Unjha: માં ઉમિયાના મંદિરે યોજાશે ધજા મહોત્સવ,18 લાખથી વધુ માઈભક્તો કરશે દર્શન
11 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે શુભારંભ1868 પ્રાગટ્ય ધજાઓ અને 11,111 ધર્મધજાઓ આ પ્રસંગે કરાશે અર્પણ રૂપિયા 1100ના દાન વાળી 11,111 ધજાઓ ચઢાવાશે દરેક મંદિર પર શિખર જોવા મળે છે અને આ શિખર પર ધજા અવશ્ય હોય છે. એક માન્યતા છે કે બ્રહ્માંડની અણુશક્તિએ શિખર દ્વારા ગર્ભ ગૃહમાં પ્રવેશે છે. જેનાથી દેવી શક્તિની મૂર્તિના તેજમાં અતુલનીય વધારો થાય છે. જેથી જ ધજા અને શિખરના દર્શન માત્રથી ભક્તોના સર્વે દુઃખ દૂર થાય છે. આગામી તારીખ 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી માં ઉમિયાનો ધજા મહોત્સવ ત્યારે ઊંઝામાં આવી પવિત્ર ધજાનો માં ઉમિયા ધજા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે. પાટીદારોના કુળદેવી માં ઉમિયાના ઐતિહાસિક નિજ મંદિર એવા ઊંઝાના 1868 વર્ષ જૂના માં ઉમિયા મંદિરે આ વર્ષે માં ઉમિયા ધજા મહોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આગામી તારીખ 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી માં ઉમિયા ધજા મહોત્સવ યોજાશે. ઉંઝા નીજ મંદિરમાં જગત જનની માં ઉમિયાના પ્રાગટ્યના 1868 વર્ષની ઉજવણી કરાશે. ધજા ઉત્સવમાં વ્યક્તિગત ધાર્મિક મંડળો મહિલા સત્સંગ મંડળો ઉમિયા પરિવાર સંગઠનો ધાર્મિક સંસ્થાઓ ઉમિયા માતાજી મંદિરો ગ્રામ્ય સમાજો શહેરી સમાજો પગપાળા સંઘો વિવિધ સંસ્થાઓ કંપનીઓ સૌ કોઈ ધજા મહોત્સવમાં જોડાશે. જેને લઈને આજે ઉછામણી કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ ધજાઓની કરોડો રૂપિયાની ઉછામણી થનાર છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થશે 11 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર આ કાર્યક્રમ યોજાશે, ધજા મહોત્સવ દરમ્યાન પ્રથમ દિવસે 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થશે. મહોત્સવમાં 1868 પ્રાગટ્ય ધજાઓ અને 11,111 ધર્મધજાઓ આ પ્રસંગે અર્પણ કરવાનું આયોજન કરાયું છે. જેમાં રૂ.5100 દાન વાળી 1868 ધજાઓ ચઢાવાશે અને રૂ.1100 દાન વાળી 11111 ધજાઓ ચઢાવાશે . જે પૈકી આજે મુખ્ય 11 ધજાઓની કરાઈ ઉછામણી કરાઈ હતી, જેમાં મહત્તમ આજે એક ધજાના 18 લાખ બોલાયા હતા. 18 લાખથી વધુ માઈ ભક્તો માં ઉમાના પાવનકારી દર્શન કરશે આજે ઉંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે સમાજના દાતાઓ મનમૂકીને ઉછામણીમાં જોડાયા હતા. ભાદરવા મહિનામાં યોજાનાર આ ધજા મહોત્સવમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. અંદાજે 18 લાખથી વધુ માઈ ભક્તો માં ઉમાના પાવનકારી દર્શન કરશે. મહોત્સવમાં કપડવંજથી ઊંઝા સુધી 205 કિલોમીટર ચાલતા યુવાનો 13 સપ્ટેમ્બરના રોજ રિલેફાસ્ટ કરી 24 કલાકમાં ઉંઝા પહોંચશે. જેમાં દર એક કિલોમીટરે યુવાનો બીજા યુવાનોને ધજા અને મશાલ પાસ કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે શુભારંભ
- 1868 પ્રાગટ્ય ધજાઓ અને 11,111 ધર્મધજાઓ આ પ્રસંગે કરાશે અર્પણ
- રૂપિયા 1100ના દાન વાળી 11,111 ધજાઓ ચઢાવાશે
દરેક મંદિર પર શિખર જોવા મળે છે અને આ શિખર પર ધજા અવશ્ય હોય છે. એક માન્યતા છે કે બ્રહ્માંડની અણુશક્તિએ શિખર દ્વારા ગર્ભ ગૃહમાં પ્રવેશે છે. જેનાથી દેવી શક્તિની મૂર્તિના તેજમાં અતુલનીય વધારો થાય છે. જેથી જ ધજા અને શિખરના દર્શન માત્રથી ભક્તોના સર્વે દુઃખ દૂર થાય છે.
આગામી તારીખ 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી માં ઉમિયાનો ધજા મહોત્સવ
ત્યારે ઊંઝામાં આવી પવિત્ર ધજાનો માં ઉમિયા ધજા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે. પાટીદારોના કુળદેવી માં ઉમિયાના ઐતિહાસિક નિજ મંદિર એવા ઊંઝાના 1868 વર્ષ જૂના માં ઉમિયા મંદિરે આ વર્ષે માં ઉમિયા ધજા મહોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આગામી તારીખ 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી માં ઉમિયા ધજા મહોત્સવ યોજાશે. ઉંઝા નીજ મંદિરમાં જગત જનની માં ઉમિયાના પ્રાગટ્યના 1868 વર્ષની ઉજવણી કરાશે.
ધજા ઉત્સવમાં વ્યક્તિગત ધાર્મિક મંડળો મહિલા સત્સંગ મંડળો ઉમિયા પરિવાર સંગઠનો ધાર્મિક સંસ્થાઓ ઉમિયા માતાજી મંદિરો ગ્રામ્ય સમાજો શહેરી સમાજો પગપાળા સંઘો વિવિધ સંસ્થાઓ કંપનીઓ સૌ કોઈ ધજા મહોત્સવમાં જોડાશે. જેને લઈને આજે ઉછામણી કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ ધજાઓની કરોડો રૂપિયાની ઉછામણી થનાર છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થશે
11 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર આ કાર્યક્રમ યોજાશે, ધજા મહોત્સવ દરમ્યાન પ્રથમ દિવસે 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થશે. મહોત્સવમાં 1868 પ્રાગટ્ય ધજાઓ અને 11,111 ધર્મધજાઓ આ પ્રસંગે અર્પણ કરવાનું આયોજન કરાયું છે. જેમાં રૂ.5100 દાન વાળી 1868 ધજાઓ ચઢાવાશે અને રૂ.1100 દાન વાળી 11111 ધજાઓ ચઢાવાશે . જે પૈકી આજે મુખ્ય 11 ધજાઓની કરાઈ ઉછામણી કરાઈ હતી, જેમાં મહત્તમ આજે એક ધજાના 18 લાખ બોલાયા હતા.
18 લાખથી વધુ માઈ ભક્તો માં ઉમાના પાવનકારી દર્શન કરશે
આજે ઉંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે સમાજના દાતાઓ મનમૂકીને ઉછામણીમાં જોડાયા હતા. ભાદરવા મહિનામાં યોજાનાર આ ધજા મહોત્સવમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. અંદાજે 18 લાખથી વધુ માઈ ભક્તો માં ઉમાના પાવનકારી દર્શન કરશે. મહોત્સવમાં કપડવંજથી ઊંઝા સુધી 205 કિલોમીટર ચાલતા યુવાનો 13 સપ્ટેમ્બરના રોજ રિલેફાસ્ટ કરી 24 કલાકમાં ઉંઝા પહોંચશે. જેમાં દર એક કિલોમીટરે યુવાનો બીજા યુવાનોને ધજા અને મશાલ પાસ કરશે.