શહેરામાં પાણીનું સંકટ: પાનમ યોજનાની મુખ્ય પાઈપ લાઈનમાં 24 કલાકમાં બીજીવાર ભંગાણ, 19 ગામ તરસ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Panchmahal Water Woes: પંચમહાલ જિલ્લાના શહેરા પંથકમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. શહેરા જોધપુર ટેકરા નજીક પાનમ કોઠા જુથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઈપ લાઈનમાં છેલ્લા 24 કલાકમાં સતત બીજી વાર મોટું ભંગાણ સર્જાતા શહેરા નગર સહિત આસપાસના ૧૯ ગામોમાં પાણી પુરવઠો ઠપ્પ થઈ ગયો છે.
તંત્રની કામગીરી પર સવાલ
મળતી માહિતી અનુસાર, ગઈકાલે (નવમી એપ્રિલ) આ પાઈપ લાઈનમાં લીકેજ થતા તંત્ર દ્વારા રિપેરીંગની કામગીરી કરવામાં આવી હતી. જોકે, મરામત પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ આજે ફરી તે જ સ્થળે મોટું ભંગાણ પડ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

