અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે ઇ-સમૃદ્ધિ પોર્ટલ ડાઉન થતાં ખેડૂતો હેરાન-પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
E-Samriddhi Portal Down: 1 સપ્ટેમ્બરથી ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવી હતી. નોંધણી શરૂ થયાના પ્રથમ દિવસે એક સાથે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન થવાથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું હતું, જેથી ખેડૂતોની પ્રથમ દિવસે નોંધણી થઈ શકી ન હતી. પરંતુ અડેટેશન બાદ આજે (2 સપ્ટેમ્બર) થી નોંધણી પુનઃ કાર્યરત થઈ હોવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલે દાવો કર્યો હતો.
ત્યારે અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ખેત-પેદાશોના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવવા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકારે વર્ષ 2025-26 માટે મગફળી, સોયાબીન, મગ અને અડદના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે 1 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ઇ-સમૃદ્ધિ પોર્ટલ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
What's Your Reaction?






