અમદાવાદ: AMTS ડ્રાઈવર મોહસીન ખાને 'મોહિત પટેલ' બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, દુષ્કર્મની ફરિયાદ બાદ ધરપકડ

Apr 7, 2026 - 21:30
અમદાવાદ: AMTS ડ્રાઈવર મોહસીન ખાને 'મોહિત પટેલ' બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, દુષ્કર્મની ફરિયાદ બાદ ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Love Jihad in Ahmedabad: અમદાવાદમાં ઓળખ છુપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. AMTSમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વિધર્મી યુવક મોહસીન ખાને મોહિત પટેલ નામનું હિન્દુ નામ ધારણ કરી અને તે નામનું નકલી આધાર કાર્ડ બનાવીને એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. પોતાની જાતને કુંવારો ગણાવનાર આ આરોપી અગાઉથી જ પરિણીત છે અને તેને ત્રણ બાળકો પણ છે. તે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને યુવતી સાથે અલગ-અલગ હોટલોમાં રોકાતો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, યુવતીને શંકા જતાં તેણે આરોપીનો ફોન ચેક કર્યો હતો, જેમાં તેની બહેનનો નંબર મળતા ઘટસ્ફોટ થયો હતો. પોતાનું સત્ય સામે આવતા આરોપીએ ભોગ બનનાર યુવતીને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0