Vadodara : 'જાકો રાખે સાઈયાં માર શકે ન કોય', પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યાનું રચ્યું કાવતરું, કેનાલમાં ફેંકવા છતાં વેપારીનો આબાદ બચાવ

Apr 18, 2026 - 22:30
Vadodara : 'જાકો રાખે સાઈયાં માર શકે ન કોય', પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યાનું રચ્યું કાવતરું, કેનાલમાં ફેંકવા છતાં વેપારીનો આબાદ બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના છાણી વિસ્તારમાં પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિનો 'કાંટો' કાઢવાનો ભયાનક પ્લાન બનાવ્યો હતો. છાણીમાં પાન પાર્લર ચલાવતા ગિરીશ પટેલના લગ્ન 5 વર્ષ અગાઉ ફાલ્ગુની સાથે થયા હતા. જોકે, ફાલ્ગુનીને લગ્ન પહેલાથી જ કૌશિક શર્મા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. 6 મહિના અગાઉ ગિરીશ પટેલે પત્નીને પ્રેમી સાથે વાત કરતા પકડી પાડ્યા બાદ, પ્રેમી પંખીડાઓએ ગિરીશને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું.

35 હજારની સોપારી અને અપહરણ

પત્ની ફાલ્ગુનીના કહેવાથી પ્રેમી કૌશિકે ગિરીશની હત્યા માટે નીલકંઠ ઉર્ફે જીતેન્દ્ર બારીયાને 35 હજારની સોપારી આપી હતી. ગત 8 એપ્રિલના રોજ જ્યારે ગિરીશ પટેલ રાત્રે પાર્લર બંધ કરી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે કારમાં આવેલા શખ્સોએ તેમને ટક્કર મારી અપહરણ કર્યું હતું. અપહરણકારો ગિરીશને માર મારતા આણંદના સોજીત્રા પાસે લઈ ગયા હતા અને રાત્રે 3 વાગ્યે પાણીની કેનાલમાં ફેંકી દઈને ભાગી ગયા હતા.

કેનાલનો પિલર પકડી આખી રાત વિતાવી

મોતને સામે જોઈ રહેલા ગિરીશ પટેલે હિંમત ન હારી અને કેનાલનો પિલર પકડી રાખી આખી રાત અંધારામાં પસાર કરી હતી. સવારે 6 વાગ્યે કેનાલમાંથી બહાર નીકળી લોકોની મદદ માંગી તેઓ ઘરે પહોંચ્યા હતા. ગિરીશ પટેલે છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગણતરીના કલાકોમાં પત્ની સહિત 6 ઝડપાયા

પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ખેડાના કૌશિક શર્મા, જીતેન્દ્ર બારીયા, ઉમંગ પ્રજાપતિ, ઉમંગ ભોઈ અને પૃથ્વી ભોઈની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ સમગ્ર કાવતરાની માસ્ટર માઈન્ડ અન્ય કોઈ નહીં પણ વેપારીની પત્ની ફાલ્ગુની પટેલ જ હતી. પોલીસે ફાલ્ગુનીની પણ ધરપકડ કરી છે અને તમામ કાવતરાખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.


આ પણ વાંચો----     Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0