Surendranagar: ઝાલાવાડમાં માર્ગ અકસ્માતના 4 બનાવમાં 2 વ્યક્તિનાં મોત, 5ને ઈજા

ચોટીલા નેશનલ હાઈવે પર અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિઓની જિંદગી હોમાઈ છે. જયારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. બીજી તરફ રતનપર બાયપાસ રોડ અને રતનપર એસબીઆઈ બેંક પાસે બનેલા અકસ્માતના બે બનાવમાં ચારને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. ચારેય બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.જામનગરના રણજીતનગરમાં રહેતા દીપેન ચંપકલાલ શાહ, તુષાર લખમશીભાઈ શાહ, કિર્તીકુમાર રતિલાલ દોઢીયા અને ઓતમચંદ રાયશીભાઈ હરણીયા અમદાવાદથી ધાર્મીક કાર્ય પુર્ણ કરી કારમાં જામનગર પરત જતા હતા. ત્યારે ચોટીલા હાઈવે પર હોટલ દેવાંગી પાસે કાર ઉભી રાખી તેઓ જમવા જવા માટે રોડ ક્રોસ કરતા હતા. આ સમયે ચોટીલા તરફથી આવતી બ્લેક કલરની થાર કારના ચાલકે તુષારભાઈ અને કિર્તીકુમારને અડફેટે લીધા હતા. જેમાં તુષારભાઈનું મોત થયુ હતુ. જયારે કિર્તીકુમારને સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. બનાવની ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એચ. જી. ગોહીલ ચલાવી રહ્યા છે. જયારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા મયૌદીનભાઈ દીવાન તા. 20મીના રોજ રાત્રે બોલેરો લઈને અમદાવાદથી રાજકોટ જતા હતા. ત્યારે ચોટીલાના નાની મોલડી પાસે કારની એકસલ તુટી જતા કાર બંધ થઈ ગઈ હતી. ત્યારે કોઈ અજાણ્યા વાહને મયૌદીનભાઈને અડફેટે લઈ ઈજા પહોંચાડી મોત નિપજાવ્યુ હતુ. અને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની મૃતકના પુત્ર સાહીલશાએ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ રતનપર બાયપાસ રોડ પર આવેલ ઉમીયા-3 સોસાયટીમાં રહેતા 48 વર્ષીય રાજેશભાઈ કાનજીભાઈ દેદાણીયા મજુરી કામ કરે છે. તેમની રર વર્ષીય દિકરી ભુમિબેનને મેકશન કારખાનામાં નોકરીએ રહેવાનું હોઈ ડોકયુમેન્ટની ઝેરોક્ષ કરાવવા તેઓ તા. 19મીના રોજ સુરેન્દ્રનગર ગયા હતા. જયાંથી કામ પુર્ણ કરી પિતા-પુત્રી બાઈક પર પરત ઘરે આવતા હતા. ત્યારે સાંઈ હોટેલ પાસે સામેથી આવતા બાઈક ચાલકે રાજેશભાઈના બાઈક સાથે અકસ્માત કરતા પિતા-પુત્રી નીચે પટકાયા હતા. જેમાં બન્નેને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની જોરાવરનગર પોલીસ મથકે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી બી.એલ.પરમાર ચલાવી રહ્યા છે. જયારે વઢવાણ ગણપતી ફાટસર વિસ્તારમાં આવેલ ચાણકયપુરી સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ શાંતીલાલભાઈ મારૂ અનાજ દળવાની ઘંટી ચલાવે છે. તા. 21મીના રોજ તેઓ પત્ની મધુબેનને લઈ રતનપર એસબીઆઈ બેંકે કામ હોઈ બાઈક લઈને જતા હતા. ત્યારે બેંકની થોડે આગળ રતનપર ગલીમાંથી પુરપાટ ઝડપે એક ઈકો કારે આવીને ભાવેશભાઈ સાથે અકસ્માત કર્યો હતો. અકસ્માત કરી ઈકો કારનો ચાલક કાર લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં ભાવેશભાઈ અને મધુબેનને ઈજા થતા સારવાર માટે જોરાવરનગરની સવા હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની ફરાર કાર ચાલક સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

Surendranagar: ઝાલાવાડમાં માર્ગ અકસ્માતના 4 બનાવમાં 2 વ્યક્તિનાં મોત, 5ને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચોટીલા નેશનલ હાઈવે પર અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિઓની જિંદગી હોમાઈ છે. જયારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. બીજી તરફ રતનપર બાયપાસ રોડ અને રતનપર એસબીઆઈ બેંક પાસે બનેલા અકસ્માતના બે બનાવમાં ચારને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. ચારેય બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

જામનગરના રણજીતનગરમાં રહેતા દીપેન ચંપકલાલ શાહ, તુષાર લખમશીભાઈ શાહ, કિર્તીકુમાર રતિલાલ દોઢીયા અને ઓતમચંદ રાયશીભાઈ હરણીયા અમદાવાદથી ધાર્મીક કાર્ય પુર્ણ કરી કારમાં જામનગર પરત જતા હતા. ત્યારે ચોટીલા હાઈવે પર હોટલ દેવાંગી પાસે કાર ઉભી રાખી તેઓ જમવા જવા માટે રોડ ક્રોસ કરતા હતા. આ સમયે ચોટીલા તરફથી આવતી બ્લેક કલરની થાર કારના ચાલકે તુષારભાઈ અને કિર્તીકુમારને અડફેટે લીધા હતા. જેમાં તુષારભાઈનું મોત થયુ હતુ. જયારે કિર્તીકુમારને સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. બનાવની ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એચ. જી. ગોહીલ ચલાવી રહ્યા છે. જયારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા મયૌદીનભાઈ દીવાન તા. 20મીના રોજ રાત્રે બોલેરો લઈને અમદાવાદથી રાજકોટ જતા હતા. ત્યારે ચોટીલાના નાની મોલડી પાસે કારની એકસલ તુટી જતા કાર બંધ થઈ ગઈ હતી. ત્યારે કોઈ અજાણ્યા વાહને મયૌદીનભાઈને અડફેટે લઈ ઈજા પહોંચાડી મોત નિપજાવ્યુ હતુ. અને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની મૃતકના પુત્ર સાહીલશાએ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ રતનપર બાયપાસ રોડ પર આવેલ ઉમીયા-3 સોસાયટીમાં રહેતા 48 વર્ષીય રાજેશભાઈ કાનજીભાઈ દેદાણીયા મજુરી કામ કરે છે. તેમની રર વર્ષીય દિકરી ભુમિબેનને મેકશન કારખાનામાં નોકરીએ રહેવાનું હોઈ ડોકયુમેન્ટની ઝેરોક્ષ કરાવવા તેઓ તા. 19મીના રોજ સુરેન્દ્રનગર ગયા હતા. જયાંથી કામ પુર્ણ કરી પિતા-પુત્રી બાઈક પર પરત ઘરે આવતા હતા. ત્યારે સાંઈ હોટેલ પાસે સામેથી આવતા બાઈક ચાલકે રાજેશભાઈના બાઈક સાથે અકસ્માત કરતા પિતા-પુત્રી નીચે પટકાયા હતા. જેમાં બન્નેને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની જોરાવરનગર પોલીસ મથકે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી બી.એલ.પરમાર ચલાવી રહ્યા છે. જયારે વઢવાણ ગણપતી ફાટસર વિસ્તારમાં આવેલ ચાણકયપુરી સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ શાંતીલાલભાઈ મારૂ અનાજ દળવાની ઘંટી ચલાવે છે. તા. 21મીના રોજ તેઓ પત્ની મધુબેનને લઈ રતનપર એસબીઆઈ બેંકે કામ હોઈ બાઈક લઈને જતા હતા. ત્યારે બેંકની થોડે આગળ રતનપર ગલીમાંથી પુરપાટ ઝડપે એક ઈકો કારે આવીને ભાવેશભાઈ સાથે અકસ્માત કર્યો હતો. અકસ્માત કરી ઈકો કારનો ચાલક કાર લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં ભાવેશભાઈ અને મધુબેનને ઈજા થતા સારવાર માટે જોરાવરનગરની સવા હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની ફરાર કાર ચાલક સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.