અમદાવાદ: 'મારી દીકરીને ભૂલી જજે..', પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હાલું કર્યું હતું

May 7, 2026 - 04:00
અમદાવાદ: 'મારી દીકરીને ભૂલી જજે..', પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હાલું કર્યું હતું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

self-destruction

Ahmedabad News: અમદાવાદના ઓઢવમાં આવેલા સુવાસ ઓરમ ફ્લેટમાં રહેતા 21 વર્ષીય આશિષ શાહ નામના યુવકે પાંચ મહિના પૂર્વે ગાંધીનગરની નભોઈ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે અને મૃતકના પિતા દ્વારા ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ

પોલીસ ફરિયાદ મુજબ, આશિષની પ્રેમિકાના પિતા દ્વારા અપાતી સતત ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને યુવકે મોતને વહાલું કર્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે હાલ યુવતીના પિતા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0