વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જવાતા હોવાનો આક્ષેપ

Jun 10, 2026 - 21:30
વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જવાતા હોવાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરા શહેરના સયાજીપુરા વિસ્તારમાં આવેલી વુડાની વસાહતમાં મોકલવામાં આવતી પાણીની ટેન્કર અન્ય વિસ્તારમાં મોકલી દેવામાં આવી હોવાના સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા.

 શહેરીજનો પર હાલમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. પાણીનો વપરાશ કરકસરથી કરવા પાલિકા તંત્ર દ્વારા અપીલ કરાય છે. જ્યારે બીજી બાજુ પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 4માં સયાજીપુરા વુડાના સ્થાનિક લોકોને પાણી નહીં મળતા આક્રોશ ફેલાયો છે ત્યારે સ્થાનિકો દ્વારા સયાજીપુરાની ટાંકીએથી પાણી ભરેલા ટેન્કરો બીજી જગ્યાએ વોર્ડ બેમાં પહોંચાડીને પાણીનો કાળો કારોબાર ચાલતો હોવા અંગે પાલિકા તંત્ર કે પદાધિકારીઓના આશીર્વાદથી આવા કાળા કામમાં આડકતરા આશીર્વાદ હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. ચોમાસાને હજી થોડો સમય ઇન્તજાર કરવો પડે તેવી સ્થિતિ છે. ત્યારે બીજી બાજુ શહેરના પૂર્વ વિભાગમાં પાણી પૂરું પાડતા આજવા સરોવરની સપાટી 206 ફૂટ જેવી થઈ છે પરિણામે શહેરીજનોને પાણી મળતું નથી .

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0