અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ગુજરાત હાઇકોર્ટના શરણે, DEOના નિર્ણયને ફેંક્યો પડકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Seventh Day School Controversy : અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કૂલમાં થોડા દિવસ પહેલા જ એક વિદ્યાર્થી દ્વારા સગીરની હત્યાના વિવાદમાં સેવન્થ ડે સ્કૂલને અમદાવાદ શહેર ડીઇઓ તરફથી ફટકારવામાં આવેલી કારણદર્શક નોટિસ અને તેની કાયદેસરતાને વિવાદીત સ્કૂલ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. સેવન્થ ડે સ્કૂલની રિટ અરજીની સુનાવણી એકાદ-બે દિવસમાં જસ્ટિસ નિખિલ એસ.કેરીયલની કોર્ટ સમક્ષ નીકળે તેવી શકયતા છે.
સેવન્થ ડે સ્કૂલ દ્વારા આરટીઇ એકટ હેઠળ નીમાયેલી પાંચ સભ્યોની તપાસ સમિતિની કાયદેસરતાને પણ પડકારી છે. અમદાવાદ શહેરના ડીઇઓ રોહિત ચૌધરી દ્વારા તાજેતરમાં જ સેવન્થ ડે સ્કૂલને શો-કોઝ નોટિસ ફટકારી ધોરણ-1થી 12 સુધીના અભ્યાસ અંગેની પરવાનગી, આઇસીએસઇ બોર્ડનું જોડાણ પ્રમાણપત્ર, ગુજરાત સરકારના એનઓસીની નકલ, માન્યતાપ્રાપ્ત શાળા તરીકેનો નકશો, શાળાનો ટ્રસ્ટ ડીડ, ફાયર એનઓસી, શાળાના પરિસરમાં કાર્યરત સંસ્થાઓ, શિક્ષકોની લાયકાત, મકાન ઉપયોગ અને પરવાનગી સહિત વિવિધ પ્રકારના 16 જેટલા દસ્તાવેજો માંગવામાં આવ્યા છે.
What's Your Reaction?






