Vadodaraના વિવિધ વિસ્તારમાં રોગચાળો વકર્યો,શંકાસ્પદ ડેન્ગયૂથી મહિલાનું મોત
વડોદરાના વિવિધ વિસ્તારોમાં રોગચાળો વકર્યો સમા વિસ્તારની 38 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત તાવ આવવાથી હોસ્પિટલમાં કરાઈ હતી દાખલ વડોદરાના વિવિધ વિસ્તારમાં રોગચાળો વકર્યો છે.તો બીજી તરફ હોસ્પિટલમાં દાખલ કરાયેલ 38 વર્ષીય મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત થયુ હોવાની વાત સામે આવી છે.કોલેરાના 6 શંકાસ્પદ કેસ પૈકી એક કેસ પોઝિટિવ નોંધાયો છે.ફતેગંજની 32 વર્ષીય મહિલાનો કોલેરાનો કેસ પોઝિટિવ આવ્યો છે,સાથે સાથે અત્યાર સુધી કોલેરાના કુલ 28 કેસ નોંધાયા છે. મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત સમા વિસ્તારની 38 વર્ષીય મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત થયું હોવાની વાત સામે આવી છે,આ મહિલાને તાવ આવતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી.મહિલામાં ડેન્ગયૂના શંકાસ્પદ લક્ષ્ણો પણ જોવા મળ્યા હતા,તો પરિવારજનોએ મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.અત્યાર સુધી સરકારના ચોપડે વડોદરામાં 28 કોલેરાના કેસ નોંધાયા છે. ઉકાળેલુ પાણી પીવુ જોઈએ બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ માસમાં ઝાડા ઉલટીના 382 કેસ,કમળાના 178 કેસ,ટાઇફોઇડનાં 304 કેસ,કોલેરાનાં 16 કેસ નોંધાયા છે.વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ વધી જાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વડોદરાના વિવિધ વિસ્તારોમાં રોગચાળો વકર્યો
- સમા વિસ્તારની 38 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
- તાવ આવવાથી હોસ્પિટલમાં કરાઈ હતી દાખલ
વડોદરાના વિવિધ વિસ્તારમાં રોગચાળો વકર્યો છે.તો બીજી તરફ હોસ્પિટલમાં દાખલ કરાયેલ 38 વર્ષીય મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત થયુ હોવાની વાત સામે આવી છે.કોલેરાના 6 શંકાસ્પદ કેસ પૈકી એક કેસ પોઝિટિવ નોંધાયો છે.ફતેગંજની 32 વર્ષીય મહિલાનો કોલેરાનો કેસ પોઝિટિવ આવ્યો છે,સાથે સાથે અત્યાર સુધી કોલેરાના કુલ 28 કેસ નોંધાયા છે.
મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત
સમા વિસ્તારની 38 વર્ષીય મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત થયું હોવાની વાત સામે આવી છે,આ મહિલાને તાવ આવતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી.મહિલામાં ડેન્ગયૂના શંકાસ્પદ લક્ષ્ણો પણ જોવા મળ્યા હતા,તો પરિવારજનોએ મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.અત્યાર સુધી સરકારના ચોપડે વડોદરામાં 28 કોલેરાના કેસ નોંધાયા છે.
ઉકાળેલુ પાણી પીવુ જોઈએ
બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ માસમાં ઝાડા ઉલટીના 382 કેસ,કમળાના 178 કેસ,ટાઇફોઇડનાં 304 કેસ,કોલેરાનાં 16 કેસ નોંધાયા છે.વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.
મચ્છરનું ઉત્પાદન વધ્યું
વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ વધી જાય છે.