કેશોદમાં નદીના વહેણ રોકતા બાંધકામ નહીં હટે તો ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ ઉભી થશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેશોદ શહેરમાં થી પસાર થતી ટીલોળી નદી અને ઉતાવળીયા નદી ઉપરાંત વોકળાઓ અને વરસાદી પાણી ના નિકાલ માટે રાખવામાં આવેલ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર દબાણો કરી બાંધકામ કરવામાં આવેલ છે જે અંગે વિસ્તારના રહીશો દ્વારા લેખિતમાં ફરિયાદો કરી હોવા છતાં આ ભૂમાફ્યિાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં તંત્ર પાગળુ સાબિત થયેલ છે. પ્રિમોન્સuન કામગીરી ના નામે ઝાડી ઝાખરાં દુર કરી ફેટા મોકલી સંતોષ માનતી કેશોદ નગરપાલિકા દ્વારા નદીનાં વહેણમાં થયેલાં દબાણો દુર કરવામાં આવશે નહિ તો ચોમાસામાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાવાની પુરેપુરી સંભાવના રહેલી છે.
કેશોદના સ્ટેશન રોડ પર આવેલા ગરનાળા આગળ ભરતી કરી પથારાવાળા દબાણો કરી બેઠાં છે ત્યારે પાણીના નિકાલ બંધ કરી દેવામાં આવ્યાં છે. જેથી સ્ટેશન રોડ પર પાણી સહેલાઈથી નિકાલ ના થતાં આસપાસના રહેણાંક વિસ્તારમાં ભરાવાની સંભાવના છે. રીવર બ્યુટીફીકેશન ના નામે નદીનું વહેણ સાંકળu થઈ જતાં વધારાનું પાણી ગીરીરાજનગર નહેરુનગર રણછોડનગર ગોપાલનગર વિસ્તારમાં ફરિ વળવાની પુરેપુરી સંભાવના છે. કેશોદના વેરાવળ રોડ પર રેલ્વે ગરનાળા થી મેઘના સોસાયટી તરફ્ સીમેન્ટ રોડ બનાવવા ઉપરાંત મેસવાણની ગારીમાં સીમેન્ટ રોડ બનાવવામાં આવતાં ઉપરવાસનું પાણી સ્વામિનારાયણ મંદિર પાસે સળંગ દબાણો હોવાથી કૃષ્ણનગર મધુસુદન નગર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ થશે અને લોકોની માલમિલકતને નુકસાન થવાની સંભાવના છે. કેશોદ નગરપાલિકા દ્વારા ભૂમાફ્યિાઓ ની શેહશરમ છોડી ગેરકાયદેસર દબાણો બાંધકામ દુર કરી નદીના વહેણ ખુલ્લા કરવામાં આવશે નહિ તો કરોડો રૂપિયા ખર્ચ કરી બનાવેલા રોડ તો ધોવાઈ જશે પણ જળબંબાકાર ની સ્થિતિ પણ સર્જાશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

