અમદાવાદના શખ્સે આણંદ જિલ્લાના 29 જમીન માલિકોના વારસાઈ તરીકે ખોટી નોંધ પડાવી

- કલેકટર કચેરીમાં આરટીએસ રિવિઝન કેસની સુનાવણી- ચંદુભાઇ મંગળભાઇના નામના 29  જમીન માલિકો અને ખોટી નોંધ પડાવનાર શખ્સને સાંભળવામાં આવ્યાઆણંદ : અમદાવાદના મધુસુદન ચંદુભાઈ બ્રહ્મભટ્ટે આણંદ જિલ્લાના ૨૯ જેટલા ચંદુભાઈ મંગળભાઈના નામની જમીનમાં ૭/૧૨ના ઉતારામાં પોતે વારસાઈ ધરાવતા હોવાના નકલી પુરાવા રજૂ કરી કાચી નોંધો પડાવી હતી. જેથી ૨૯ વ્યક્તિઓને નોટિસથી જાણ કરાઈ હતી. જેથી તમામ ૨૯ ચંદુભાઈ મંગળભાઈએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. જે અંગે મંગળવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આરટીએસ રિવીઝન કેસની (રેવેન્યૂ એન્ટ્રીને લગતા કેસની) પ્રથમ સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં બંને પક્ષો હાજર રહેતા જિલ્લા કલેક્ટરે તમામની રજૂઆત સાંભળી હતી. આણંદ જિલ્લાના જેસરવા, મઘરોલ, પાળજ, ખડાણા, આંકલાવડી, ચિખોદરા, દાવલપુરા, વડોદ, કાસોર, અહીમાં, ઋણજ, ભરોડા, અજરપુરા, સિંહોલ, પંડોળી, સોજિત્રા, મોરડ ગામોમાં આવેલી જમીનોમાં ૭/૧૨માં અટક વિના ચંદુભાઈ મંગળભાઈના નામ છે. જેથી મધુસુદન ચંદુલાલ બ્રહ્મભટ્ટે કાચી નોંધો પડાવી, જે-તે ગામની જમીનોના વારસાઈ માલિક હોવાના ખોટા પુરાવા ઉભા કર્યા હતા. આ અંગે મૂળ ચંદુલાલ મંગળભાઈને જાણ થતાં તમામ ગામોના મૂળ માલિકોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં આરટીએસ કેસ દાખલ કરી તમામ કાચી નોંધને રદ કરવાની માંગ કરી છે.સોજિત્રા તાલુકાના રૂણજ ગામે પરમાર ચંદુભાઈ મંગળભાઈની સર્વેનં/બ્લોક નં.૨૪૩વાળી ખેતીની જમીન આવેલી છે. આ જમીન તેમના પિતા મંગળભાઈ શનાભાઈ બીજ જેઠાલાલભાઈએ રજી.દસ્તાવેજથી તા.૧૬ ફેબુ્રઆરી, ૧૯૮૯ના રોજ તેના મુળ માલિક મધુબેન શીવાભાઈ પટેલ (રહે.નાર) પાસેથી વેચાણ રાખી હતી અને તેની નોંધ રેકર્ડમાં એન્ટ્રી નં.૧૧૬૭ તા.૨૨-૯-૧૯૯૭ના રોજ પડી હતી.જે નોંધ તા.૨૦-૯-૯૭ના રોજ મંજુર થઈ હતી. બાદમાં તા.૨૧-૧૦-૧૯૯૮ના રોજ મંગળભાઈ શનાભાઈનું અવસાન થતાં તેમની જમીનોમાં તા.૭-૭-૨૦૦૦ના રોજ વારસાઈ કરાવેલી હતી અને તેમાં પરમાર ચંદુભાઈ મંગળભાઈ તથા તેમના માતા તથા બીજા ભાઈઓની વારસાઈ નોંધ નં.૧૪૩૪ પડી હતી. જે નોંધ તા.૧-૧૨-૨૦૦૦ના રોજ મંજુર થઈ હતી. આ જમીન ચંદુભાઈ મંગળભાઈ પરમારની વડિલોપાર્જિત છે, તેમજ મધુસુદન ચંદુભાઈ બ્રહ્મભટ્ટ તેમના દૂર દૂર સુધી કોઈ સગા ન હોવા છતાં મધુસુદને ચંદુભાઈ મંગળભાઈ પરમારની જમીનમાં નોંધ નં.૩૯૫૫ તા.૨૬-૪-૨૨ના રોજ વારસાઈ નોંધ પડાવી હોવાી જાણ થતાં તેમણે તા. ૧૭-૫-૨૦૨૨ના રોજ લેખિત વાંધો આપ્યો છે. તે આધારે તકરારી કેસ નં.૩૫/૨૨ નીચેની કોર્ટમાં ચાલ્યો હતો અને તે કામે નીચેની કોર્ટ જોઈ તપાસીને આ કામના અરજદારે પડાવેલી નોંધ નં.૩૯૫૫ નામંજુર કરવાનો હુકમ કર્યો છે. તેમજ મધુસુદન મૂળ અમદાવાદના રહિશ હોવા સાથે તેના પિતા ચંદુભાઈ પણ અમદાવાદ ખાતે મૈયત થયા હતા. તેમણે વર્ષ ૧૯૫૦-૫૧થી ૭/૧૨ની નકલો તથા તેમાં પડેલી નોંધો રજૂ કરવાના બદલે જાણી  બુઝીને પિતાના ભળતા નામનો દુરઉપયોગ કરી હાલની એન્ટ્રી પડાવેલી હોવાથી રેકર્ડની ચકાસણી કરી નોંધ પાડનાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરાઈ છે. 

અમદાવાદના શખ્સે આણંદ જિલ્લાના 29 જમીન માલિકોના વારસાઈ તરીકે ખોટી નોંધ પડાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- કલેકટર કચેરીમાં આરટીએસ રિવિઝન કેસની સુનાવણી

- ચંદુભાઇ મંગળભાઇના નામના 29  જમીન માલિકો અને ખોટી નોંધ પડાવનાર શખ્સને સાંભળવામાં આવ્યા

આણંદ : અમદાવાદના મધુસુદન ચંદુભાઈ બ્રહ્મભટ્ટે આણંદ જિલ્લાના ૨૯ જેટલા ચંદુભાઈ મંગળભાઈના નામની જમીનમાં ૭/૧૨ના ઉતારામાં પોતે વારસાઈ ધરાવતા હોવાના નકલી પુરાવા રજૂ કરી કાચી નોંધો પડાવી હતી. જેથી ૨૯ વ્યક્તિઓને નોટિસથી જાણ કરાઈ હતી. જેથી તમામ ૨૯ ચંદુભાઈ મંગળભાઈએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. જે અંગે મંગળવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આરટીએસ રિવીઝન કેસની (રેવેન્યૂ એન્ટ્રીને લગતા કેસની) પ્રથમ સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં બંને પક્ષો હાજર રહેતા જિલ્લા કલેક્ટરે તમામની રજૂઆત સાંભળી હતી. 

આણંદ જિલ્લાના જેસરવા, મઘરોલ, પાળજ, ખડાણા, આંકલાવડી, ચિખોદરા, દાવલપુરા, વડોદ, કાસોર, અહીમાં, ઋણજ, ભરોડા, અજરપુરા, સિંહોલ, પંડોળી, સોજિત્રા, મોરડ ગામોમાં આવેલી જમીનોમાં ૭/૧૨માં અટક વિના ચંદુભાઈ મંગળભાઈના નામ છે. જેથી મધુસુદન ચંદુલાલ બ્રહ્મભટ્ટે કાચી નોંધો પડાવી, જે-તે ગામની જમીનોના વારસાઈ માલિક હોવાના ખોટા પુરાવા ઉભા કર્યા હતા. આ અંગે મૂળ ચંદુલાલ મંગળભાઈને જાણ થતાં તમામ ગામોના મૂળ માલિકોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં આરટીએસ કેસ દાખલ કરી તમામ કાચી નોંધને રદ કરવાની માંગ કરી છે.

સોજિત્રા તાલુકાના રૂણજ ગામે પરમાર ચંદુભાઈ મંગળભાઈની સર્વેનં/બ્લોક નં.૨૪૩વાળી ખેતીની જમીન આવેલી છે. આ જમીન તેમના પિતા મંગળભાઈ શનાભાઈ બીજ જેઠાલાલભાઈએ રજી.દસ્તાવેજથી તા.૧૬ ફેબુ્રઆરી, ૧૯૮૯ના રોજ તેના મુળ માલિક મધુબેન શીવાભાઈ પટેલ (રહે.નાર) પાસેથી વેચાણ રાખી હતી અને તેની નોંધ રેકર્ડમાં એન્ટ્રી નં.૧૧૬૭ તા.૨૨-૯-૧૯૯૭ના રોજ પડી હતી.

જે નોંધ તા.૨૦-૯-૯૭ના રોજ મંજુર થઈ હતી. બાદમાં તા.૨૧-૧૦-૧૯૯૮ના રોજ મંગળભાઈ શનાભાઈનું અવસાન થતાં તેમની જમીનોમાં તા.૭-૭-૨૦૦૦ના રોજ વારસાઈ કરાવેલી હતી અને તેમાં પરમાર ચંદુભાઈ મંગળભાઈ તથા તેમના માતા તથા બીજા ભાઈઓની વારસાઈ નોંધ નં.૧૪૩૪ પડી હતી. જે નોંધ તા.૧-૧૨-૨૦૦૦ના રોજ મંજુર થઈ હતી. આ જમીન ચંદુભાઈ મંગળભાઈ પરમારની વડિલોપાર્જિત છે, તેમજ મધુસુદન ચંદુભાઈ બ્રહ્મભટ્ટ તેમના દૂર દૂર સુધી કોઈ સગા ન હોવા છતાં મધુસુદને ચંદુભાઈ મંગળભાઈ પરમારની જમીનમાં નોંધ નં.૩૯૫૫ તા.૨૬-૪-૨૨ના રોજ વારસાઈ નોંધ પડાવી હોવાી જાણ થતાં તેમણે તા. ૧૭-૫-૨૦૨૨ના રોજ લેખિત વાંધો આપ્યો છે. તે આધારે તકરારી કેસ નં.૩૫/૨૨ નીચેની કોર્ટમાં ચાલ્યો હતો અને તે કામે નીચેની કોર્ટ જોઈ તપાસીને આ કામના અરજદારે પડાવેલી નોંધ નં.૩૯૫૫ નામંજુર કરવાનો હુકમ કર્યો છે. તેમજ મધુસુદન મૂળ અમદાવાદના રહિશ હોવા સાથે તેના પિતા ચંદુભાઈ પણ અમદાવાદ ખાતે મૈયત થયા હતા. તેમણે વર્ષ ૧૯૫૦-૫૧થી ૭/૧૨ની નકલો તથા તેમાં પડેલી નોંધો રજૂ કરવાના બદલે જાણી  બુઝીને પિતાના ભળતા નામનો દુરઉપયોગ કરી હાલની એન્ટ્રી પડાવેલી હોવાથી રેકર્ડની ચકાસણી કરી નોંધ પાડનાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરાઈ છે.