Vadodara માટે રાજયસરકારનો મોટો નિર્ણય, અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલ અને ઘરવખરીની કરાશે સહાય

વડોદરામાં નુકસાનની અંગે ચૂકવાશે સહાય અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલની સહાય કરાશે ચૂકવણી માટે 4 અધિકારીઓને જવાબદારી સોંપાઈ વડોદરામાં વરસાદે ભારે તારાજી સર્જી છે,પૂરના પાણી વડોદરામાં ઘુસી જતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા,સાથે સાથે લોકોને નુકસાન થયું હતુ.રાજય સરકાર દ્રારા વડોદરામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલની સહાય કરશે,ઘરવખરીને નુકસાન અંગે પણ ચૂકવાશે વળતર સાથે સાથે નુકસાન અંગે સર્વે કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે.4 અધિકારીઓને સોંપાઈ જવાબદારી કેશડોલ અને ઘરવખરીની નુકાસાનની સહાય ચૂકવણી માટે ચાર અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે,પૂરના પાણી ઓસરી જાય પચી અધિકારીઓ દ્રારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવશે અને જે લોકોને નુકસાન થયું છે,તેની કેશડોલ અને ઘરવખરી આપવામાં આવશે,રાજયસરકારના મંત્રીઓ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્રારા વડોદરામાં પૂરની સ્થિતિને લઈ તાગ મેળવવામાં આવ્યો હતો,અને અધિકારીઓ સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી,ત્યારે ટૂંક સમયમાં આ કેશડોલ આપવામાં આવશે. 13 મૃતદેહો મળી આવ્યા વિશ્વામિત્રી નદીની સપાટી આજે ઘટીને 26 ફૂટે પહોંચી છે. જ્યારે આજવા સરોવરની સપાટી 213.70 ફૂટ પર સ્થિર છે. વડોદરા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયેલા પાણી હવે નહિવત્ છે. પૂરના પાણી ઓસરતા હવે નુકસાનીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ઓસરતા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 13 મૃતદેહો મળી આવ્યા છે.26મી ઓગસ્ટ, સોમવારના જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલા વરસાદના કારણે જળબંબાકાર સર્જાયો હતો. ત્યારબાદ વિશ્વામિત્રી નદીના પૂરે વડોદરામાં પાણી પાણી કરી નાખ્યું હતું. તબક્કાવાર રાહત સામગ્રી પહોંચાડવામાં આવશે: CM વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં પૂર અસરગ્રસ્તોને 2.74 લાખ ફૂડ પેકેટ તેમજ 1.07 લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. હજુ પણ તબક્કાવાર રાહત સામગ્રી જરૂરીયાતમંદો સુધી પહોંચાડવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેર જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવ કામગીરી માટે ત્વરિત નિર્ણય લઈ આર્મીની ત્રણ કોલમ મોકલવામાં આવી હતી.આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ હેમાંગ જોશી, મેયર પિન્કીબેન સોની, ધારાસભ્યો યોગેશભાઈ પટેલ, મનિષાબેન વકીલ, કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ,પ્રભારી સચિવ વિનોદ રાવ, મુખ્ય મંત્રીના ઓ.એસ. ડી અતુલ ગોર, મ્યુનિ.કમિશનર દિલીપ રાણા, કલેકટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પદાધિકારીઓ, અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Vadodara માટે રાજયસરકારનો મોટો નિર્ણય, અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલ અને ઘરવખરીની કરાશે સહાય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં નુકસાનની અંગે ચૂકવાશે સહાય
  • અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલની સહાય કરાશે
  • ચૂકવણી માટે 4 અધિકારીઓને જવાબદારી સોંપાઈ

વડોદરામાં વરસાદે ભારે તારાજી સર્જી છે,પૂરના પાણી વડોદરામાં ઘુસી જતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા,સાથે સાથે લોકોને નુકસાન થયું હતુ.રાજય સરકાર દ્રારા વડોદરામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલની સહાય કરશે,ઘરવખરીને નુકસાન અંગે પણ ચૂકવાશે વળતર સાથે સાથે નુકસાન અંગે સર્વે કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે.

4 અધિકારીઓને સોંપાઈ જવાબદારી

કેશડોલ અને ઘરવખરીની નુકાસાનની સહાય ચૂકવણી માટે ચાર અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે,પૂરના પાણી ઓસરી જાય પચી અધિકારીઓ દ્રારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવશે અને જે લોકોને નુકસાન થયું છે,તેની કેશડોલ અને ઘરવખરી આપવામાં આવશે,રાજયસરકારના મંત્રીઓ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્રારા વડોદરામાં પૂરની સ્થિતિને લઈ તાગ મેળવવામાં આવ્યો હતો,અને અધિકારીઓ સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી,ત્યારે ટૂંક સમયમાં આ કેશડોલ આપવામાં આવશે.

13 મૃતદેહો મળી આવ્યા

વિશ્વામિત્રી નદીની સપાટી આજે ઘટીને 26 ફૂટે પહોંચી છે. જ્યારે આજવા સરોવરની સપાટી 213.70 ફૂટ પર સ્થિર છે. વડોદરા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયેલા પાણી હવે નહિવત્ છે. પૂરના પાણી ઓસરતા હવે નુકસાનીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ઓસરતા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 13 મૃતદેહો મળી આવ્યા છે.26મી ઓગસ્ટ, સોમવારના જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલા વરસાદના કારણે જળબંબાકાર સર્જાયો હતો. ત્યારબાદ વિશ્વામિત્રી નદીના પૂરે વડોદરામાં પાણી પાણી કરી નાખ્યું હતું.

તબક્કાવાર રાહત સામગ્રી પહોંચાડવામાં આવશે: CM

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં પૂર અસરગ્રસ્તોને 2.74 લાખ ફૂડ પેકેટ તેમજ 1.07 લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. હજુ પણ તબક્કાવાર રાહત સામગ્રી જરૂરીયાતમંદો સુધી પહોંચાડવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેર જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવ કામગીરી માટે ત્વરિત નિર્ણય લઈ આર્મીની ત્રણ કોલમ મોકલવામાં આવી હતી.આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ હેમાંગ જોશી, મેયર પિન્કીબેન સોની, ધારાસભ્યો યોગેશભાઈ પટેલ, મનિષાબેન વકીલ, કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ,પ્રભારી સચિવ વિનોદ રાવ, મુખ્ય મંત્રીના ઓ.એસ. ડી અતુલ ગોર, મ્યુનિ.કમિશનર દિલીપ રાણા, કલેકટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પદાધિકારીઓ, અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.