કોટણા બ્રાંચના તત્કાલીન પોસ્ટ માસ્તરને ઉચાપતના કેસમાં એક વર્ષ જેલની સજા
વડોદરા : વડોદરા નજીક આવેલા કોટણા ગામ ખાતે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટ માસ્તરે તેની ફરજ દરમિયાન કરેલી સરકારી નાણાની ઉચાપતના કેસમાં કોર્ટે પોસ્ટ માસ્તરને એક વર્ષ જેલની સજા ફટકારી છે. પોસ્ટ વિભાગની એડમિનિસ્ટ્રેટિવ ઓફીસના ઇન્સપેક્ટર ઓફ પોસ્ટ દ્વારા આ ફરિયાદ નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી કે કોટણા બ્રાંચ ઓફીસના પોસ્ટ માસ્તર ભીમાભાઈ ચતુરભાઈ ગોહીલે સરકારી નાણાંને અંગત ઉપયોગમાં વાપરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો છે.ફરિયાદ મુજબ આરોપી ભીમાભાઈ થતુરભાઈ ગોહીલ વર્ષ ૧૯૯૭થી કોટણા બ્રાંચ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા હતા, તે દરમ્યાન તા.૧૬ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ સમા પોસ્ટ માસ્તર જશવંત કે. પરમારને ધ્યાનમાં આવેલું કે, ભીમાભાઈ ગોહીલે તા.૧૮ નવેમ્બર ૨૦૧૭ થી તા.૧૬ જાન્યુઆરી ૨૦૧૮ બે મહિનાના સમયગાળામાં તેણે ગ્રાહકો પાસેથી અલગ અલગ તારીખોએ વીજ કંપનીના બીલના નાણા કુલ રૃ.૧,૬૪,૦૬૩ સ્વીકારી, આ નાણા જે તે તારીખોએ સરકારમાં જમા કરવાના બદલે, પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. જે પૈકી , રૃ. ૬૫,૯૬૪ તા.૧૬ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ જમા કરાવી હંગામી ઉચાપત કરી હતી. તથા રૃ. ૯૮,૦૯૯ જમા ના કરાવી કાયમી ઉચાપત કરી હતી. આ કેસમાં કોર્ટે નંદેસરી પોલીસે રજૂ કરેલા પુરાવાઓ અને મદદનીશ સરકારી વકીલ એસ.આર.કોષ્ટીની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી પોસ્ટ માસ્તરને ભારતીય દંડ સંહિતાની કલમ - ૪૦૯ મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી એક વર્ષની સજા ફટકારી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા : વડોદરા નજીક આવેલા કોટણા ગામ ખાતે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટ માસ્તરે તેની ફરજ દરમિયાન કરેલી સરકારી નાણાની ઉચાપતના કેસમાં કોર્ટે પોસ્ટ માસ્તરને એક વર્ષ જેલની સજા ફટકારી છે. પોસ્ટ વિભાગની એડમિનિસ્ટ્રેટિવ ઓફીસના ઇન્સપેક્ટર ઓફ પોસ્ટ દ્વારા આ ફરિયાદ નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી કે કોટણા બ્રાંચ ઓફીસના પોસ્ટ માસ્તર ભીમાભાઈ ચતુરભાઈ ગોહીલે સરકારી નાણાંને અંગત ઉપયોગમાં વાપરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો છે.
ફરિયાદ મુજબ આરોપી ભીમાભાઈ થતુરભાઈ ગોહીલ વર્ષ ૧૯૯૭થી કોટણા બ્રાંચ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા હતા, તે દરમ્યાન તા.૧૬ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ સમા પોસ્ટ માસ્તર જશવંત કે. પરમારને ધ્યાનમાં આવેલું કે, ભીમાભાઈ ગોહીલે તા.૧૮ નવેમ્બર ૨૦૧૭ થી તા.૧૬ જાન્યુઆરી ૨૦૧૮ બે મહિનાના સમયગાળામાં તેણે ગ્રાહકો પાસેથી અલગ અલગ તારીખોએ વીજ કંપનીના બીલના નાણા કુલ રૃ.૧,૬૪,૦૬૩ સ્વીકારી, આ નાણા જે તે તારીખોએ સરકારમાં જમા કરવાના બદલે, પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. જે પૈકી , રૃ. ૬૫,૯૬૪ તા.૧૬ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ જમા કરાવી હંગામી ઉચાપત કરી હતી. તથા રૃ. ૯૮,૦૯૯ જમા ના કરાવી કાયમી ઉચાપત કરી હતી. આ કેસમાં કોર્ટે નંદેસરી પોલીસે રજૂ કરેલા પુરાવાઓ અને મદદનીશ સરકારી વકીલ એસ.આર.કોષ્ટીની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી પોસ્ટ માસ્તરને ભારતીય દંડ સંહિતાની કલમ - ૪૦૯ મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી એક વર્ષની સજા ફટકારી છે.