Surat News : પુણા ગોડાદરા રોડ પર લાગી ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ કર્યો જાહેર

Oct 15, 2025 - 21:30
Surat News : પુણા ગોડાદરા રોડ પર લાગી ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ કર્યો જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં વધુ એક વખત આગ લાગવાની ઘટના બની છે. સુરતના પુણા ગોડાદરા રોડ પર આગ લાગવાની ઘટના બની છે. ગોડાદરા રોડ પર આવેલા ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ગોડાઉનમાં આગ લાગ્યા હોવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને 15થી વધુ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.

ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં

તમને જણાવી દઈએ કે સ્થિતિને જોતા જ તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. જો કે ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પણ આગના કારણે માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગનો બનાવ કયા કારણોસર બન્યો છે તે પણ અત્યાર સુધી જાણી શકાયું નથી, ફાયરની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવી લીધા બાદ જાણી શકાશે કે કયા કારણથી ગાદલાના ગોડાઉનમાં આ ભીષણ આગ લાગી છે. ગાદલાના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બનતા જ આસપાસમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા છે. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ઘટનાસ્થળની આસપાસ આવી પહોંચેલા લોકોને દૂર કરવાની કામગીરી કરી રહી છે.

નેશનલ હાઈવે પર ભાણદરા ચોકડી પાસે હાઈવા ટ્રકમાં આગ લાગી

બીજી તરફ નેશનલ હાઈવે પર ભાણદરા ચોકડી પાસે હાઈવા ટ્રકમાં આગ લાગી હતી. ટ્રક રોડ પરથી પસાર થઈ હતી, ત્યારે અચાનક ટાયર ફાટ્યું અને ટાયર ફાટ્યા બાદ હાઈવા ટ્રકમાં અચાનક પાછળના ભાગે આગ ફાટી નીકળી હતી. આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા. આગ લાગતા કોઈ જાનહાની થઈ નથી. ઓવરલોડ ટ્રક હોવાના કારણે ટાયર ફાટ્યું હોવાની શંકા છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0