Vadodara : ઐતિહાસીક માંડવી દરવાજાની થઇ દૂર્દશા, આખરે મ્યુનિ.કમિશનર પહોંચ્યા માંડવી દરવાજાનું નિરીક્ષણ કરવા

Aug 22, 2025 - 21:00
Vadodara : ઐતિહાસીક માંડવી દરવાજાની થઇ દૂર્દશા, આખરે મ્યુનિ.કમિશનર પહોંચ્યા માંડવી દરવાજાનું નિરીક્ષણ કરવા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાની ઐતિહાસીક ઇમારત માંડવીની હાલત એકદમ ખરાબ થઇ ગઇ છે અને સતત પિલરોનો ભાગ તૂટી રહ્યો છે જેથી વડોદરાના પૂજારી હરિઓમ વ્યાસે માંડવી દરવાજા સહિત શહેરની તમામ ઐતિહાસીક ઇમારતોને બચાવવા માટે 132 દિવસથી તપ આદર્યું છે અને તેઓ પગમાં ચંપલ પહેર્યા વગર ફરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ આજે માંડવી દરવાજાની હાલત જોવા પહોંચ્યા હતા અને આગામી દિવસોમાં પિલરોનું કામ શરુ કરાશે તેમ જણાવી દરવાજાના રિસ્ટોરેશન માટે પણ ટેન્ડર પ્રક્રિયા શરુ થશે તેમ જણાવ્યું હતું.

માંડવીના પિલરોમાં તિરાડો પડી

છેલ્લા ઘણા સમયથી માંડવી ના પિલરોમાં તિરાડો પડી ગઈ હતી અને પિલર નો ભાગ ધરાશાયી થયો હતો જેને લઈને વડોદરાનગરપાલિકા અને હિસ્ટ્રીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને માંડવીને વહેલી તકે રીપેરીંગ કામકાજ શરૂ થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

માંડવી એ વડોદરાના બ્રહ્મ સ્થાનમાં છે

વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિ ઓમ વ્યાસે આજે આવેલા મ્યુનિસિપલ કમિશનરને માંડવી એ વડોદરાના બ્રહ્મ સ્થાનમાં છે જેથી વડોદરા શહેર માં આવતી વિપત્તિનું કારણ હોઈ શકે છે તેમ જણાવી છેલ્લા ઘણા સમયથી માંડવી ઉપરની ઘડિયાળ બંધ હાલતમાં છે જેને ચાલુ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.

પગારખા વગર માંડવીને બચાવવા માટે તપ કરી રહ્યા છે

વિઠ્ઠલ મંદિરના મહારાજ એ છેલ્લા 132 દિવસથી પગારખા વગર માંડવીને બચાવવા માટે તપ કરી રહ્યા છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરતા બે દિવસ પહેલા વધુ એક પિલ્લર નો ભાગ ધરાશાયી થયો હતો જેને લઈને વિઠ્ઠલ મંદિર ના મહારાજે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ ઐતિહાસિક ઈમારત ને વહેલી તકે રીપેરીંગ કામકાજ શરૂ કરવામાં આવે તેવી માગ કરી હતી.

રાજવી પરિવારના સભ્યો દ્વારા પણ તંત્રને સૂચન કર્યું હતું

અગાઉ વડોદરા નો વારસો સચવાય શકે તે અંગે રાજવી પરિવારના સભ્યો દ્વારા પણ તંત્રને સૂચન કર્યું હતું કે માંડવીનું સમાર કામ વહેલી તકે શરૂ કરવામાં આવે ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ એ માંડવીની મુલાકાત લીધી હતી અને માંડવીનું રિસ્ટોરેશન કરવાની વહેલી તકે થાય સાથે માંડવી ના પિલરોમાં થયેલું નુકસાન સાથે એનાથી બીજા પિલરોને નુકસાન થાય તે માટે વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી

રિસ્ટોરેશન માટે તમામ ટેન્ડર પ્રક્રિયા શરુ કરવામાં આવી ચુકી છે

કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે આજે હેરીટેજ એક્સપર્ટ અને અધિકારીઓની ટીમ સાથે કમિશનર અરુણ મહેશ બાબુ ઐતિહાસીક ધરોહર માંડવી દરવાજાની હાલની સ્થિતીનો તાગ મેળવવા ગયા હતા. કમિશનરે જણાવ્યું કે તાત્કાલિક ધોરણે પિલરમાં વધુ ડેમેજ ના થાય તે માટે પિલરના રિપેરીંગ એટલે કે રિસ્ટોરેશન માટે કામગિરી શરુ કરાશે અને ત્યારબાદ જ રિનોવેશન સહિતની કામગિરી કરાશે. રિસ્ટોરેશન માટે તમામ ટેન્ડર પ્રક્રિયા શરુ કરવામાં આવી ચુકી છે અને હેરીટેજ એક્સપર્ટની પણ મદદ લેવાઇ છે. પોલીસ સાથે સંકલનમાં રહીને માંડવી દરવાજાની આસપાસ અવાજનું પ્રદુષણ અટકાવવા અને જર્જરીત પિલરની આસપાસ યોગ્ય બેરીકેટીંગ કરાશે અને દુર્ઘટના ના બને તે માટે કાળજી લેવાશે. તથા ભગતસિંહ ચોક પાસે વીર ભગતસિંહની પ્રતિમાની પણ મુલાકાત લઇને નિરીક્ષણ કરાયું હતું અને તેનું પણ તાત્કાલીક રિપેરીંગ કરવા અધિકારીઓને સુચના અપાઇ છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0