Surendranagar: એક જ દિવસમાં ચોરીના પાંચ બનાવ પોલીસ દફતરે નોંધાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે ચોરીના પાંચ બનાવની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં દસાડામાં સોલાર પ્લાન્ટ અને મૂળીમાં પવન ચક્કીમાંથી કોપર વાયર ચોરાયો છે. જયારે તરણેતર મેળામાંથી બાઈક અને મોબાઈલ ચોરાયાની ફરિયાદ નોંધાઈ છે.દસાડા તાલુકાના ધામા પાસે ટેરા ફાર્મ સોલાર પાવર પ્લાન્ટ આવેલો છે. પ્લાન્ટમાં ઝીંઝુવાડાના છત્રસીંહ મનુભા ઝાલા સીકયોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ગત તા. 11મીએ રાત્રે તેઓ નોકરી પર હાજર હતા. પરંતુ વરસાદને લીધે પ્લાન્ટની ફેન્સીંગ કરેલ તારની પાસે પુરતો આંટો મારી શકયા ન હતા. ત્યારે તા. 12મીએ સવારે પ્લાન્ટમાંથી 10,100 મીટર કોપર વાયર કિંમત રૂ. 90 હજારના કોઈ શખ્સો ચોરી કરી લઈ ગયાની જાણ થઈ હતી. આ અંગે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એચ.એ.વડેખણીયા ચલાવી રહ્યા છે. જયારે મુળીના વેલાળા (ધ્રા) ગામની સીમમાં એસજેવીએન કંપનીની પવનચક્કીઓ આવેલી છે. જેમાં દિલ્હીની કંપની સીકયોરીટી પુરી પાડે છે. તા. 18 સપ્ટેમ્બરના રોજ સીકયોરીટી ગાર્ડ મનસુખભાઈ મકવાણાએ ર પવન ચક્કીનો અર્થીંગ વાયર કાપેલો જોયો હતો. આથી તેઓએ સુપરવાઈઝરને જાણ કરી હતી. જેમાં તપાસ કરતા કોઈ શખ્સો બન્ને પવન ચક્કીઓમાંથી કોપરનો અર્થીંગ વાયર 125 મીટર કિંમત રૂ. 87,500ની મત્તાનો ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે સુપરવાઈઝર મહાવીરસીંહ ઝાલાએ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી પી.જી.ઝાલા ચલાવી રહ્યા છે. રાજકોટના વૃદ્ધનો મોબાઈલ ચોરાયો રાજકોટના નાના મૌઆ રોડ પર આવેલ અભય સીલ્વર શાઈન સોસાયટીમાં રહેતા 60 વર્ષીય દલપતભાઈ દેવશીભાઈ સોલંકી ગત તા. 7મીએ પરીવાર સાથે તરણેતર મેળો કરવા આવ્યા હતા. ત્યારે મેળામાં ફરતા દરમિયાન તેમના શર્ટના ઉપરના ખીસ્સામાં રહેલ સેમસંગ એસ23+ મોબાઈલ કિંમત રૂ. 20 હજારનો કોઈ ચોરી કરી લઈ ગયું હતું. શાકભાજી લેવા ગયેલી મહિલાનો મોબાઈલ ગઠિયો ચોરી ગયો થાનના આંબેડકરનગરમાં રહેતા એકતાબેન પ્રકાશભાઈ સોલંકી ગત તા. 28મી જુલાઈના રોજ અસ્થળની જગ્યા પાસે શાકભાજી લેતા હતા. ત્યારે લારીમાં તેઓએ પોતાનો વીવો વી-27 પ્રો મોબાઈલ મુકયો હતો. શાક લીધા બાદ તેઓએ જોતા મોબાઈલ કોઈ ચોરી કરીને લઈ ગયુ હતુ. આથી તેઓએ રૂપિયા 20 હજારની અંદાજિત કિંમતનો મોબાઈલ ચોરાયાની થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સાયલાના યુવાનનું તરણેતર બસ સ્ટેશન પાસેથી બાઈક ચોરાયું સાયલાના મુળી દરવાજા પાસે રહેતા યુવરાજ પ્રવીણભાઈ ભાડકા મિત્રો સાથે ગત તા. 8મીના રોજ તરણેતર મેળો માણવા ગયા હતા. ત્યારે તરણેતર ગામના બસ સ્ટેશન પાસે બાઈક મુકી મેળો માણવા ગયા હતા. જયાંથી સાંજના પરત આવીને જોતા બાઈક નજરે પડયુ ન હતુ. આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક ન મળી આવતા પ્રવીણભાઈએ થાન પોલીસ મથકે રૂ. 40 હજારનું બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાવી છે.

Surendranagar: એક જ દિવસમાં ચોરીના પાંચ બનાવ પોલીસ દફતરે નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે ચોરીના પાંચ બનાવની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં દસાડામાં સોલાર પ્લાન્ટ અને મૂળીમાં પવન ચક્કીમાંથી કોપર વાયર ચોરાયો છે. જયારે તરણેતર મેળામાંથી બાઈક અને મોબાઈલ ચોરાયાની ફરિયાદ નોંધાઈ છે.

દસાડા તાલુકાના ધામા પાસે ટેરા ફાર્મ સોલાર પાવર પ્લાન્ટ આવેલો છે. પ્લાન્ટમાં ઝીંઝુવાડાના છત્રસીંહ મનુભા ઝાલા સીકયોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ગત તા. 11મીએ રાત્રે તેઓ નોકરી પર હાજર હતા. પરંતુ વરસાદને લીધે પ્લાન્ટની ફેન્સીંગ કરેલ તારની પાસે પુરતો આંટો મારી શકયા ન હતા. ત્યારે તા. 12મીએ સવારે પ્લાન્ટમાંથી 10,100 મીટર કોપર વાયર કિંમત રૂ. 90 હજારના કોઈ શખ્સો ચોરી કરી લઈ ગયાની જાણ થઈ હતી. આ અંગે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એચ.એ.વડેખણીયા ચલાવી રહ્યા છે. જયારે મુળીના વેલાળા (ધ્રા) ગામની સીમમાં એસજેવીએન કંપનીની પવનચક્કીઓ આવેલી છે. જેમાં દિલ્હીની કંપની સીકયોરીટી પુરી પાડે છે. તા. 18 સપ્ટેમ્બરના રોજ સીકયોરીટી ગાર્ડ મનસુખભાઈ મકવાણાએ ર પવન ચક્કીનો અર્થીંગ વાયર કાપેલો જોયો હતો. આથી તેઓએ સુપરવાઈઝરને જાણ કરી હતી. જેમાં તપાસ કરતા કોઈ શખ્સો બન્ને પવન ચક્કીઓમાંથી કોપરનો અર્થીંગ વાયર 125 મીટર કિંમત રૂ. 87,500ની મત્તાનો ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે સુપરવાઈઝર મહાવીરસીંહ ઝાલાએ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી પી.જી.ઝાલા ચલાવી રહ્યા છે.

રાજકોટના વૃદ્ધનો મોબાઈલ ચોરાયો

રાજકોટના નાના મૌઆ રોડ પર આવેલ અભય સીલ્વર શાઈન સોસાયટીમાં રહેતા 60 વર્ષીય દલપતભાઈ દેવશીભાઈ સોલંકી ગત તા. 7મીએ પરીવાર સાથે તરણેતર મેળો કરવા આવ્યા હતા. ત્યારે મેળામાં ફરતા દરમિયાન તેમના શર્ટના ઉપરના ખીસ્સામાં રહેલ સેમસંગ એસ23+ મોબાઈલ કિંમત રૂ. 20 હજારનો કોઈ ચોરી કરી લઈ ગયું હતું.

શાકભાજી લેવા ગયેલી મહિલાનો મોબાઈલ ગઠિયો ચોરી ગયો

થાનના આંબેડકરનગરમાં રહેતા એકતાબેન પ્રકાશભાઈ સોલંકી ગત તા. 28મી જુલાઈના રોજ અસ્થળની જગ્યા પાસે શાકભાજી લેતા હતા. ત્યારે લારીમાં તેઓએ પોતાનો વીવો વી-27 પ્રો મોબાઈલ મુકયો હતો. શાક લીધા બાદ તેઓએ જોતા મોબાઈલ કોઈ ચોરી કરીને લઈ ગયુ હતુ. આથી તેઓએ રૂપિયા 20 હજારની અંદાજિત કિંમતનો મોબાઈલ ચોરાયાની થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સાયલાના યુવાનનું તરણેતર બસ સ્ટેશન પાસેથી બાઈક ચોરાયું

સાયલાના મુળી દરવાજા પાસે રહેતા યુવરાજ પ્રવીણભાઈ ભાડકા મિત્રો સાથે ગત તા. 8મીના રોજ તરણેતર મેળો માણવા ગયા હતા. ત્યારે તરણેતર ગામના બસ સ્ટેશન પાસે બાઈક મુકી મેળો માણવા ગયા હતા. જયાંથી સાંજના પરત આવીને જોતા બાઈક નજરે પડયુ ન હતુ. આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક ન મળી આવતા પ્રવીણભાઈએ થાન પોલીસ મથકે રૂ. 40 હજારનું બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાવી છે.