Valsad: મુખ્ય માર્ગો પર પોલીસનો લોખંડી બંદોબસ્ત, 1063 લોકો સામે કરાઈ કાર્યવાહી

નવરાત્રિ ઉત્સવ દરમિયાન વલસાડ પોલીસની ટીમે મહિલાઓની સુરક્ષા માટે જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ હાજર રહીને લોકોની સુરક્ષા કરી રહ્યા છે.1100થી વધુ પોલીસ કર્મચારીઓ લોકોની સુરક્ષા માટે ખડેપગે લોકોની સુરક્ષા માટે વલસાડ જિલ્લા SP, 3 DySP, 18 PI, 30 PSI, 550 પોલીસ કર્મચારી, 580 હોમગાર્ડ અને જીઆરડી સભ્યો તથા 47 SRP જવાનો રાતના સમયે ખડેપગે રોડ ઉપર હાજર રહીને લોકોની સુરક્ષા કરે છે. વલસાડ જિલ્લામાં નવરાત્રિ પર્વ દરમિયાન ખેલૈયાઓ અને યુવતીઓ તેમજ મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસની ટીમ નવરાત્રિ મહોત્સવ દરમ્યાન વલસાડ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે. 1063 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી વલસાડ જિલ્લામાં નવરાત્રિ દરમ્યાન વલસાડ જિલ્લા પોલીસની ટીમે રાખેલા વાહન ચેકીંગમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 619, પીધેલાના 302 તથા દારૂના કબજાના 142 લોકો અને કૂલ મળીને 1,063 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને લોકોને કાયદાના પાઠ ભણાવ્યા હતા. નવરાત્રિ દરમિયાન વલસાડ પોલીસે કેટલીક સ્પેશિયલ ટીમ પણ બનાવી છે. ગરબામાં સી ટીમ પણ સુવિધાઓથી સજ્જ હોય છે સુરક્ષાને લઈ એકપણ યુવતી કે વ્યક્તિ તેના ઘરે પરત ન ફરે ત્યાં સુધી જિલ્લા પોલીસે રસ્તા ઉપર લોખંડી પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે. પોલીસ ખુદ ખેલૈયાઓ સાથે ઘર સુધી જાય છે, સીસીટીવી સર્વેલન્સ તેમજ ગરબામાં સી ટીમ જેવી સુવિધાઓથી સજ્જ હોય છે. ત્યારે વલસાડ પોલીસની કામગીરીની સરાહના નવરાત્રિ આયોજકો અને ખેલૈયા પણ કરી રહ્યા છે. ગરબા આયોજકોએ પોલીસની કામગીરીની કરી સરાહના વલસાડ જિલ્લામાં નવરાત્રિના 7 દિવસ દરમ્યાન મહિલાઓની છેડતીની એકપણ ઘટનાઓ બની નથી અને આવનારા દિવસોમાં પણ વલસાડ નવરાત્રિ પર્વ પૂર્ણ થાય ત્યાં સુધી વધુ બંધોબસ્ત ફાળવી સઘન સુરક્ષા રાખશે. નવરાત્રિમાં રમવા આવતા ખેલૈયાઓ પણ વલસાડ પોલીસની કામગીરીથી પોતાને સુરક્ષિત માની રહ્યા છે અને આયોજકોએ પણ પોલીસની કામગીરીની સરાહના કરી છે.

Valsad: મુખ્ય માર્ગો પર પોલીસનો લોખંડી બંદોબસ્ત, 1063 લોકો સામે કરાઈ કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રિ ઉત્સવ દરમિયાન વલસાડ પોલીસની ટીમે મહિલાઓની સુરક્ષા માટે જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ હાજર રહીને લોકોની સુરક્ષા કરી રહ્યા છે.

1100થી વધુ પોલીસ કર્મચારીઓ લોકોની સુરક્ષા માટે ખડેપગે

લોકોની સુરક્ષા માટે વલસાડ જિલ્લા SP, 3 DySP, 18 PI, 30 PSI, 550 પોલીસ કર્મચારી, 580 હોમગાર્ડ અને જીઆરડી સભ્યો તથા 47 SRP જવાનો રાતના સમયે ખડેપગે રોડ ઉપર હાજર રહીને લોકોની સુરક્ષા કરે છે. વલસાડ જિલ્લામાં નવરાત્રિ પર્વ દરમિયાન ખેલૈયાઓ અને યુવતીઓ તેમજ મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસની ટીમ નવરાત્રિ મહોત્સવ દરમ્યાન વલસાડ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે.

1063 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી

વલસાડ જિલ્લામાં નવરાત્રિ દરમ્યાન વલસાડ જિલ્લા પોલીસની ટીમે રાખેલા વાહન ચેકીંગમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 619, પીધેલાના 302 તથા દારૂના કબજાના 142 લોકો અને કૂલ મળીને 1,063 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને લોકોને કાયદાના પાઠ ભણાવ્યા હતા. નવરાત્રિ દરમિયાન વલસાડ પોલીસે કેટલીક સ્પેશિયલ ટીમ પણ બનાવી છે.

ગરબામાં સી ટીમ પણ સુવિધાઓથી સજ્જ હોય છે

સુરક્ષાને લઈ એકપણ યુવતી કે વ્યક્તિ તેના ઘરે પરત ન ફરે ત્યાં સુધી જિલ્લા પોલીસે રસ્તા ઉપર લોખંડી પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે. પોલીસ ખુદ ખેલૈયાઓ સાથે ઘર સુધી જાય છે, સીસીટીવી સર્વેલન્સ તેમજ ગરબામાં સી ટીમ જેવી સુવિધાઓથી સજ્જ હોય છે. ત્યારે વલસાડ પોલીસની કામગીરીની સરાહના નવરાત્રિ આયોજકો અને ખેલૈયા પણ કરી રહ્યા છે.

ગરબા આયોજકોએ પોલીસની કામગીરીની કરી સરાહના

વલસાડ જિલ્લામાં નવરાત્રિના 7 દિવસ દરમ્યાન મહિલાઓની છેડતીની એકપણ ઘટનાઓ બની નથી અને આવનારા દિવસોમાં પણ વલસાડ નવરાત્રિ પર્વ પૂર્ણ થાય ત્યાં સુધી વધુ બંધોબસ્ત ફાળવી સઘન સુરક્ષા રાખશે. નવરાત્રિમાં રમવા આવતા ખેલૈયાઓ પણ વલસાડ પોલીસની કામગીરીથી પોતાને સુરક્ષિત માની રહ્યા છે અને આયોજકોએ પણ પોલીસની કામગીરીની સરાહના કરી છે.