સુરત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પાલિકાની સિટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Ganesh Visarjan : સુરત શહેરમાં દબદબાભેર ઉજવાયેલા ગણેશ ઉત્સવ હવે પૂર્ણતાને આરે આવી રહ્યો છે. ગણેશ વિસર્જન દિવસે શહેરમાંથી સંખ્યાબંધ ગણેશ વિસર્જન યાત્રા નીકળવાની હોય પાલિકાએ શહેરની તમામ સીટી બસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. શહેરમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થશે તેથી બસ ઓપરેશન ખોરવાઇ જવાની સંભાવના રહેલી છે અને વિસર્જનના કાર્યમાં કોઈ અડચણ ઉભી ન થાય તે માટે બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુના વિસ્તારમાં BRTS અને સીટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહેલ છે. ભારતના સૌથી લાંબા 108 કિમીના ડેડીકેટેડ BRTS કોરીડોર મારફત દૈનિક ધોરણે આશરે 2 લાખથી વધુ મુસાફરો દ્વારા સદર સેવાનો લાભ લેવામાં આવી રહેલ છે.
What's Your Reaction?






