને વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરી છે.

બાતમીના આધારે સમરથ નગરમાં દરોડો

મળતી માહિતી અનુસાર, પીસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે સરદારનગરના આંબાવાડી ચાર રસ્તા પાસે આવેલા સમરથ નગરના એક મકાનમાં મોટા પાયે વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી 28 વર્ષીય અમિત સુધવાણી નામનો શખસ મળી આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0