ગોધરાની કોલેજમાં પ્રાથમિક સુવિધાઓને અભાવે વિદ્યાર્થીનીઓ પરેશાન, એબીવીપી દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Godhra News: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં 66 વર્ષથી કાર્યરત શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ કોલેજમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવા છતાં પીવાના પાણી, શૌચાલય, અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.
વિદ્યાર્થીઓ દ્વારા આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજ સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે.
What's Your Reaction?






