ચોટીલામાં નશામાં ડ્રાઈવરે પીકઅપ વાહન વાછરડી પર ચડાવી દેતા મોત

Mar 2, 2026 - 08:30
ચોટીલામાં નશામાં ડ્રાઈવરે પીકઅપ વાહન વાછરડી પર ચડાવી દેતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- અગાઉ કૂતરા પર ગાડી ચડાવ્યાનો આક્ષેપ : કડક કાર્યવાહીની માંગ

- રસ્તા પર ઊભેલી અબોલ વાછરડીને કચડી ચાલક ફરાર : ગૌસેવકો અને રહીશોમાં ભારે આક્રોશ

ચોટીલા : યાત્રાધામ ચોટીલાની પરમેશ્વર પાર્ક સોસાયટીમાં ગત મોડી રાત્રે માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. દારૂના નશામાં ધૂત એક પીકઅપ ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી રસ્તા પર ઉભેલી એક નિર્દોેષ વાછરડી પર ટાયર ફેરવી દેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. 

પીકઅપવાન ચાલકની ક્રૂરતાને પગલે સ્થાનિક રહીશો અને ગૌસેવકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0