Vadodaraની MS યુનિવર્સિટીમાં હોસ્ટેલ મેસની ફી વધારા મુદ્દે આજે અપાયું બંધનું એલાન

ફી વધારાનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો વિરોધ કરનાર વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધ્યો હતો 200 વિદ્યાર્થીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે શરૂ થયેલા આંદોલન સંદર્ભે કથિત આદેશથી 200 વિદ્યાર્થીઓ સામે થયેલા કેસ પરત ખેંચવામાં નહીં આવે તો આજે યુનિવર્સિટી બંધનું એલાન આપવાની જાહેરાત થઈ છે.એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશનો મુદ્દો પેચીદો બન્યો છે. આ મુદ્દે આંદોલનના મંડાણ થયા છે ત્યારે વિદ્યાર્થી નેતાઓ, પૂર્વ વિદ્યાર્થી નેતાઓ સહિત સેનેટ મેમ્બરો તથા શહેરના અગ્રણીઓ પણ આ આંદોલનમાં જોડાયા હતા. 200 વિધાર્થીઓ સામે નોંધાયો ગુનો વડોદરાના વિદ્યાર્થીઓને બહાર ભણવા જવું ન પડે એ હતો. પરંતુ રાજ્યભરની યુનિવર્સિટીઓનું એકીકરણ કરવાનો મુદ્દે રાજ્ય સરકાર દ્વારા કાયદો પસાર થયો છે ત્યારે હવે શહેરના વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરીને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. દરમિયાન યુનિવર્સિટી પ્રવેશ આંદોલનને ડામવાના ઇરાદે વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરીને આંદોલન ઢીલું પાડવાની નીતિ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે કરી હોવાના આક્ષેપ છે. જેથી યુનિવર્સિટીના 200 જેટલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. પરિણામે આંદોલનકારીઓ વધુ ભડક્યા છે. ચીફ વોર્ડન દ્વારા દાવો કરવામાં આવ્યો વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશનની શરૂઆતથી જ અલગ અલગ મામલે વિરોધ ચાલી રહ્યા છે. તાજેતરમાં યુનિ. હોસ્ટેલની મેસની ફીમાં ઠોકી બેસાડવામાં આવેલા વધારા બાદ પ્રચંડ વિરોધ ફાટી નિકળ્યો હતો. આ નિર્ણય પરત લેવા માટે વિદ્યાર્થીઓ વીસીના બંગ્લે રજુઆત કરવા ગયા હતા. ત્યાં રૂ. 2 હજારનું નુકશાન થતા 200 વિદ્યાર્થીઓ સામે રાયોટીંગ સહિતના કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ યુનિ.ના ચીફ વોર્ડન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમના દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ ભોજનની ગુણવત્તા વધારવા માટે ફી વધારાને લઇને સહમત થયા હતા. તો બીજી તરફ વિદ્યાર્થીઓ દ્વારા ગુગલ ફોર્મ થકી કરવામાં આવેલા સર્વેમાં 99 ટકા વિદ્યાર્થીઓએ આ વાતનો વિરોધ દર્શાવ્યો હતો. વાઈસ ચાન્સેલર હટાવો આંદોલન હવે વિદ્યાર્થીઓ દ્વારા વાઇસ ચાન્સેલર શ્રીવાસ્તવ હટાવોનો મુદ્દો વધુ બુલંદ બન્યો છે. આ મુદ્દે 200 વિદ્યાર્થીઓ સામેના કેસ પણ પાછા ખેંચી લેવા વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે, જો આમ નહીં થાય તો આગામી સોમવારે યુનિવર્સિટી બંધનું એલાન જાહેર કરાયુ છે આ અંગેની તમામ જવાબદારીઓ વિશેની રહેશે તેમ પણ વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠને જણાવ્યું છે.

Vadodaraની MS યુનિવર્સિટીમાં હોસ્ટેલ મેસની ફી વધારા મુદ્દે આજે અપાયું બંધનું એલાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફી વધારાનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો
  • વિરોધ કરનાર વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધ્યો હતો
  • 200 વિદ્યાર્થીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે શરૂ થયેલા આંદોલન સંદર્ભે કથિત આદેશથી 200 વિદ્યાર્થીઓ સામે થયેલા કેસ પરત ખેંચવામાં નહીં આવે તો આજે યુનિવર્સિટી બંધનું એલાન આપવાની જાહેરાત થઈ છે.એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશનો મુદ્દો પેચીદો બન્યો છે. આ મુદ્દે આંદોલનના મંડાણ થયા છે ત્યારે વિદ્યાર્થી નેતાઓ, પૂર્વ વિદ્યાર્થી નેતાઓ સહિત સેનેટ મેમ્બરો તથા શહેરના અગ્રણીઓ પણ આ આંદોલનમાં જોડાયા હતા.

200 વિધાર્થીઓ સામે નોંધાયો ગુનો

વડોદરાના વિદ્યાર્થીઓને બહાર ભણવા જવું ન પડે એ હતો. પરંતુ રાજ્યભરની યુનિવર્સિટીઓનું એકીકરણ કરવાનો મુદ્દે રાજ્ય સરકાર દ્વારા કાયદો પસાર થયો છે ત્યારે હવે શહેરના વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરીને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. દરમિયાન યુનિવર્સિટી પ્રવેશ આંદોલનને ડામવાના ઇરાદે વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરીને આંદોલન ઢીલું પાડવાની નીતિ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે કરી હોવાના આક્ષેપ છે. જેથી યુનિવર્સિટીના 200 જેટલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. પરિણામે આંદોલનકારીઓ વધુ ભડક્યા છે.

ચીફ વોર્ડન દ્વારા દાવો કરવામાં આવ્યો

વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશનની શરૂઆતથી જ અલગ અલગ મામલે વિરોધ ચાલી રહ્યા છે. તાજેતરમાં યુનિ. હોસ્ટેલની મેસની ફીમાં ઠોકી બેસાડવામાં આવેલા વધારા બાદ પ્રચંડ વિરોધ ફાટી નિકળ્યો હતો. આ નિર્ણય પરત લેવા માટે વિદ્યાર્થીઓ વીસીના બંગ્લે રજુઆત કરવા ગયા હતા. ત્યાં રૂ. 2 હજારનું નુકશાન થતા 200 વિદ્યાર્થીઓ સામે રાયોટીંગ સહિતના કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ યુનિ.ના ચીફ વોર્ડન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમના દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ ભોજનની ગુણવત્તા વધારવા માટે ફી વધારાને લઇને સહમત થયા હતા. તો બીજી તરફ વિદ્યાર્થીઓ દ્વારા ગુગલ ફોર્મ થકી કરવામાં આવેલા સર્વેમાં 99 ટકા વિદ્યાર્થીઓએ આ વાતનો વિરોધ દર્શાવ્યો હતો.

વાઈસ ચાન્સેલર હટાવો આંદોલન

હવે વિદ્યાર્થીઓ દ્વારા વાઇસ ચાન્સેલર શ્રીવાસ્તવ હટાવોનો મુદ્દો વધુ બુલંદ બન્યો છે. આ મુદ્દે 200 વિદ્યાર્થીઓ સામેના કેસ પણ પાછા ખેંચી લેવા વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે, જો આમ નહીં થાય તો આગામી સોમવારે યુનિવર્સિટી બંધનું એલાન જાહેર કરાયુ છે આ અંગેની તમામ જવાબદારીઓ વિશેની રહેશે તેમ પણ વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠને જણાવ્યું છે.