Rajkot: ડેન્ગ્યુના 19 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું

આખી સિઝનના સૌથી વધુ કેસ આવતા આરોગ્યતંત્ર ચોંકી ઉઠ્યું શહેરમાં વાદળછાયા વરસાદ વચ્ચે રોગચાળાનો ઉપદ્રવ વધ્યો મહાપાલિકા દ્વારા દવાના છંટકાવ અને ફોગિંગ ઝુંબેશ કરવામાં આવી રાજકોટ શહેરમાં વાદળછાયા વરસાદ વચ્ચે રોગચાળાનો ઉપદ્રવ વધ્યો છે, ખાસ કરીને ડેન્ગ્યુના 19 કેસ એક સપ્તાહમાં આવતા દોડધામ થઈ છે. મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગત સપ્તાહમાં શહેરમાં એકી સાથે ડેન્ગ્યુના 19 કેસ જોવા મળ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કેસ જોવા મળતા મહાપાલિકા દ્વારા દવાના છંટકાવ અને ફોગિંગ ઝુંબેશ કરવામાં આવી છે. રાજકોટના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ઓછા વરસાદને કારણે ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, ઓછા વરસાદના કારણે નાના ખાડાઓમાં સ્વચ્છ પાણી ભરાયેલા રહે છે અને તેમાં ડેન્ગ્યુના મચ્છરો ઉત્પન્ન થાય છે. મહાપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ પણ શરૂ થઈ છે. અનેક ઘરોમાં ફોગીંગ સહિત કામગીરી કરાઈ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો ચાલુ છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડ વર્કર, અર્બન આશા અને વી.બી.ડી વોલેન્ટિયર્સ દ્વારા ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને ઘરોમાં ફોગીંગ સહિત જરૂરી કામગીરી કરાઈ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. ડેન્ગ્યુ-મેલેરિયા રોકવા માટેના જરૂરી સૂચનો પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષની ટાંકી, બેરલ, કેરબા તેમજ અન્ય પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવા ચુસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખવું. પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરવુ. ફ્રિઝની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષી કુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ઘસીને સાફ કરવું. બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરવો. અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરવો. છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરવો. ડેન્ગ્યુના મચ્છર દિવસે કરડતા હોવાથી દિવસ દરમ્યાપન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા.

Rajkot: ડેન્ગ્યુના 19 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આખી સિઝનના સૌથી વધુ કેસ આવતા આરોગ્યતંત્ર ચોંકી ઉઠ્યું
  • શહેરમાં વાદળછાયા વરસાદ વચ્ચે રોગચાળાનો ઉપદ્રવ વધ્યો
  • મહાપાલિકા દ્વારા દવાના છંટકાવ અને ફોગિંગ ઝુંબેશ કરવામાં આવી

રાજકોટ શહેરમાં વાદળછાયા વરસાદ વચ્ચે રોગચાળાનો ઉપદ્રવ વધ્યો છે, ખાસ કરીને ડેન્ગ્યુના 19 કેસ એક સપ્તાહમાં આવતા દોડધામ થઈ છે. મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગત સપ્તાહમાં શહેરમાં એકી સાથે ડેન્ગ્યુના 19 કેસ જોવા મળ્યા છે.


શહેરના અલગ અલગ વિસ્તારમાં કેસ જોવા મળતા મહાપાલિકા દ્વારા દવાના છંટકાવ અને ફોગિંગ ઝુંબેશ કરવામાં આવી છે. રાજકોટના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ઓછા વરસાદને કારણે ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, ઓછા વરસાદના કારણે નાના ખાડાઓમાં સ્વચ્છ પાણી ભરાયેલા રહે છે અને તેમાં ડેન્ગ્યુના મચ્છરો ઉત્પન્ન થાય છે. મહાપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ પણ શરૂ થઈ છે.


અનેક ઘરોમાં ફોગીંગ સહિત કામગીરી કરાઈ

રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો ચાલુ છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડ વર્કર, અર્બન આશા અને વી.બી.ડી વોલેન્ટિયર્સ દ્વારા ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને ઘરોમાં ફોગીંગ સહિત જરૂરી કામગીરી કરાઈ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે.


ડેન્ગ્યુ-મેલેરિયા રોકવા માટેના જરૂરી સૂચનો

  • પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષની ટાંકી, બેરલ, કેરબા તેમજ અન્ય પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવા ચુસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખવું.
  • પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરવુ.
  • ફ્રિઝની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષી કુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ઘસીને સાફ કરવું.
  • બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરવો.
  • અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરવો.
  • છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરવો.
  • ડેન્ગ્યુના મચ્છર દિવસે કરડતા હોવાથી દિવસ દરમ્યાપન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા.