Surat: કીમ નદીના પૂરમાં પાલોદ ગામ ગરકાવ, શ્રમજીવીઓની ઘરવખરી બરબાદ, મદદ ન મળતા જનઆક્રોશ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કીમ નદીએ ધારણ કરેલા રૌદ્ર સ્વરૂપે ભારે તારાજી સર્જી છે. કીમ નદીના પાણી સતત વધતાં કાંઠાના ગામો જળબંબાકાર થઈ ગયા છે, જેમાં પાલોદ ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયું છે.
પાલોદ ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયું
નદીના ધસમસતા પૂરના પાણી કલાકોની ગણતરીમાં પાલોદ ગામના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. ખાસ કરીને ગામમાં રહેતા શ્રમજીવી પરિવારોના કાચા અને નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ જતાં ભારે વિનાશ થયો છે. કપડાં, અનાજ, ઘરવખરી અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સહિતનો તમામ સરસામાન પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં ગરીબ પરિવારોએ પોતે કમાયેલી આખી જિંદગીની મૂડી ક્ષણવારમાં ગુમાવી દીધી છે.
રસ્તા પર આશરો લેવા મજબૂર શ્રમિકો
ઘરોમાં કેડસમા પાણી ભરાઈ જતાં શ્રમજીવી પરિવારો પોતાના નાના બાળકો અને વૃદ્ધોને લઈને જીવ બચાવવા માટે ગામના મુખ્ય રસ્તાઓ અને ઊંચાણવાળી જગ્યાઓ પર આશરો લેવા મજબૂર બન્યા છે. સતત વરસી રહેલા વરસાદ અને પૂર વચ્ચે શ્રમિકો ખુલ્લા આકાશ નીચે ત્રિપાલ કે છત વગર દિવસ-રાત વિતાવી રહ્યા છે.
તંત્ર સામે નગરજનોનો ભારે આક્રોશ
ગામ બેટમાં ફેરવાઈ ગયું હોવા છતાં અને શ્રમજીવી પરિવારો રસ્તા પર આવી ગયા હોવા છતાં જિલ્લા કે તાલુકા વહીવટી તંત્રની કોઈ ટીમ સ્થળ પર પહોંચી નથી. પીવાના પાણી કે ફૂડ પેકેટની પણ કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં ન આવતાં પૂરપીડિતોમાં ભારે આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર તાત્કાલિક બોટ મારફતે રાહત સામગ્રી પહોંચાડે અને સ્થળાંતરની યોગ્ય વ્યવસ્થા કરે.
આ પણ વાંચો: Botad: રાણપુરના નાગનેશમાં ભાદર નદીમાં મોસમનું પ્રથમ પૂર, નવા નીરની આવકથી ગ્રામજનો ઉત્સાહિત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

