Suratમાં કાપડ માર્કેટમાં ફોસ્ટાના સભ્ય તરીકે ફરતો કથિત પત્રકાર ઝડપાયો,થયા અનેક ખુલાસા

ફોસ્ટાના નામે ખેલ પાડનાર કથિત પત્રકાર ઝડપાયો સુરત કાપડ માર્કેટમાં ફોસ્ટાના સભ્ય તરીકે ફરતો હતો ફોસ્ટાનો સભ્ય હોવાનું કહી વેપારી પાસે રૂપિયા માંગ્યા સુરતમાં કાપડ માર્કેટમાં ફોસ્ટાના સભ્ય તરીકેની ઓળખ આપી હરિયાણાના વેપારી પાસેથી રૂ. 40 હજાર પડાવનાર કથિત પત્રકાર ઝડપાયો છે.ઇકો સેલે કૈલાશ કમલાકાંત શુક્લાની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.ફોસ્ટાના નામે બનાવટી લેટર પેડ, ID બનાવ્યા હતા.વેપારીને અન્ય વેપારીને ચૂકવવાના હતા રૂપિયા કથિત પત્રકારને માહિતી હતી કે એક વેપારીને અન્ય વેપારીને રૂ. 3 લાખથી વધુ ચૂકવવાના બાકી હતા,તો ફોસ્ટાના અધ્યક્ષ સાથે વાત કરીને વેપારીને રૂપિયા ચૂકવી પતાવટ કરો તેમ કહી વેપારી પાસે રૂપિયા લઈ ખેલ પાડયો હતો.તો આરોપીએ પહેલા 80 હજાર રૂપિયા માંગ્યા અને છેલ્લે પતાવટ કરીને 40 હજાર પડાવ્યા હતા.આ આરોપી પોલીસમાં પકડાવી વેપારીને માર મારવાની આપતો હતો ધમકી. કથિત પત્રકારના મોટા ખેલનો પ્રર્દાફાશ કાપડ માર્કેટમાં ફોસ્ટાના સભ્ય તરીકે અલગ-અલગ વેપારીઓને મળતો હતો આ પત્રકાર,અને રૂપિયાની માંગણી કરતો હતો,કાપડ વેપારી નીરજકુમાર ગુમર પાસેથી પણ આ આરોપીએ રૂપિયા પડાવ્યા છે.પહેલા તેણે ફોસ્ટાના નામે બનાવટી લેટર પેડ તથા આઈ કાર્ડ બનાવ્યા અને કોઈ વેપારી પૂછે તો તે આઈકાર્ડ અને લેટર બતાવતો હતો,આરોપી પાસેથી જગત ન્યુઝ ૨૪ નામનું પ્રેસનું આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે.ફરિયાદી નિરજકુમારને વિશ્વા હેન્ડવર્ક નામની પેઢી ચલાવે છે અને તેમને એક વેપારીને રૂપિયા 3 લાખ ચૂકવવાના બાકી હતા.બળજબરીથી પડાવ્યા રૂપિયા પોલીસની એજન્સી ઈકોસેલે આરોપીની ધરપકડ કરી છે,આરોપીની અલગ-અલગ રીતે પૂછપરછ કરી છે અને તેની પાસેથી આઈડી કાર્ડ અને લેટર જપ્ત કરી ગુનો નોંધ્યો છે,પોલીસે વેપારીઓને વિનંતી કરી છે કે આ આરોપીએ અન્ય કોઈ સાથે જો આવી છેતરપિંડી કરી હોય તો તે પોલીસનો સંપર્ક કરે અને પોલીસ તેમને મદદ કરશે.

Suratમાં કાપડ માર્કેટમાં ફોસ્ટાના સભ્ય તરીકે ફરતો કથિત પત્રકાર ઝડપાયો,થયા અનેક ખુલાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફોસ્ટાના નામે ખેલ પાડનાર કથિત પત્રકાર ઝડપાયો
  • સુરત કાપડ માર્કેટમાં ફોસ્ટાના સભ્ય તરીકે ફરતો હતો
  • ફોસ્ટાનો સભ્ય હોવાનું કહી વેપારી પાસે રૂપિયા માંગ્યા

સુરતમાં કાપડ માર્કેટમાં ફોસ્ટાના સભ્ય તરીકેની ઓળખ આપી હરિયાણાના વેપારી પાસેથી રૂ. 40 હજાર પડાવનાર કથિત પત્રકાર ઝડપાયો છે.ઇકો સેલે કૈલાશ કમલાકાંત શુક્લાની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.ફોસ્ટાના નામે બનાવટી લેટર પેડ, ID બનાવ્યા હતા.

વેપારીને અન્ય વેપારીને ચૂકવવાના હતા રૂપિયા

કથિત પત્રકારને માહિતી હતી કે એક વેપારીને અન્ય વેપારીને રૂ. 3 લાખથી વધુ ચૂકવવાના બાકી હતા,તો ફોસ્ટાના અધ્યક્ષ સાથે વાત કરીને વેપારીને રૂપિયા ચૂકવી પતાવટ કરો તેમ કહી વેપારી પાસે રૂપિયા લઈ ખેલ પાડયો હતો.તો આરોપીએ પહેલા 80 હજાર રૂપિયા માંગ્યા અને છેલ્લે પતાવટ કરીને 40 હજાર પડાવ્યા હતા.આ આરોપી પોલીસમાં પકડાવી વેપારીને માર મારવાની આપતો હતો ધમકી.

કથિત પત્રકારના મોટા ખેલનો પ્રર્દાફાશ

કાપડ માર્કેટમાં ફોસ્ટાના સભ્ય તરીકે અલગ-અલગ વેપારીઓને મળતો હતો આ પત્રકાર,અને રૂપિયાની માંગણી કરતો હતો,કાપડ વેપારી નીરજકુમાર ગુમર પાસેથી પણ આ આરોપીએ રૂપિયા પડાવ્યા છે.પહેલા તેણે ફોસ્ટાના નામે બનાવટી લેટર પેડ તથા આઈ કાર્ડ બનાવ્યા અને કોઈ વેપારી પૂછે તો તે આઈકાર્ડ અને લેટર બતાવતો હતો,આરોપી પાસેથી જગત ન્યુઝ ૨૪ નામનું પ્રેસનું આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે.ફરિયાદી નિરજકુમારને વિશ્વા હેન્ડવર્ક નામની પેઢી ચલાવે છે અને તેમને એક વેપારીને રૂપિયા 3 લાખ ચૂકવવાના બાકી હતા.

બળજબરીથી પડાવ્યા રૂપિયા

પોલીસની એજન્સી ઈકોસેલે આરોપીની ધરપકડ કરી છે,આરોપીની અલગ-અલગ રીતે પૂછપરછ કરી છે અને તેની પાસેથી આઈડી કાર્ડ અને લેટર જપ્ત કરી ગુનો નોંધ્યો છે,પોલીસે વેપારીઓને વિનંતી કરી છે કે આ આરોપીએ અન્ય કોઈ સાથે જો આવી છેતરપિંડી કરી હોય તો તે પોલીસનો સંપર્ક કરે અને પોલીસ તેમને મદદ કરશે.