ગુજરાતમાં આ તારીખે ફરી શરૂ થશે મેઘમહેર, આ જિલ્લામાં સાત ઈંચ વરસાદ ખાબકે તેવી શક્યતા

Ambalal Patel Prediction : રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ-મધ્ય ભાગનો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 12થી 16 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી, સૌથી વધુ વાંસદામાં, આજે પણ આગાહીઅંબાલાલ પટેલે શું કહ્યું?અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 'બંગાળમાં આવેલા સાગરમાં બનેલું ડિપ્રેશનની અસર ગુજરાત સહિત રાજસ્થાન નજીકના અનેક વિસ્તારોમાં જોવા મળશે. જ્યારે ડિપ્રેશનની અસરથી ગુજરાતના પશ્ચિમ અને મધ્ય ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. જેમાં ગુજરાતના છોટા ઉદેપુર, કચ્છના મુન્દ્રા, પંચમહાલ, તારાપુર, વડોદરા, આણંદ, કપડવંજ સહિતના વિસ્તારોમાં ધોધમાર પડી શકે છે. રાજ્યમાં પશ્ચિમ ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં ચારથી સાત ઈંચ વરસાદ પડવાની શક્યતા છે.'ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર હળવાથી ભારે વરસાદ પડશેઅંબાલાલે જણાવ્યું હતું કે, 'ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં બેથી પાંચ ઈંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં કચ્છમાં ભારે વરસાદ અને સુરેન્દ્રનગર, માંડલ, દસાડા, પાટડી સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદી ઝાપટા પડી શકે છે.'12થી 16 ઓગસ્ટમાં રાજ્યમાં વરસાદ હળવાથી ભારે વરસાદની શક્યતા બંગાળમાં આવેલા સાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે આગામી 12થી 16 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં આ તારીખે ફરી શરૂ થશે મેઘમહેર, આ જિલ્લામાં સાત ઈંચ વરસાદ ખાબકે તેવી શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rain

Ambalal Patel Prediction : રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ-મધ્ય ભાગનો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 12થી 16 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી, સૌથી વધુ વાંસદામાં, આજે પણ આગાહી

અંબાલાલ પટેલે શું કહ્યું?

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 'બંગાળમાં આવેલા સાગરમાં બનેલું ડિપ્રેશનની અસર ગુજરાત સહિત રાજસ્થાન નજીકના અનેક વિસ્તારોમાં જોવા મળશે. જ્યારે ડિપ્રેશનની અસરથી ગુજરાતના પશ્ચિમ અને મધ્ય ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. જેમાં ગુજરાતના છોટા ઉદેપુર, કચ્છના મુન્દ્રા, પંચમહાલ, તારાપુર, વડોદરા, આણંદ, કપડવંજ સહિતના વિસ્તારોમાં ધોધમાર પડી શકે છે. રાજ્યમાં પશ્ચિમ ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં ચારથી સાત ઈંચ વરસાદ પડવાની શક્યતા છે.'

ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર હળવાથી ભારે વરસાદ પડશે

અંબાલાલે જણાવ્યું હતું કે, 'ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં બેથી પાંચ ઈંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં કચ્છમાં ભારે વરસાદ અને સુરેન્દ્રનગર, માંડલ, દસાડા, પાટડી સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદી ઝાપટા પડી શકે છે.'

12થી 16 ઓગસ્ટમાં રાજ્યમાં વરસાદ હળવાથી ભારે વરસાદની શક્યતા 

બંગાળમાં આવેલા સાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે આગામી 12થી 16 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.