આજે રાજ્યના 75 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વડોદરામાં 3.6 ઈંચ

છેલ્લા 2 કલાકમાં વડોદરામાં 3.2 ઈંચ વરસાદઆણંદમાં છેલ્લા 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં 1.5 ઈંચ વરસાદ આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજા વરસ્યા છે. આજે રાજ્યના 75 તાલુકામાં વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ વડોદરામાં 3.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. મેઘરાજાના આગમનથી લોકોને બફારા અને ઉકરાટમાંથી થોડાક અંશે રાહત મળી છે. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આણંદમાં 2 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ છેલ્લા 2 કલાકમાં વડોદરામાં 3.2 ઈંચ વરસાદ વરસ્યો છે, ત્યારે આણંદમાં 2 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે પંચમહાલના જાંબુઘોડામાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે વડોદરામાં અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. વરસાદને કારણે ફરીથી એક વખત શહેરનું અલકાપુરી ગરનાળુ પાણીથી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. શહેરના વાતાવરણમાં સાંજના સમયે અચાનક પલટો આવ્યો ત્યારે આણંદના પેટલાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા છે. શહેરના સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે શહેરના વાતાવરણમાં સાંજના સમયે અચાનક પલટો આવ્યો અને સમગ્ર વિસ્તારમાં અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. અત્યાર સુધી રાજ્યમાં 506 MM વરસાદ હવામાન વિભાગ દ્વારા આજે જ રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી નથી. ઓફશોર ટ્રફ સક્રિય હોવાના કારણે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 506 MM વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. રાજકોટ, જામનગર, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. જો કે રાજકોટ, જામનગર, જૂનાગઢમાં પણ વરસાદ વરસવાની આગાહી છે તથા પોરબંદર, અમરેલીમાં મધ્યમ વરસાદ રહેશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે.

આજે રાજ્યના 75 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વડોદરામાં 3.6 ઈંચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લા 2 કલાકમાં વડોદરામાં 3.2 ઈંચ વરસાદ
  • આણંદમાં છેલ્લા 2 કલાકમાં 2 ઈંચ વરસાદ
  • પંચમહાલના જાંબુઘોડામાં 1.5 ઈંચ વરસાદ

આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજા વરસ્યા છે. આજે રાજ્યના 75 તાલુકામાં વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ વડોદરામાં 3.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. મેઘરાજાના આગમનથી લોકોને બફારા અને ઉકરાટમાંથી થોડાક અંશે રાહત મળી છે. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

આણંદમાં 2 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ

છેલ્લા 2 કલાકમાં વડોદરામાં 3.2 ઈંચ વરસાદ વરસ્યો છે, ત્યારે આણંદમાં 2 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે પંચમહાલના જાંબુઘોડામાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે વડોદરામાં અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. વરસાદને કારણે ફરીથી એક વખત શહેરનું અલકાપુરી ગરનાળુ પાણીથી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે.

શહેરના વાતાવરણમાં સાંજના સમયે અચાનક પલટો આવ્યો

ત્યારે આણંદના પેટલાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા છે. શહેરના સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે શહેરના વાતાવરણમાં સાંજના સમયે અચાનક પલટો આવ્યો અને સમગ્ર વિસ્તારમાં અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો.

અત્યાર સુધી રાજ્યમાં 506 MM વરસાદ

હવામાન વિભાગ દ્વારા આજે જ રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી નથી. ઓફશોર ટ્રફ સક્રિય હોવાના કારણે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 506 MM વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.

રાજકોટ, જામનગર, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી

વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. જો કે રાજકોટ, જામનગર, જૂનાગઢમાં પણ વરસાદ વરસવાની આગાહી છે તથા પોરબંદર, અમરેલીમાં મધ્યમ વરસાદ રહેશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે.