Surat: રત્ન કલાકારોની હાલત ચિંતાજનક, 50 હજારથી વધુ રત્ન કલાકારો બેરોજગાર
સુરતમાં અંદાજિત હીરાના 2500 કારખાના10 લાખથી વધુ લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 25 દિવસમાં જ 1500થી વધારે લોકોના મદદ માટે હેલ્પલાઈન નંબર પર કોલ આવ્યા સુરતમાં દિવસેને દિવસે રત્ન કલાકારોની હાલત ચિંતાજનક થઈ રહી છે. છેલ્લા 16 મહિનામાં 65 રત્નકલાકારના મોત થયા છે. ત્યારે જુન મહિનામાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી 1500થી વધુ કોલ આવ્યા છે. સુરતમાં અંદાજિત 2500થી વધુ હીરાના કારખાના તમને જણાવી દઈએ કે સુરતમાં અંદાજિત 2500થી વધુ હીરાના કારખાના છે અને 10 લાખથી વધુ લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ત્યારે હાલમાં 50 હજારથી વધુ રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. માત્ર 25 દિવસમાં જ 1500થી વધારે લોકોના મદદ માટે હેલ્પલાઈન નંબર પર કોલ આવ્યા છે અને છેલ્લા 25 દિવસમાં 5થી 6 આપઘાતના ઈરાદે કોલ આવ્યા છે. સાત દિવસમાંથી 3 દિવસ રત્ન કલાકારને ફરજિયાત રજા સમગ્ર ગુજરાત રાજ્યમાં 25 લાખથી વધુ રત્ન કલાકારો છે અને રાજ્યને સૌથી વધારે ફાયદો હીરા ઉદ્યોગ દ્વારા થાય છે પણ રત્ન કલાકારો જ હાલ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, હાલમાં સાત દિવસમાંથી 3 દિવસ રત્ન કલાકારને ફરજિયાત રજા આપવામાં આવે છે અને બીજી તરફ કોઈ રોજગારી ના હોવાના કારણે બાળકોના શિક્ષણ પર પણ તેની સીધી અસર પડી રહી છે અને રત્ન કલાકારો પાસે હાલમાં ભાડાના મકાનના ભાડુ ચૂકવવાના રૂપિયા પણ નથી. રત્ન કલાકારો અન્ય સામાન્ય વ્યવસાય કરવા તરફ મજબૂર બન્યા ત્યારે પોતાનું મકાન હાલ હપ્તા પર હોવાથી લોન કેવી રીતે ભરવી તે પણ એક પ્રશ્ન છે તો જો કોઈ આકસ્મિક મેડિકલ ખર્ચ આવી જાય તો પણ એ એક આફત બની જાય તેવી સ્થિતિ છે. ત્યારે હાલમાં તો રત્ન કલાકારો અન્ય સામાન્ય વ્યવસાય કરવા તરફ મજબૂર બન્યા છે. ઉલ્લેખનીય છે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. હાલમાં ઘણા કર્મચારીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે, મંદીના કારણે રત્ન કલાકારોને આ રજા આપવાની ફરજ પડી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સુરતમાં અંદાજિત હીરાના 2500 કારખાના
- 10 લાખથી વધુ લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા
- 25 દિવસમાં જ 1500થી વધારે લોકોના મદદ માટે હેલ્પલાઈન નંબર પર કોલ આવ્યા
સુરતમાં દિવસેને દિવસે રત્ન કલાકારોની હાલત ચિંતાજનક થઈ રહી છે. છેલ્લા 16 મહિનામાં 65 રત્નકલાકારના મોત થયા છે. ત્યારે જુન મહિનામાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી 1500થી વધુ કોલ આવ્યા છે.
સુરતમાં અંદાજિત 2500થી વધુ હીરાના કારખાના
તમને જણાવી દઈએ કે સુરતમાં અંદાજિત 2500થી વધુ હીરાના કારખાના છે અને 10 લાખથી વધુ લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ત્યારે હાલમાં 50 હજારથી વધુ રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. માત્ર 25 દિવસમાં જ 1500થી વધારે લોકોના મદદ માટે હેલ્પલાઈન નંબર પર કોલ આવ્યા છે અને છેલ્લા 25 દિવસમાં 5થી 6 આપઘાતના ઈરાદે કોલ આવ્યા છે.
સાત દિવસમાંથી 3 દિવસ રત્ન કલાકારને ફરજિયાત રજા
સમગ્ર ગુજરાત રાજ્યમાં 25 લાખથી વધુ રત્ન કલાકારો છે અને રાજ્યને સૌથી વધારે ફાયદો હીરા ઉદ્યોગ દ્વારા થાય છે પણ રત્ન કલાકારો જ હાલ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, હાલમાં સાત દિવસમાંથી 3 દિવસ રત્ન કલાકારને ફરજિયાત રજા આપવામાં આવે છે અને બીજી તરફ કોઈ રોજગારી ના હોવાના કારણે બાળકોના શિક્ષણ પર પણ તેની સીધી અસર પડી રહી છે અને રત્ન કલાકારો પાસે હાલમાં ભાડાના મકાનના ભાડુ ચૂકવવાના રૂપિયા પણ નથી.
રત્ન કલાકારો અન્ય સામાન્ય વ્યવસાય કરવા તરફ મજબૂર બન્યા
ત્યારે પોતાનું મકાન હાલ હપ્તા પર હોવાથી લોન કેવી રીતે ભરવી તે પણ એક પ્રશ્ન છે તો જો કોઈ આકસ્મિક મેડિકલ ખર્ચ આવી જાય તો પણ એ એક આફત બની જાય તેવી સ્થિતિ છે. ત્યારે હાલમાં તો રત્ન કલાકારો અન્ય સામાન્ય વ્યવસાય કરવા તરફ મજબૂર બન્યા છે. ઉલ્લેખનીય છે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. હાલમાં ઘણા કર્મચારીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે, મંદીના કારણે રત્ન કલાકારોને આ રજા આપવાની ફરજ પડી રહી છે.