Surendranagarમાં મેઘાની તોફાની બેટિંગ બાદ મોટાભાગના માર્ગો ક્લીનબોલ્ડ !
શહેરના રિવરફ્રન્ટ રોડ, હેન્ડલુમથી ટાવર રોડ, નવા જંકશન રોડ પર મસમોટા ખાડા પડયાહાલ માટી અને મોરમ નાંખી ખાડા બુરાશે, રિસરફિંગ માટે ગ્રાંટ મંગાશે : નગરપાલિકા વરસાદના સમયે આ ખાડામાં પાણી ભરાતા અનેક વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પણ કચ્ચરઘાણ બોલી ગયો છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે. વરસાદના સમયે આ ખાડામાં પાણી ભરાતા અનેક વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં જન્માષ્ટમી પર્વથી શરૂ થયેલા વરસાદમાં 10 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. વરસાદે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓનો કચ્ચરઘાણ બોલાવી દીધો છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર સતત પાણી ભરાઈ રહેતા અને ડામર ઉખડી જતા મસમોટા ખાડા પડી ગયા છે. જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સૌથી વધુ ખરાબ સ્થિતિ શહેરના રીવરફ્રન્ટ રોડ, નવા જંકશન રોડ, હેન્ડલુમથી ટાવર રોડની છે. જેમાં ખાડામાં વાહનચાલકો ફસડાઈ પડે છે. જયારે સારા વરસાદથી ખાડામાં ફરી પાણી ભરાતા અકસ્માતના બનાવો બને છે. આ અંગે પાલિકાના ઈજનેર કયવંતસીંહ હેરમાના જણાવાયા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ ખાડાઓમાં મોરમ અને માટી નાંખીને ચાલવા યોગ્ય બનાવાઈ રહ્યા છે. જયારે રસ્તાઓના થયેલ કુલ નુકશાનનો સર્વે કરી રીસરફેસીંગ માટે સરકાર માટે ગ્રાન્ટની માંગણી કરાશે અને નવરાત્રી પછી તમામ રસ્તાઓમાં ડામર કરી યોગ્ય કરાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- શહેરના રિવરફ્રન્ટ રોડ, હેન્ડલુમથી ટાવર રોડ, નવા જંકશન રોડ પર મસમોટા ખાડા પડયા
- હાલ માટી અને મોરમ નાંખી ખાડા બુરાશે, રિસરફિંગ માટે ગ્રાંટ મંગાશે : નગરપાલિકા
- વરસાદના સમયે આ ખાડામાં પાણી ભરાતા અનેક વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે
સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પણ કચ્ચરઘાણ બોલી ગયો છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે. વરસાદના સમયે આ ખાડામાં પાણી ભરાતા અનેક વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર શહેરમાં જન્માષ્ટમી પર્વથી શરૂ થયેલા વરસાદમાં 10 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. વરસાદે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓનો કચ્ચરઘાણ બોલાવી દીધો છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર સતત પાણી ભરાઈ રહેતા અને ડામર ઉખડી જતા મસમોટા ખાડા પડી ગયા છે. જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સૌથી વધુ ખરાબ સ્થિતિ શહેરના રીવરફ્રન્ટ રોડ, નવા જંકશન રોડ, હેન્ડલુમથી ટાવર રોડની છે. જેમાં ખાડામાં વાહનચાલકો ફસડાઈ પડે છે. જયારે સારા વરસાદથી ખાડામાં ફરી પાણી ભરાતા અકસ્માતના બનાવો બને છે. આ અંગે પાલિકાના ઈજનેર કયવંતસીંહ હેરમાના જણાવાયા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ ખાડાઓમાં મોરમ અને માટી નાંખીને ચાલવા યોગ્ય બનાવાઈ રહ્યા છે. જયારે રસ્તાઓના થયેલ કુલ નુકશાનનો સર્વે કરી રીસરફેસીંગ માટે સરકાર માટે ગ્રાન્ટની માંગણી કરાશે અને નવરાત્રી પછી તમામ રસ્તાઓમાં ડામર કરી યોગ્ય કરાશે.