Vadodara News: સોશિયલ મીડિયા પર ફેવરિટ Ghibli અને Nano Banana Trend હેકિંગનો શિકાર બનાવી શકે છે

Sep 17, 2025 - 17:30
Vadodara News: સોશિયલ મીડિયા પર ફેવરિટ Ghibli અને Nano Banana Trend હેકિંગનો શિકાર બનાવી શકે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલમાં સોશિયલ મીડિયામાં AI આધારિત ટ્રેન્ડ્સ ધૂમ મચાવી રહ્યા છે. લોકો પોતાના ફોટાને AI અવતારમાં ફેરવી રહ્યા છે અને આ પ્રવૃત્તિ ખૂબ જ લોકપ્રિય બની છે.પરંતુ આ મનોરંજનની પાછળ એક મોટું જોખમ છુપાયેલું છે. હાલ મા મોટા ભાગના સોશયલ મીડિયા યુઝર્સ નેનો બનાના ટ્રેન્ડ પાછળ ઘેલા બન્યા છે. AIના માધ્યમથી બનેલા ફોટો શેર કરીને ખુશ થઇ રહ્યા છે.પરંતુ સાયબર એક્સપર્ટનું કહેવું છે કે સોશયલ મીડિયા ટ્રેન્ડ્સ થોડા સમય માટે જ હોય છે.જ્યારે તમારી ડિજિટલ આઇડેન્ટિટી અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ કાયમી રહે છે.

પર્સનલ માહિતી હેકર્સના હાથમાં પહોંચી શકે છે

સાયબર એક્સપર્ટ નીતિન શ્રીમાળીએ આવા ટ્રેન્ડ અંગે કહ્યું હતું કે, તમે જ્યારે પણ કોઈ ફોટો,વીડિયો કે ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો છો ત્યારે તે ડેટાનો કાયમી રેકોર્ડ બની જાય છે ભલે તમે તેને ડિલીટ કરી દો. તેની કોપી સર્વર ક્રેશ સિસ્ટમ્સ અથવા અન્ય યુઝર્સના ડિવાઇસમાં રહી શકે છે.આ જ ડેટાનો ઉપયોગ ઘણીવાર ખોટા હેતુઓ માટે થાય છે. જેનાથી ડેટા લીક થવાનું કે તેનો દુરુપયોગ થવાનું જોખમ વધે છે. કોઈપણ ડેટા એકવાર અપલોડ થયા પછી તેના પર તમારું નિયંત્રણ નથી રહેતું.આ જ કારણે મોટી સંખ્યામાં યુઝર્સની પર્સનલ માહિતી હેકર્સના હાથમાં પહોંચી શકે છે.

ડિજિટલ સાવચેતી વગર સાયબર ફ્રોડથી બચવું મુશ્કેલ છે

સાયબર એક્સપર્ટ નીતિન શ્રીમાળીએ વધુમાં કહ્યું હતું કે, આજના સમયમાં AI એ ડેટાના દુરુપયોગ માટે નવા રસ્તાઓ ખોલ્યા છે.તમારા ચહેરાના ફોટાનો ઉપયોગ કરીને ડીપફેક વીડિયો બનાવી શકાય છે. તમારા ડેટાનો ઉપયોગ ફિશિંગ મેસેજીસ, આઇડેન્ટિટી ક્લોનિંગ, અથવા AI-આધારિત લોન ફ્રોડ્સ માટે પણ થઈ શકે છે. એક સામાન્ય ફોટો પણ સાયબર ક્રાઇમ માટે હથિયાર બની શકે છે. ડિજિટલ સાવચેતી વગર સાયબર ફ્રોડથી બચવું મુશ્કેલ છે. ડિજિટલ સેફ્ટી માટે સૂચવાયેલા કેટલાક મહત્વપૂર્ણ પગલાં

કોઈપણ એપ્લિકેશન કે વેબસાઇટ પર ડેટા અપલોડ કરતા પહેલા તેની પરવાનગીઓ અને શરતો ધ્યાનપૂર્વક વાંચો

તમારા ઓફિશિયલ ઇમેઇલ આઇડીને અજાણી AI વેબસાઇટ્સ કે એપ્સ સાથે લિંક કરવાનું ટાળો

તમારા મોબાઇલ એપ્સને આપેલી કેમેરા, માઇક, લોકેશન જેવી સંવેદનશીલ પરમિશન નિયમિતપણે તપાસો અને જે જરૂરી ન હોય તે બંધ કરી દો

તમારા એકાઉન્ટ્સને સુરક્ષિત રાખવા માટે હંમેશા 2FAનો ઉપયોગ કરો

અજાણ્યા પોર્ટલ સાથે કનેક્ટ ન કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0