Vadodara: GIDCમાં કામદારોના અપંગ થવા મુદ્દે માનવ અધિકાર આયોગે નોટિસ પાઠવી

સાવલી તાલુકાની મંજુસર જીઆઇડીસીમાં આવેલ રાજ ફિલ્ટર કંપનીમાં કામદારોના આંગળા કપાઈ જવાનો મુદ્દે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા દિવાની કોર્ટમાં કંપનીના માલિક અને 14 કામદારોને હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી છે. રાજ ફિલ્ટર કંપનીના માલિક સબ્બીર થાનાવાલા તેમજ 14 કામદારોને આગામી 13મી સપ્ટેમ્બરે હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. કંપનીમાં ફરજ દરમિયાન ફિલ્ટર બનાવતી વેળાએ મશીનમાં હાથ આવી જતા 17થી વધુ કામદારો અપંગ થઈ જવા પામ્યા છે. આ બાબતે મંજુસર પોલીસ મથકે વળતર ન ચૂકવવા અને કંપનીમાંથી છુટા કરી દેવા મુદ્દે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કાબૂ બહારના વ્યાજબી કારણ વગર ગેરહાજર રહેનાર વિરુદ્ધ સિવિલ પ્રોસીજર કોડ 1908 ના ઓર્ડર 16 અને 12 હેઠળ પગલા લેવાની માનવ અધિકાર આયોગ દ્વારા લેખિત નોટિસ પાઠવી12થી વધુ કામદારોના આંગળા કપાતા હોબાળો થયો હતોપોલીસે ફેબ્રુઆરી મહિનામાં બનેલી છેલ્લી ઘટનાના મામલે આખરે જાણવાજોગ ફરિયાદ લઇને કાર્યવાહી શરૂ કરી છે. સાવલી તાલુકાની મંજુસર જીઆઇડીસી માં આવેલ રાજ ફિલ્ટર નામની કંપનીમાં કામદારોના હાથના આંગળા કપાઈ ગયા હોવાની સતત બનતી રહેતી ઘટનાઓના પગલે હોબાળો મચી ગયો હતો. છેલ્લા ફેબ્રુઆરી મહિનામાં બનેલી ઘટના સાથે અત્યાર સુધી બાર જેટલા કામદારોના આંગળા કપાયા છે. તેની સામે કંપની સત્તાવાળાઓએ વળતર ચૂકવવાના બદલે કામદારોને ધાક ધમકી આપતા હોવાથી આખરે કામદારોમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. આ હોબાળાના પગલે મંજુસર પોલીસ મથકે ગત ફેબ્રુઆરી માસમાં ઘાયલ થયેલા કામદારની ફરિયાદ લઇને જાણવા જોગ એન્ટ્રી કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.GIDCમાં હજારો યુવક-યુવતીઓ કામ કરે છેસાવલી તાલુકામાં વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં હજારો યુવક યુવતીઓ નોકરી કરી રહ્યા છે. જેમાં કામદારોનું શોષણ પગારના ચૂકવવો હડતાલ અને અકસ્માત જેવા બનાવો વારંવાર નોંધાવા પામે છે. કંપની સત્તાવાળાઓ કામદારોનું શોષણ એ સામાન્ય બાબત થઈ ગઈ છે. તેવામાં પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મંજુસર જીઆઇડીસીમાં આવેલ રાજ ફિલ્ટર નામની કંપનીમાં વિવિધ સમયે અને વિવિધ 12થી વધુ કામદારોના કંપનીના પ્રેસ મશીનમાં આંગળા કપાઈ ગયા છે, પરંતુ અત્યાર સુધી એક પણ કામદારને વળતર કે સારવારના નામે ચુકવણું કરવામાં આવ્યું નથી. તેના પગલે સમગ્ર મામલો મંજુસર પોલીસ મથકે પહોંચ્યો હતો.

Vadodara: GIDCમાં કામદારોના અપંગ થવા મુદ્દે માનવ અધિકાર આયોગે નોટિસ પાઠવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાવલી તાલુકાની મંજુસર જીઆઇડીસીમાં આવેલ રાજ ફિલ્ટર કંપનીમાં કામદારોના આંગળા કપાઈ જવાનો મુદ્દે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા દિવાની કોર્ટમાં કંપનીના માલિક અને 14 કામદારોને હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી છે.

રાજ ફિલ્ટર કંપનીના માલિક સબ્બીર થાનાવાલા તેમજ 14 કામદારોને આગામી 13મી સપ્ટેમ્બરે હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. કંપનીમાં ફરજ દરમિયાન ફિલ્ટર બનાવતી વેળાએ મશીનમાં હાથ આવી જતા 17થી વધુ કામદારો અપંગ થઈ જવા પામ્યા છે. આ બાબતે મંજુસર પોલીસ મથકે વળતર ન ચૂકવવા અને કંપનીમાંથી છુટા કરી દેવા મુદ્દે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કાબૂ બહારના વ્યાજબી કારણ વગર ગેરહાજર રહેનાર વિરુદ્ધ સિવિલ પ્રોસીજર કોડ 1908 ના ઓર્ડર 16 અને 12 હેઠળ પગલા લેવાની માનવ અધિકાર આયોગ દ્વારા લેખિત નોટિસ પાઠવી

12થી વધુ કામદારોના આંગળા કપાતા હોબાળો થયો હતો

પોલીસે ફેબ્રુઆરી મહિનામાં બનેલી છેલ્લી ઘટનાના મામલે આખરે જાણવાજોગ ફરિયાદ લઇને કાર્યવાહી શરૂ કરી છે. સાવલી તાલુકાની મંજુસર જીઆઇડીસી માં આવેલ રાજ ફિલ્ટર નામની કંપનીમાં કામદારોના હાથના આંગળા કપાઈ ગયા હોવાની સતત બનતી રહેતી ઘટનાઓના પગલે હોબાળો મચી ગયો હતો. છેલ્લા ફેબ્રુઆરી મહિનામાં બનેલી ઘટના સાથે અત્યાર સુધી બાર જેટલા કામદારોના આંગળા કપાયા છે. તેની સામે કંપની સત્તાવાળાઓએ વળતર ચૂકવવાના બદલે કામદારોને ધાક ધમકી આપતા હોવાથી આખરે કામદારોમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. આ હોબાળાના પગલે મંજુસર પોલીસ મથકે ગત ફેબ્રુઆરી માસમાં ઘાયલ થયેલા કામદારની ફરિયાદ લઇને જાણવા જોગ એન્ટ્રી કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

GIDCમાં હજારો યુવક-યુવતીઓ કામ કરે છે

સાવલી તાલુકામાં વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં હજારો યુવક યુવતીઓ નોકરી કરી રહ્યા છે. જેમાં કામદારોનું શોષણ પગારના ચૂકવવો હડતાલ અને અકસ્માત જેવા બનાવો વારંવાર નોંધાવા પામે છે. કંપની સત્તાવાળાઓ કામદારોનું શોષણ એ સામાન્ય બાબત થઈ ગઈ છે. તેવામાં પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મંજુસર જીઆઇડીસીમાં આવેલ રાજ ફિલ્ટર નામની કંપનીમાં વિવિધ સમયે અને વિવિધ 12થી વધુ કામદારોના કંપનીના પ્રેસ મશીનમાં આંગળા કપાઈ ગયા છે, પરંતુ અત્યાર સુધી એક પણ કામદારને વળતર કે સારવારના નામે ચુકવણું કરવામાં આવ્યું નથી. તેના પગલે સમગ્ર મામલો મંજુસર પોલીસ મથકે પહોંચ્યો હતો.