અંબાજી યાત્રામાં VIPની સરાભરા માટે ટ્રસ્ટે કરેલો ખર્ચ સરકારે આખરે ચૂકવ્યો જ નહીં!
Shri Ambaji Mata Devasthan Trust: યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠના દર્શને ગયેલા સત્તાધારી ભાજપના ધારાસભ્યોની સરભરા પાછળ રાજકીય નેતાના ઇશારે દેવસ્થાન ટ્રસ્ટે કરેલો 11.12 લાખ રૂપિયાનો ખર્ચો આખું વર્ષ પૂરું થવા છતાં સરકારના સક્ષમ વિભાગે આપ્યો નહીં હોવાથી આ ખર્ચ આખરે ટ્રસ્ટને ભોગવવાનો વારો આવ્યો છે.વિધાનસભાના સ્પીકર દ્વારા ગયા ફેબ્રુઆરી મહિનામાં મુખ્યમંત્રી, કેબિનેટના સભ્યો, પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોને શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં લઈ જવામાં આવ્યા હતા. આ પ્રવાસ દરમ્યાન 300 જેટલા વીઆઈપીની સરભરા પાછળ 11,12,325 રૂપિયા ખર્ચાયા હતા. આ ખર્ચ કોણ કરે તે નિશ્વિત ન હતું પરંતુ દેવસ્થાન ટ્રસ્ટને કહેવાયું હતું કે સરકારની ગ્રાન્ટમાંથી આ રૂપિયા સરભર કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Shri Ambaji Mata Devasthan Trust: યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠના દર્શને ગયેલા સત્તાધારી ભાજપના ધારાસભ્યોની સરભરા પાછળ રાજકીય નેતાના ઇશારે દેવસ્થાન ટ્રસ્ટે કરેલો 11.12 લાખ રૂપિયાનો ખર્ચો આખું વર્ષ પૂરું થવા છતાં સરકારના સક્ષમ વિભાગે આપ્યો નહીં હોવાથી આ ખર્ચ આખરે ટ્રસ્ટને ભોગવવાનો વારો આવ્યો છે.
વિધાનસભાના સ્પીકર દ્વારા ગયા ફેબ્રુઆરી મહિનામાં મુખ્યમંત્રી, કેબિનેટના સભ્યો, પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોને શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં લઈ જવામાં આવ્યા હતા. આ પ્રવાસ દરમ્યાન 300 જેટલા વીઆઈપીની સરભરા પાછળ 11,12,325 રૂપિયા ખર્ચાયા હતા. આ ખર્ચ કોણ કરે તે નિશ્વિત ન હતું પરંતુ દેવસ્થાન ટ્રસ્ટને કહેવાયું હતું કે સરકારની ગ્રાન્ટમાંથી આ રૂપિયા સરભર કરવામાં આવશે.