Surendranagar: ચૂડામાં 5 ઈંચ, સાયલામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે મેઘ સવારી જારી રહી છે. જેમાં ગુરૂવારે સમગ્ર રાત્રિ દરમિયાન મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ચૂડામાં 133 મિમી એટલે કે, 5 ઈંચથી વધુ વરસાદ પડયો છે. જયારે સાયલામાં પણ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લાના દસેય તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. સતત વરસાદથી જિલ્લાના 3 જળાશયો ઓવરફલો થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને તાકીદ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે સાંજથી મેઘરાજાનું આગમન થયુ હતુ. સતત બીજા દિવસે પણ જિલ્લામાં મેઘસવારી જારી રહી હતી. અને ગુરૂવારે દિવસભર વરસાદના વિરામ બાદ ફરી ગુરૂવારે સાંજે મેઘસવારી આવી પહોંચી હતી અને સમગ્ર રાત્રિ દરમિયાન જિલ્લાના દસેય તાલુકાઓમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. છેલ્લા 24 કલાકની વાત કરીઓ તો જિલ્લાના ચૂડા તાલુકામાં સૌથી વધુ 133 મિમી એટલે કે, 5 ઈંચથી વધુ વરસાદ થયો છે. જયારે સાયલામાં 4 ઈંચથી વધુ, લીંબડીમાં 3 ઈંચથી વધુ અને સુરેન્દ્રનગર-ચોટીલામાં 3 ઈંચ આસપાસ વરસાદ થયો છે. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં 18 મિમી એટલે કે, અડધા ઈંચથી વધુ થયો છે. સતત 2 દિવસના વરસાદથી જિલ્લામાં 3 ડેમ ઓવરફલો થયા છે. જેમા ચુડાનો વાંસલ ડેમની સપાટી પરથી 0.03 મીટર ઉપર પાણી વહી રહ્યુ છે. જયારે મૂળીના નાયકા ડેમ અને સાયલાના નીંભણી ડેમના 1 ગેટ ખોલવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં ગુરૂવારે રાતના સમયે ભારે વરસાદથી સવારના સમયે રસ્તાઓ પર ચીક્કાર પાણી ભરાયા હતા. સુ.નગર શહેરના નવા જંકશન રોડ, રતનપર, 80 ફુટ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના 6 તાલુકામાં સીઝનનો વરસાદ 100 ટકાને પાર સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે એવરેજ 598 મિમી એટલે કે, 24 ઈંચ વરસાદ થાય છે. ત્યારે હાલ સીઝનનો 653 મિમી એટલે કે, 109 ટકા વરસાદ થઈ ગયો છે. બીજી તરફ જિલ્લાના 10 તાલુકાઓમાંથી દસાડા, મૂળી, ચોટીલા, સાયલા, ચૂડા અને થાનમાં સીઝનનો 10 ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે. જયારે ધ્રાંગધ્રા, વઢવાણ, લખતર અને લીંબડીમાં હજુ 100 ટકાથી ઓછો વરસાદ છે અને વઢવાણમાં તો 97 ટકા વરસાદ થઈ ગયો છે. પલાસામાં વીજળી પડવાથી 4 પશુના મોત સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે વરસાદ પડવાથી 39 પશુઓના મોત થયા હતા. જયારે ગુરૂવારે રાત્રે પણ આકાશી વીજળીનો કહેર જારી રહ્યો હતો. જેમાં મૂળીના પલાસા ગામે આકાશી વીજળી કડાકાભેર ત્રાટકી હતી. અને પશુપાલક દેવશીભાઈ શંકરભાઈ ફીસડીયાની 4 ભેંસના વીજળી પડવાથી મોત થયા હતા. તંત્ર દ્વારા પશુ મૃત્યુની સહાય ઝડપથી ચૂકવાતા પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. લીંબડી પંથકમાં મુશળધાર વરસાદ ઊંડી શેરીમાં જર્જરિત મકાન ધરાશાયી લીંબડી : લીંબડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાદરવો ભરપુરની જેમ મુશળધાર વરસાદ તૂટી પડયો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. લીંબડી શહેર ઉપરાંત તાલુકાના ભલગામડા, શિયાણી, અંકેવાળીયા, બોરણા, રાસકા, બલદાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર કરી છે. લીંબડી શહેરમાં ઉંડી શેરીમાં ભારે પવન સાથે વરસાદ થતા જુનુ જર્જરિત હાલતમાં ઉભેલુ એક મકાન અચાનક ધરાશાયી થયુ હતું. સદભાગે કોઈ જાનહાનિ થઈ નહોતી. આ વરસાદના કારણે ઉભા પાકોને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સાયલામાં 18 કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો : નીચાણના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાંસાયલા : સાયલા પંથકમાં એક મહિનાના વિરામ બાદ છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે. બુધવારની મોડીરાતથી શરૂ થયેલ મેઘાની ભાદરવી ધમાલમાં પાંચ ઈંચ પાણી વરસી જતા ગામમાં તથા સીમના ખેતરોમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. ગુરુવારે મોડી સાંજે આકાશી વાદળોની જમાવટ સાથે વીજળીના કડાકા ભડાકા વચ્ચે ધોધમાર વરસાદ તુટી પડતા હાઇવે તથા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.સવારે પણ મેઘરાજાનું આકરુ વહાલ વરસાવવાનું ચાલુ રહેતા 18 કલાક દરમિયાન સાડા ચાર ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ભાદરવાના અંતમાં ખાબકેલા વરસાદથી ખેડૂતોના હજારો હેકટર જમીનમાં વાવેતર કરાયેલ કપાસ, તલ, એરંડા, મગફ્ળી સહિતના ખેત પાકોને મોટું નુક્સાન થયાની સંભાવના સેવાઇ રહી છે. ત્યારે હવામાન ખાતાએ હજુ પણ બે દિવસ સુધી વરસાદની આગાહી સેવતા જગતના તાતના જીવ પડીકે બંધાયા છે. રાણપુર તાલુકામાં બે ઈંચ વરસાદ ખાબક્યો : ખેતરોમાં પાણી ભરાયાં રાણપુર : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના માલણપુર, દેવગાણા, દેવળીયા, બોડીયા, બરાનીયા, નાગનેશ, હડમતાળા, રાજપરા, બુબાવાવ, કુંડલી, ઉમરાળા, અલમપુર, ગઢીયા, દેરડી, સાંગણપુર, ધારપીપળા, ઉમરાળા, કેરીયા, અણિયાળી અને તાલુકાના મામલતદારે જણાવ્યા મુજબ રાણપુર તાલુકા સહિત તાલુકાના ગામોમાં ગાજવીજ સાથે બે ઇંચ ધોધમાર વરસાદ ખાબકતા અમુક ગામમાં નદી નાળા છલકાયા હતા. પાછોતરો વરસાદ પડતા ખેડૂતોના હાથમાં આવેલ કપાસ, તલ, બાજરી, જુવાર, જેવા પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ સર્જાય છે. કારણ કે અત્યારે વરસાદ વરસવાને કારણે કપાસમાં આવેલ ફલ ફુદડા અને જીંડવા ખરીને નીચે પડી જાશે. જ્યારે પશુપાલકોએ પશુ માટે જાર જેવો ઘાસચારો વાઢીને રાખ્યો હોય તે પણ પલળે એટલે નકામો થઈ જાય છે. એથી બે દિવસના વરસાદી માહોલથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. માંડલ : અષાઢમાં અનરાધાર અને શ્રાવણીયે શ્રીકારવર્ષા પછી ભાદરવા માસે પણ મેઘરાજાએ અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં ધબડાટી બોલાવવાની ચાલુ કરી દીધી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. હવે ભાદરવો માસ પણ અંત તરફ છે અને બીજીબાજુ નવરાત્રિ પર્વ પણ નજીક આવ્યું છે. ભાદરવો છેલ્લાં પંદરેક દિવસથી તપ્યો હતો અને ફરી ઉકળાટ વચ્ચે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. ત્યારે માંડલ સહિત તાલુકા ગ્રામ્યમાં બુધવારે મોડી રાત્રીથી શરુ થયેલ ધોધમાર વરસાદ પરોઢ સુધી વરસ્યો હતો. ત્યારે ગુરૂવારે સવારે અને સાંજના સમયે વરસાદ વરસ્યો હતો. જ્યારે શુક્રવારે પણ વહેલી સવારે ઝાપટુ વરસ્યુ હતુ. જોકે બે દિનની સતત વરસાદી મહેર થત

Surendranagar: ચૂડામાં 5 ઈંચ, સાયલામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે મેઘ સવારી જારી રહી છે. જેમાં ગુરૂવારે સમગ્ર રાત્રિ દરમિયાન મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ચૂડામાં 133 મિમી એટલે કે, 5 ઈંચથી વધુ વરસાદ પડયો છે. જયારે સાયલામાં પણ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લાના દસેય તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. સતત વરસાદથી જિલ્લાના 3 જળાશયો ઓવરફલો થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને તાકીદ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે સાંજથી મેઘરાજાનું આગમન થયુ હતુ. સતત બીજા દિવસે પણ જિલ્લામાં મેઘસવારી જારી રહી હતી. અને ગુરૂવારે દિવસભર વરસાદના વિરામ બાદ ફરી ગુરૂવારે સાંજે મેઘસવારી આવી પહોંચી હતી અને સમગ્ર રાત્રિ દરમિયાન જિલ્લાના દસેય તાલુકાઓમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. છેલ્લા 24 કલાકની વાત કરીઓ તો જિલ્લાના ચૂડા તાલુકામાં સૌથી વધુ 133 મિમી એટલે કે, 5 ઈંચથી વધુ વરસાદ થયો છે. જયારે સાયલામાં 4 ઈંચથી વધુ, લીંબડીમાં 3 ઈંચથી વધુ અને સુરેન્દ્રનગર-ચોટીલામાં 3 ઈંચ આસપાસ વરસાદ થયો છે. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં 18 મિમી એટલે કે, અડધા ઈંચથી વધુ થયો છે. સતત 2 દિવસના વરસાદથી જિલ્લામાં 3 ડેમ ઓવરફલો થયા છે. જેમા ચુડાનો વાંસલ ડેમની સપાટી પરથી 0.03 મીટર ઉપર પાણી વહી રહ્યુ છે. જયારે મૂળીના નાયકા ડેમ અને સાયલાના નીંભણી ડેમના 1 ગેટ ખોલવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં ગુરૂવારે રાતના સમયે ભારે વરસાદથી સવારના સમયે રસ્તાઓ પર ચીક્કાર પાણી ભરાયા હતા. સુ.નગર શહેરના નવા જંકશન રોડ, રતનપર, 80 ફુટ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના 6 તાલુકામાં સીઝનનો વરસાદ 100 ટકાને પાર

સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે એવરેજ 598 મિમી એટલે કે, 24 ઈંચ વરસાદ થાય છે. ત્યારે હાલ સીઝનનો 653 મિમી એટલે કે, 109 ટકા વરસાદ થઈ ગયો છે. બીજી તરફ જિલ્લાના 10 તાલુકાઓમાંથી દસાડા, મૂળી, ચોટીલા, સાયલા, ચૂડા અને થાનમાં સીઝનનો 10 ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે. જયારે ધ્રાંગધ્રા, વઢવાણ, લખતર અને લીંબડીમાં હજુ 100 ટકાથી ઓછો વરસાદ છે અને વઢવાણમાં તો 97 ટકા વરસાદ થઈ ગયો છે.

પલાસામાં વીજળી પડવાથી 4 પશુના મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે વરસાદ પડવાથી 39 પશુઓના મોત થયા હતા. જયારે ગુરૂવારે રાત્રે પણ આકાશી વીજળીનો કહેર જારી રહ્યો હતો. જેમાં મૂળીના પલાસા ગામે આકાશી વીજળી કડાકાભેર ત્રાટકી હતી. અને પશુપાલક દેવશીભાઈ શંકરભાઈ ફીસડીયાની 4 ભેંસના વીજળી પડવાથી મોત થયા હતા. તંત્ર દ્વારા પશુ મૃત્યુની સહાય ઝડપથી ચૂકવાતા પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

લીંબડી પંથકમાં મુશળધાર વરસાદ ઊંડી શેરીમાં જર્જરિત મકાન ધરાશાયી

લીંબડી : લીંબડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાદરવો ભરપુરની જેમ મુશળધાર વરસાદ તૂટી પડયો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. લીંબડી શહેર ઉપરાંત તાલુકાના ભલગામડા, શિયાણી, અંકેવાળીયા, બોરણા, રાસકા, બલદાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર કરી છે. લીંબડી શહેરમાં ઉંડી શેરીમાં ભારે પવન સાથે વરસાદ થતા જુનુ જર્જરિત હાલતમાં ઉભેલુ એક મકાન અચાનક ધરાશાયી થયુ હતું. સદભાગે કોઈ જાનહાનિ થઈ નહોતી. આ વરસાદના કારણે ઉભા પાકોને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

સાયલામાં 18 કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો : નીચાણના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં

સાયલા : સાયલા પંથકમાં એક મહિનાના વિરામ બાદ છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે. બુધવારની મોડીરાતથી શરૂ થયેલ મેઘાની ભાદરવી ધમાલમાં પાંચ ઈંચ પાણી વરસી જતા ગામમાં તથા સીમના ખેતરોમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. ગુરુવારે મોડી સાંજે આકાશી વાદળોની જમાવટ સાથે વીજળીના કડાકા ભડાકા વચ્ચે ધોધમાર વરસાદ તુટી પડતા હાઇવે તથા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.સવારે પણ મેઘરાજાનું આકરુ વહાલ વરસાવવાનું ચાલુ રહેતા 18 કલાક દરમિયાન સાડા ચાર ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ભાદરવાના અંતમાં ખાબકેલા વરસાદથી ખેડૂતોના હજારો હેકટર જમીનમાં વાવેતર કરાયેલ કપાસ, તલ, એરંડા, મગફ્ળી સહિતના ખેત પાકોને મોટું નુક્સાન થયાની સંભાવના સેવાઇ રહી છે. ત્યારે હવામાન ખાતાએ હજુ પણ બે દિવસ સુધી વરસાદની આગાહી સેવતા જગતના તાતના જીવ પડીકે બંધાયા છે.

રાણપુર તાલુકામાં બે ઈંચ વરસાદ ખાબક્યો : ખેતરોમાં પાણી ભરાયાં

રાણપુર : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના માલણપુર, દેવગાણા, દેવળીયા, બોડીયા, બરાનીયા, નાગનેશ, હડમતાળા, રાજપરા, બુબાવાવ, કુંડલી, ઉમરાળા, અલમપુર, ગઢીયા, દેરડી, સાંગણપુર, ધારપીપળા, ઉમરાળા, કેરીયા, અણિયાળી અને તાલુકાના મામલતદારે જણાવ્યા મુજબ રાણપુર તાલુકા સહિત તાલુકાના ગામોમાં ગાજવીજ સાથે બે ઇંચ ધોધમાર વરસાદ ખાબકતા અમુક ગામમાં નદી નાળા છલકાયા હતા. પાછોતરો વરસાદ પડતા ખેડૂતોના હાથમાં આવેલ કપાસ, તલ, બાજરી, જુવાર, જેવા પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ સર્જાય છે. કારણ કે અત્યારે વરસાદ વરસવાને કારણે કપાસમાં આવેલ ફલ ફુદડા અને જીંડવા ખરીને નીચે પડી જાશે. જ્યારે પશુપાલકોએ પશુ માટે જાર જેવો ઘાસચારો વાઢીને રાખ્યો હોય તે પણ પલળે એટલે નકામો થઈ જાય છે. એથી બે દિવસના વરસાદી માહોલથી ખેડૂતોની મુશ્કેલી વધી છે.

માંડલ : અષાઢમાં અનરાધાર અને શ્રાવણીયે શ્રીકારવર્ષા પછી ભાદરવા માસે પણ મેઘરાજાએ અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં ધબડાટી બોલાવવાની ચાલુ કરી દીધી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. હવે ભાદરવો માસ પણ અંત તરફ છે અને બીજીબાજુ નવરાત્રિ પર્વ પણ નજીક આવ્યું છે. ભાદરવો છેલ્લાં પંદરેક દિવસથી તપ્યો હતો અને ફરી ઉકળાટ વચ્ચે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. ત્યારે માંડલ સહિત તાલુકા ગ્રામ્યમાં બુધવારે મોડી રાત્રીથી શરુ થયેલ ધોધમાર વરસાદ પરોઢ સુધી વરસ્યો હતો. ત્યારે ગુરૂવારે સવારે અને સાંજના સમયે વરસાદ વરસ્યો હતો. જ્યારે શુક્રવારે પણ વહેલી સવારે ઝાપટુ વરસ્યુ હતુ. જોકે બે દિનની સતત વરસાદી મહેર થતાં ફરી વાતાવરણ પણ ઠંડુ થયું અને લોકોને ભાદરવાની ગરમીમાંથી રાહત પણ મળી ગઈ હતી.