Surat મનપાની 5 વર્ષની ટર્મ પૂર્ણ, બ્રિજ અને રિંગ રોડના કામો લટકતા રહેતા લોકોમાં રોષ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની પાંચ વર્ષની મુદત પૂર્ણ થઈ છે. જોકે, આ પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન જે કામો પૂર્ણ થવાની ખાતરી આપવામાં આવી હતી, તેમાંથી અનેક મોટા પ્રોજેક્ટ્સ હજુ પણ પૂર્ણ થઈ શક્યા નથી. આ અધૂરા કામો હવે આવનારા સમયમાં નવી બોડી માટે પડકારરૂપ સાબિત થશે.
અધૂરા પ્રોજેક્ટ્સની યાદી અને જનતાની હાલાકી
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચાલતા મુખ્ય કામો જે હજુ પણ પૂરા થવાની રાહ જોઈ રહ્યા છે. શહેરના એન્ટ્રી પોઈન્ટ સમાન આ બ્રિજનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે, જે હજુ પણ પૂર્ણ થયંા નથી. જે કારણોસર વાહનચાલકોને ભારે હાલાકીનો ભોગવવી પડી રહી છે. સુરતની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ સમાન આઉટર રિંગ રોડનું કામ પણ હજુ અધૂરું છે, જેના કારણે ભારે વાહનોનું ભારણ શહેરના આંતરિક રસ્તાઓ પર યથાવત છે. કતારગામ સહિતના વિસ્તારોમાં અનેક નાના-મોટા બ્રિજોના કામો મંદ ગતિએ ચાલી રહ્યા છે.
ટ્રાફિક અને સ્માર્ટ સિટી સામે સવાલો
સુરતના સૌથી વ્યસ્ત વિસ્તાર ગણાતા વરાછામાં પરિસ્થિતિ વધુ ગંભીર છે. અહીં અનેક વિકાસલક્ષી કામો અધૂરા હોવાના કારણે દરરોજ કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા રહે છે. લોકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મોટા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ટર્મ પૂરી થવા છતાં મહત્વના કામો સમયસર પૂર્ણ થતા નથી. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં હજુ પણ પાયાની સુવિધાઓ અને કનેક્ટિવિટીના કામો લંબાઈ રહ્યા છે, ત્યારે નવી ટર્મમાં આ કામોને કેટલી ગતિ મળશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

