Vadodara : ચપ્પુની અણીએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી 14 લાખની લૂંટ આચરનારા 3 ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી લૂંટની એક સનસનાટીભરી ઘટના સામે આવી હતી. ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં એક વૃદ્ધ દંપતીને તેમના જ ઘરમાં બંધક બનાવી, ચપ્પુની અણીએ સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવવામાં આવી હતી. જોકે, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડી ₹14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રેકી કર્યા બાદ બપોરે આપ્યો અંજામ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ત્રણેય આરોપીઓએ લૂંટના થોડા દિવસો પહેલા વૃદ્ધ દંપતીના ઘરની આસપાસ રેકી કરી હતી. બપોરના સમયે જ્યારે સોસાયટીમાં શાંતિ હોય છે, ત્યારે આ ગઠિયાઓએ ઘરમાં ઘૂસી દંપતીને છરી બતાવી બંધક બનાવ્યા હતા. આરોપીઓએ ઘરમાંથી સોનાના દાગીના, રોકડ અને ATM કાર્ડની લૂંટ કરી હતી. લૂંટ બાદ આરોપીઓએ લૂંટાયેલા ATM કાર્ડમાંથી ₹50,000 ઉપાડી શહેર છોડી ફરાર થવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો.
CCTV ફૂટેજ અને ક્રાઈમ બ્રાન્ચની એક્શન
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે આસપાસના CCTV કેમેરા તપાસતા આરોપીઓના ફૂટેજ મળી આવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે તેમની પાસેથી લૂંટાયેલા તમામ દાગીના અને રોકડ મળી કુલ ₹14 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે. હાલ ફતેગંજ પોલીસ આ મામલે આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે કે તેમની સાથે અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ.
આ પણ વાંચો---- Ahmedabad : ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ, કીર્તિદાન ગઢવી અને SP રાજદીપસિંહ ઝાલાને નોટિસ, જાણો શું છે મામલો?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

