સોમનાથ મંદિરમાં ઓનલાઇન અને ઓફલાઈન માધ્યમથી સેંકડો ભક્તોએ કર્યું લક્ષ્મી પૂજન

સોમનાથ મહાદેવના સાનિધ્ય સાથે ભક્તો ઓનલાઇન અને પ્રત્યક્ષ શ્રદ્ધાળુ લક્ષ્મી પૂજન કરી ધન્ય બન્યા છે. દેશભરમાંથી ઓનલાઇન માધ્યમે સેંકડો ભક્તો જોડાયા તેમજ મંદિરના સંકીર્તન ભવનમાં મોટી સંખ્યામાં ભાવિકો પ્રત્યક્ષ રૂપે લક્ષ્મી પૂજનમાં ભક્તો જોડાયા. ઓનલાઇન અને ઓફલાઈન માધ્યમથી લક્ષ્મી પૂજન દિપાવલીના પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને વિધિવત લક્ષ્મી પૂજન કરાવવામાં આવ્યું હતું. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન અને ઓફલાઈન માધ્યમથી લક્ષ્મી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. બન્ને માધ્યમથી સેંકડો ભક્તો લક્ષ્મી પૂજનમાં જોડાયા અગાઉથી જ પૂજન પંજીકૃત કરાવેલ શ્રદ્ધાળુઓનો સંપર્ક કરીને સુચારુ રૂપે ઓનલાઇન માધ્યમથી જોડીને તેમજ સોમનાથ મંદિરે પ્રત્યક્ષ આવનાર શ્રદ્ધાળુઓને મંદિરના સંકીર્તન ભવન ખાતે પૂજન કરાવવામાં આવ્યું હતું. બન્ને માધ્યમના લક્ષ્મી પૂજનમાં શ્રી યંત્ર, શ્રીગણેશ, રોજમેળ (એકાઉન્ટ બુક), લેખનીનું વિજય વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું હતું. ઓનલાઇન માધ્યમથી જોડાયેલ ભાવિકોના રોજમેળનું પૂજન ઓનલાઇન માધ્યમથી જોડાયેલ ભાવિકોના રોજમેળનું સોમનાથ ખાતે પંડિતજી દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. આમ શાસ્ત્ર અનુસાર લક્ષ્મી પૂજન કરી વિક્રમ સવંત 2081 તમામ ભક્તોને શુભ ફળ આપનાર અને સ્થિર અને શુભ લક્ષ્મી પ્રાપ્ત કરાવનાર રહે તેવા આશીર્વાદ શ્રી સોમનાથ મહાદેવ પાસે માગવામાં આવ્યા હતા. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વિશ્વ વ્યાપી પૂજન ઓનલાઇન તેમજ ઓફલાઈન માધ્યમથી સોમનાથ મંદિર સાથે જોડાયેલ લક્ષ્મી પૂજન પૂજાના યજમાનોએ ટ્રસ્ટના આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વિશ્વ વ્યાપી પૂજન અભિગમને વખાણ્યો હતો અને આયોજન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. 

સોમનાથ મંદિરમાં ઓનલાઇન અને ઓફલાઈન માધ્યમથી સેંકડો ભક્તોએ કર્યું લક્ષ્મી પૂજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સોમનાથ મહાદેવના સાનિધ્ય સાથે ભક્તો ઓનલાઇન અને પ્રત્યક્ષ શ્રદ્ધાળુ લક્ષ્મી પૂજન કરી ધન્ય બન્યા છે. દેશભરમાંથી ઓનલાઇન માધ્યમે સેંકડો ભક્તો જોડાયા તેમજ મંદિરના સંકીર્તન ભવનમાં મોટી સંખ્યામાં ભાવિકો પ્રત્યક્ષ રૂપે લક્ષ્મી પૂજનમાં ભક્તો જોડાયા.

ઓનલાઇન અને ઓફલાઈન માધ્યમથી લક્ષ્મી પૂજન

દિપાવલીના પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને વિધિવત લક્ષ્મી પૂજન કરાવવામાં આવ્યું હતું. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન અને ઓફલાઈન માધ્યમથી લક્ષ્મી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

બન્ને માધ્યમથી સેંકડો ભક્તો લક્ષ્મી પૂજનમાં જોડાયા

અગાઉથી જ પૂજન પંજીકૃત કરાવેલ શ્રદ્ધાળુઓનો સંપર્ક કરીને સુચારુ રૂપે ઓનલાઇન માધ્યમથી જોડીને તેમજ સોમનાથ મંદિરે પ્રત્યક્ષ આવનાર શ્રદ્ધાળુઓને મંદિરના સંકીર્તન ભવન ખાતે પૂજન કરાવવામાં આવ્યું હતું. બન્ને માધ્યમના લક્ષ્મી પૂજનમાં શ્રી યંત્ર, શ્રીગણેશ, રોજમેળ (એકાઉન્ટ બુક), લેખનીનું વિજય વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું હતું.

ઓનલાઇન માધ્યમથી જોડાયેલ ભાવિકોના રોજમેળનું પૂજન

ઓનલાઇન માધ્યમથી જોડાયેલ ભાવિકોના રોજમેળનું સોમનાથ ખાતે પંડિતજી દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. આમ શાસ્ત્ર અનુસાર લક્ષ્મી પૂજન કરી વિક્રમ સવંત 2081 તમામ ભક્તોને શુભ ફળ આપનાર અને સ્થિર અને શુભ લક્ષ્મી પ્રાપ્ત કરાવનાર રહે તેવા આશીર્વાદ શ્રી સોમનાથ મહાદેવ પાસે માગવામાં આવ્યા હતા.

આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વિશ્વ વ્યાપી પૂજન

ઓનલાઇન તેમજ ઓફલાઈન માધ્યમથી સોમનાથ મંદિર સાથે જોડાયેલ લક્ષ્મી પૂજન પૂજાના યજમાનોએ ટ્રસ્ટના આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વિશ્વ વ્યાપી પૂજન અભિગમને વખાણ્યો હતો અને આયોજન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.