Valsad: કપરાડાના કુંભ ઘાટમાં ટ્રકની બ્રેક ફેલ થતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રક ચાલકનું કમકમાટીભર્યું મોત

Apr 7, 2026 - 13:00
Valsad: કપરાડાના કુંભ ઘાટમાં ટ્રકની બ્રેક ફેલ થતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રક ચાલકનું કમકમાટીભર્યું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લાના કપરાડા પંથકમાં આવેલો કુંભ ઘાટ ફરી એકવાર રક્તરંજિત થયો છે. કપરાડા તરફથી ઘાટ ઉતરતી વખતે એક ટ્રકની બ્રેક ફેલ થઈ જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને માર્ગ પર આવતા અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં એક ટ્રક ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

કપરાડાના કુંભ ઘાટમાં ટ્રક અકસ્માત

મળતી માહિતી મુજબ, માલસામાન ભરેલી ટ્રક જ્યારે કુંભ ઘાટ ઉતરી રહી હતી ત્યારે અચાનક તેની બ્રેકે કામ કરવાનું બંધ કરી દીધું હતું. બેકાબૂ બનેલી ટ્રકે રસ્તામાં આવતા અન્ય વાહનોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં એક ડ્રાઈવરનું દબાઈ જવાથી કરૂણ મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ કલાકો સુધી કેબિનમાં ફસાયેલો રહ્યો હતો.

કલાકો સુધી ટ્રાફિક જામ અને બચાવ કામગીરી

ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. નાનાપોંઢા-નાસિક હાઈવે પર અકસ્માતને પગલે કિલોમીટરો સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. કેબિનમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. કલાકોની ભારે જહેમત બાદ દબાયેલા વ્યક્તિને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: પાકિસ્તાનથી વાયા રાજસ્થાન થઈ ગુજરાત આવતું 5 કિલો MD ડ્રગ્સ ઝડપાયું, ATSની કાર્યવાહીમાં આંતરરાજ્ય કનેક્શન ખુલ્યું

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0