Surat News : કામરેજમાં ફાર્મહાઉસ પર દારૂની મહેફિલ ઝડપાઈ, એપલપુલ વિલા પર LCBનો દરોડો

Aug 8, 2026 - 20:30
Surat News : કામરેજમાં ફાર્મહાઉસ પર દારૂની મહેફિલ ઝડપાઈ, એપલપુલ વિલા પર LCBનો દરોડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા હલધરૂ ગામમાં વિદેશી દારૂની મહેફિલ માણી રહેલા શોખીનો પર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ત્રાટકીને મોટો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે હલધરૂ ગામમાં આવેલા 'એપલપુલ વિલા' નામના ફાર્મહાઉસ પર અચાનક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ફાર્મહાઉસમાં મોટા પાયે વિદેશી દારૂ સાથે મહેફિલ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો અને અન્ય સામાન જપ્ત કર્યો હતો.

એપલપુલ વિલા ફાર્મહાઉસમાંથી 9 નબીરાઓ ઝડપાયા

ફાર્મહાઉસમાં દરોડા દરમિયાન પોલીસને જોઈને દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. LCBની ટીમે સ્થળ પરથી વિદેશી દારૂની ચુસ્કીઓ મારતા અને ધમાલ મચાવતા 9 નબીરાઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા તમામ આરોપીઓ પૈસાદાર પરિવારના હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધાકધમકી વગર કડક કાર્યવાહી હાથ ધરી છે.

મહેફિલનું આયોજન કરનાર સહિત 10 વોન્ટેડ

આ હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટીનું આયોજન કરનાર મુખ્ય સૂત્રધાર તેમજ દારૂનો જથ્થો પૂરો પાડનારાઓ સહિત કુલ 10 શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે સુરત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને તમામ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ફાર્મહાઉસ માલિકની સંડોવણી તેમજ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ આદરી છે.

આ પણ વાંચો : Ahmedabad News : ધોલેરા એરપોર્ટ સુધી દોડશે મેટ્રો ટ્રેન, કનેક્ટિવિટી વધારવા મેટ્રો ફેઝ-3ને ટૂંક સમયમાં મળશે મંજૂરી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0