Valsad: 4 વર્ષના બાળકનું અપહરણ કરનારી ગેંગ ઝડપાઈ
લોભામણી લાલચ આપીને બાળકને ઉપાડી લીધુસ્થાનિકો દ્વારા મહિલા અને પુરૂષને પકડી પાડી પોલીસને જાણ કરવામાં આવી પોલીસ દ્વારા બંને આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી જો તમારું બાળક બહાર રમવા માટે જાય તો ધ્યાન રાખજો તમારા બાળકને કોઈ ઉપાડીને લઈ ના જાય. વલસાડ ખાતે બાળકને ઉપાડીને ભાગી રહેલી એક મહિલા અને એક પુરુષને સ્થાનિકોની સતર્કતા ના કારણે બચાવી લેવામાં આવ્યો છે. બાળકને લોભામણી લાલચ આપી ત્યાંથી ઉપાડી લીધુ વલસાડ શહેરને અડીને આવેલ ભાગડાવડા ગામ ખાતે આવેલા દાદિયા ફળિયા ખાતે અંબા માતાના ચોક પાસે બાળકો રમી રહ્યા હતા, જે દરમિયાન એક મહિલા દ્વારા 4 વર્ષના એક બાળકને લોભામણી લાલચ આપી અને ત્યાંથી ઉપાડીને લઈ ગઈ હતી. ત્યારે બાળકના પિતાને પોતાનું બાળક ન મળતા પિતા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીની કરી ધરપકડ તે દરમિયાન વલસાડના ધોબીતળાવ ખાતે સ્થાનિકોને એક મહિલા અને એક પુરુષ સાથે નાના બાળકને લઈ જઈ રહ્યા હતા, તેમના ઉપર શંકા જતા તેઓને ઉભા રાખી પૂછપરછ કરતા બાળકનું અપહરણ કર્યાનું સામે આવતા સ્થાનિકો દ્વારા બંનેને પકડી પાડી પોલીસને જાણ કરવામાં આવતા વલસાડ સીટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને બંને આરોપીની ધરપકડ કરી હતી. વલસાડ નજીકથી એક મહિલા અને એક પુરુષ 4 વર્ષના બાળકનું અપહરણ કરી જઈ રહ્યા હતા તે દરમિયાન સ્થાનિકોની જાગૃતાના કારણે બંનેની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા બંને દ્વારા બાળકનું અપહરણ કર્યાનું સામે આવ્યુ હતુ. પોલીસ દ્વારા બંને આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મહિલાના બાળકનું મૃત્યુ થતા મહિલા દ્વારા બાળકનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. પોલીસ દ્વારા બંને આરોપીની વધુ તપાસ કરવામાં આવી સાથે મહિલા અને પુરુષ બંને એક મહિના પહેલા સુરત ખાતે મળ્યા હતા અને મહિલાને તેના પતિ છોડીને જતો રહ્યો હતો અને જે બાદ મહિલાના બાળકનું મોત થતા મહિલા સુરત ખાતે આવી ભીખ માગવાનું કામ કરતી હતી અને પુરુષને તેના ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યો હતો અને પૃરુષ ફરતા ફરતા સુરત જતા મહિલા સાથે મુલાકાત થતા મહિલા અને પુરુષ એક સાથે રહેતા હતા. જે બાદ મહિલાને બાળકની જરૂર ઉભી થતા બાળકનું અપહરણ કરવાનો વિચાર કર્યો હતો. વલસાડ પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા બંનેને બાળકની જરૂર હોવાના કારણે અપહરણ કર્યાનું સામે આવ્યું હતું, પોલીસ દ્વારા બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- લોભામણી લાલચ આપીને બાળકને ઉપાડી લીધુ
- સ્થાનિકો દ્વારા મહિલા અને પુરૂષને પકડી પાડી પોલીસને જાણ કરવામાં આવી
- પોલીસ દ્વારા બંને આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી
જો તમારું બાળક બહાર રમવા માટે જાય તો ધ્યાન રાખજો તમારા બાળકને કોઈ ઉપાડીને લઈ ના જાય. વલસાડ ખાતે બાળકને ઉપાડીને ભાગી રહેલી એક મહિલા અને એક પુરુષને સ્થાનિકોની સતર્કતા ના કારણે બચાવી લેવામાં આવ્યો છે.
બાળકને લોભામણી લાલચ આપી ત્યાંથી ઉપાડી લીધુ
વલસાડ શહેરને અડીને આવેલ ભાગડાવડા ગામ ખાતે આવેલા દાદિયા ફળિયા ખાતે અંબા માતાના ચોક પાસે બાળકો રમી રહ્યા હતા, જે દરમિયાન એક મહિલા દ્વારા 4 વર્ષના એક બાળકને લોભામણી લાલચ આપી અને ત્યાંથી ઉપાડીને લઈ ગઈ હતી. ત્યારે બાળકના પિતાને પોતાનું બાળક ન મળતા પિતા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે બંને આરોપીની કરી ધરપકડ
તે દરમિયાન વલસાડના ધોબીતળાવ ખાતે સ્થાનિકોને એક મહિલા અને એક પુરુષ સાથે નાના બાળકને લઈ જઈ રહ્યા હતા, તેમના ઉપર શંકા જતા તેઓને ઉભા રાખી પૂછપરછ કરતા બાળકનું અપહરણ કર્યાનું સામે આવતા સ્થાનિકો દ્વારા બંનેને પકડી પાડી પોલીસને જાણ કરવામાં આવતા વલસાડ સીટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને બંને આરોપીની ધરપકડ કરી હતી.
વલસાડ નજીકથી એક મહિલા અને એક પુરુષ 4 વર્ષના બાળકનું અપહરણ કરી જઈ રહ્યા હતા તે દરમિયાન સ્થાનિકોની જાગૃતાના કારણે બંનેની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા બંને દ્વારા બાળકનું અપહરણ કર્યાનું સામે આવ્યુ હતુ. પોલીસ દ્વારા બંને આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મહિલાના બાળકનું મૃત્યુ થતા મહિલા દ્વારા બાળકનું અપહરણ કરવામાં આવ્યુ હતુ.
પોલીસ દ્વારા બંને આરોપીની વધુ તપાસ કરવામાં આવી
સાથે મહિલા અને પુરુષ બંને એક મહિના પહેલા સુરત ખાતે મળ્યા હતા અને મહિલાને તેના પતિ છોડીને જતો રહ્યો હતો અને જે બાદ મહિલાના બાળકનું મોત થતા મહિલા સુરત ખાતે આવી ભીખ માગવાનું કામ કરતી હતી અને પુરુષને તેના ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યો હતો અને પૃરુષ ફરતા ફરતા સુરત જતા મહિલા સાથે મુલાકાત થતા મહિલા અને પુરુષ એક સાથે રહેતા હતા.
જે બાદ મહિલાને બાળકની જરૂર ઉભી થતા બાળકનું અપહરણ કરવાનો વિચાર કર્યો હતો. વલસાડ પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા બંનેને બાળકની જરૂર હોવાના કારણે અપહરણ કર્યાનું સામે આવ્યું હતું, પોલીસ દ્વારા બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે.