Surat: પોલીસને પડકાર ફેંકતો વીડિયો વાયરલ, કાપોદ્રા બ્રિજ પર રોડ રોકી 'રીલ' બનાવતા વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સ (Social Media Influencers) દ્વારા કપડાંની દુકાનના પ્રમોશન માટે જાહેર રસ્તા પર કરવામાં આવેલા ખતરનાક સ્ટંટે મોટો વિવાદ જગાવ્યો છે. શહેરના કાપોદ્રા ઓવરબ્રિજ પર યુવક-યુવતીએ રોડ રોકીને રીલ બનાવી હતી, જેમાં તેમણે સુરત પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં પોલીસને પડકાર ફેંકતો વીડિયો વાયરલ
સમગ્ર ઘટના કાપોદ્રા વિસ્તારના ઓવરબ્રિજ પર બની હતી. યુવક અને યુવતીએ જાહેર માર્ગ પર વાહનવ્યવહારને અટકાવીને આ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેઓ યોગીચોક પર આવેલી 'કલેજા ફેશન' નામની કપડાંની દુકાનનું પ્રમોશન કરી રહ્યા હતા. પ્રમોશનના ચક્કરમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સ કાયદાનું ભાન ભૂલી ગયા હતા.
યુવક-યુવતીએ બ્રિજ પર જ બેસીને બનાવી રીલ
વાયરલ થયેલા વીડિયોમાં યુવક-યુવતી સ્પષ્ટપણે એવું બોલતા સંભળાય છે કે, "માફી તો નહિ માંગુ આવી જાવ પોલીસ" અને "મોરો મોરો સુરત પોલીસ ક્યારે દેખાડશે કલેજું??" જાહેરમાં પોલીસને પડકાર ફેંકતી આ ભાષાના કારણે આ વીડિયો ઝડપથી વાયરલ થયો અને પોલીસ વિભાગ સુધી પહોંચ્યો. આ પ્રકારના કૃત્યથી માત્ર ટ્રાફિકને અડચણ જ નથી થતી, પરંતુ જાહેર જનતાની સુરક્ષા અને સલામતી પણ જોખમાય છે. ખાસ કરીને ઓવરબ્રિજ જેવા સંવેદનશીલ સ્થળ પર આ રીતે સ્ટંટ કરવાથી ગંભીર અકસ્માત થવાનો ખતરો રહે છે.કાપોદરા બ્રિજ પર પાથરણુ પાથરી બનાવી રીલ
સુરત પોલીસને પડકાર ફેંકતા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા આ વીડિયોની નોંધ લેવામાં આવી છે. જાહેર માર્ગ પર આ રીતે ગેરકાયદેસર રીતે વીડિયો બનાવીને શાંતિનો ભંગ કરવા બદલ અને પોલીસની છબી ખરડાવવા બદલ, સુરત પોલીસ દ્વારા આ યુવક-યુવતી તેમજ દુકાન સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
What's Your Reaction?






